શું ધર્મેન્દ્ર ના પોત્ર કરણ દેઓલ અને દૃશા રોય ના લગ્ન માં શામિલ થશે હેમા માલિની???? જાણો હકીકત

Spread the love

બૉલીવુડ અભિનેતા સની દેઓલ ના દીકરા કરણ દેઓલ 16 જૂન 2023 ના રોજ પોતાની મંગેટર દ્રિશા રોય ની સાથે લગ્ન ના બંધન માં બાંધવા માટે તૈયાર છે. લગ્ન બાદ 18 જૂન 2023 ના રોજ તેમના માટે એક વેડિંગ રિસેપ્શન રાખવામા આવશે. જેમાં બૉલીવુડ ના તમામ સિતારાઓને શામિલ થવાની આશા છે. જોકે કરણ ના લગ્ન માં તેમની સૌતેલી દાદી હેમા માલિની શામિલ થશે કે નહીં એ સવાલ દરેક લોકોના મનમાં થઈ રહ્યો છે, જેનો જવાબ એક સૂત્ર એ આપ્યો છે.

કરણ દેઓલ ના લગ્ન ની ખબરો ની સાથ જ એક સવાલ આખી ઈન્ડસ્ટ્રી માં છવાયેલ જોવા મળી રહ્યો છે. જે એ છે કે શું ધર્મેન્દ્ર ના પોત્ર કરણ દેઓલ ના લગ્નમાં હેમા માલિની શામિલ થશે? ત્યારે એક સૂત્ર એ ‘ ઇટાઈમ્સ ‘ સાથે વાતચીત કરતાં આ સવાલનો જવાબ આપ્યો હતો. સૂત્ર એ કહ્યું કે હેમાજીએ હમેસા ધર્મેન્દ્ર જી ના પહેલા પરિવાર સાથે એક સનમાનજનક દૂરી બનાવી રાખી છે. તો તેઓ આ લગ્ન માં શામિલ થશે નહીં. આ અવાલ પુછવો પણ હાસ્યસ્પદ છે.

જોકે પૂરી વાત અહી પૂરી થઈ નથી. આગળ સૂત્ર એ જણાવ્યુ કે ધર્મેન્દ્ર અને હેમા ની દીકરી ઈશા દેઓલ અને અહાના દેઓલ પોત પોતાના પાર્ટનર્સ સાથે આ લગ્ન માં શામિલ થઈ શકે છે. સૂત્ર એ કહ્યું કે એક કર્તવ્યપરાયળ ભાઈ ની જેમ , સની એ ઈશા અને અહાના ને આમંત્રિત કર્યા છે, તો તેઓ થોડા  સમય માટે લગ્ન માં આવી શકે એમ જણાઈ રહ્યું છે. આમ તો તમને જાણકારી માટે જણાવી દઈએ કે સની દેઓલ અને તેમના ભાઈ બોબી દેઓલ , ધર્મેન્દ્ર અને હેમા માલિની ની દીકરીઓ ઈશા ના લગ્ન ( 2012) અને અહાના ના લગ્ન ( 2014 ) માં શામિલ થયા નહોતા.

bollywoodshaadis . com

વાસ્તવમાં દેઓલ બ્રધર્સ પોતાની માતા પ્રકાશ કૌર ને બહુ જ પ્રેમ કરે છે અને તેમનું સન્માન રાખતા તેઓ પોતાનું સૌતેલી બહેન ના લગ્નમાં શામિલ થયા નહોતા. વાસ્તવમાં ધર્મેન્દ્ર એ પોતાની પહેલી પત્ની પ્રકાશ કૌર ને તલાક દીધા વગર જ 2 મે 1980 માં હેમા માલિની સાથે બીજા લગ્ન કર્યા હતા. જોકે લગ્ન ના 43 વર્ષ પછી પણ હેમા માલિની તેમના પહેલા ઘરે ક્યારેય આવી નથી અને અત્યાર સુધી તેમણે તે પરિવાર ની સાથે દૂરી બનાવી રાખી છે.

bollywoodshaadis . com

એવામાં કરણ ના લગ્નમાં હેમા માલિની શામિલ ના થાય તો તે કોઈ આશ્રય ની વાત નથી. કરણ દેઓલ અને દ્રિશા રોય નલગ્ન ની વાત કરવામાં આવે તો બંને 16 જૂન 2023 ના રોજ લગ્ન ના બંધનમાં બંધસે. આની પહેલા 12 જૂન 2023 ના રોજ કરણ અને દ્રિશા રોય ની રોકા સેરેમની કરવામાં આવી હતી. જ્યાં રોકા માં કરણ દેઓલ એ બ્લૂ કલર ના કુર્તા વ્હાઇટ પાયજામા અને પ્રિંટેડ જેકેટ માં હેન્ડસમ લાગી રહ્યા હતા ત્યાં જ તેમની થનારી દુલ્હન દ્રિશા રોય ગોલ્ડન કલર ની સાડી માં ખૂબસૂરત લાગી રહી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *