ફક્ત થોડા જ સમય માં આ મહિલા પહેરી શકે છે 320 થી પણ વધુ પ્રકારની સાડીઓ જાણીને તમને પણ નવાઈ લાગશે……….

Spread the love

મિત્રો આપણે સૌ જણીએ છીએ કે દરેક વ્યક્તિ માટે તેનો પહેરવેશ ઘણો મહત્વનો હોઈ છે. વ્યક્તિના પહેરવેશ ના કારણે તેની અનેક બાબતો જોડાયેલ હોઈ છે. લોકો ની હાલના સમય માં વ્યક્તિ દ્વારા લોકોનું મૂલ્યાંકન તેના પહેરવેશ થી થાય છે. જેના કારણે લોકો દ્વારા પોતે શું પહેરે છે, તેને ઘણું મહત્વ આપવામાં આવે છે. મિત્રો આપણે સૌ જણીએ છીએ કે આપણે જે દુનિયા માં રહીયે છીએ ત્યાં અનેક પ્રકારની સંસ્કૃતિઓ જોવા મળે છે. જેના કારણે દરેક સંસ્કૃતિના પહેરવેશ પણ અલગ અલગ હોઈ છે. આપણે અહીં વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિઓ પૈકી એક એવી ભારતીય સંસ્કૃતિ અને તેના પહેરવેશ અંગે વાત કરવાની છે.

આપણે સૌ જણીએ છીએ કે ભારત અલગ અલગ રાજ્ય અને સંસ્કૃતિઓ નો બનેલો દેશ છે જેના કારણે ભારતમાં અનેક ધર્મ અને સંસ્કૃતિઓ ને માનનારા લોકો જોવા મળે છે. આવા દરેક લોકોનો પહેરવેશ જુદો જુદો હોઈ છે છતાં પણ આપણા સંસ્કૃતિ માં સાડીને અલગ જ મહત્વ અને સ્થાન આપવામાં આવ્યું છે. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે સાડી એ આપણા સમાજ અને સંસ્કૃતિ નો અભિન્ન અંગ છે. જેના કારણે તેનું મહત્વ પણ વિષેસ છે. જેના કારણે ભારત ની દરેક મહિલા સાડી પહેરવાને ઘણું મહત્વ આપે છે.

આવી મહિલાઓ માં મોટી મોટી હસ્તીઓ પણ સામેલ હોઈ છે. જે અલગ અલગ પ્રસંગે સાડી પહેરવાનું પસંદ કરતા હોઈ છે. જો કે આજે આપણે એક એવી મહિલા વિશે વાત કરવાની છે કે જેમને સાડીં ને લગતી બાબત માં મહારથ હાંસલ છે. આ મહિલા એક જ સાડીને 320 થી પણ વધુ અલગ અલગ રીતે પહેરી શકે છે. જેના કારણે તેમની ઘણી નામના છે. અને તેમણે પોતાની આ કળા ના કારણે ઘણા ખિતાબો અને રૂપિયા પણ કમાણા છે. તો ચાલો આપણે આ બાબત અંગે વિસ્તારથી વાત કરીએ.

આપણે અહીં ડોલી જૈન વિશે વાત કરવાની છે. મિત્રો જણાવી દઈએ કે ડોલી જૈન એક ડિઝાઈનર છે. અને તેઓ એક બે નહિ પરંતુ સાડીની અલગ અલગ 320 થી પણ વધુ પ્રકાર અંગે જાણે છે. સૌ પ્રથમ જો વાત તેમના જન્મ અંગે કરીએ તો જણાવી દઈએ કે તેમનો જન્મ બેંગ્લોર માં થયો હતો અને તેમનો પરિવાર એક સાધારણ પરિવાર છે. પરંતુ આજે તેઓ પોતાની મહેનત અને આવડત ના કારણે ઘણા ખ્યાતિ ધરાવે છે. અને હાલ પોતાની મહેનત ના પ્રતાપે ઘણા નાણાં પણ મેળવે છે.

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે સાડી પહેરવી એ કોઈ સહેલી બાબત નથી પરંતુ એક કળાનું કામ છે. જેમને પણ સાડી પહેરતા નથી આવડતી તેઓ અન્ય ની મદદ વડે સાડી પહેરે છે. આપણે સૌ જાણીએ છીએ કે આપણી બૉલીવુડ ની અભિનેત્રીઓ અને મોટી મોટી હસ્તીઓ ખાસ પ્રસંગ સમયે ખાસ પ્રકારે સાડી પહેરીને તૈયાર થતા હોઈ છે ત્યારે આપણને પ્રસન્ન થાય કે તેમણે આ સાડી પહેરી કઇ રીતે હશે, તો તમને જણાવી દઈએ કે આવા મોટા હસ્તીઓ ને સાડી પહેરાવવા અને તૈયાર કરવા માટે પણ ખાસ લોકો હોઈ છે. અને ડોલી જૈન પણ તેમાંથી એક છે.

જણાવી દઈએ કે ડોલીએ અત્યાર સુધીમાં દેશ ના સૌથી અમીર ગણાતા પરિવાર પૈકી એક એવા અંબાણી પરિવાર માં નીતા અંબાણીને પણ સાડી પહેરાવી છે, આ ઉપરાંત તેઓ ઘણા ફિલ્મી હસ્તીઓ ને પણ સાડી પહેરાવી ચૂકયા છે. જણાવી દઈએ કે તેમની આ કળા ના કારણે અનેક સિદ્ધિઓ તેમના નામે છે. તેઓ 325 અલગ અલગ સ્ટાઇલ ની સાડીઓ પહેરતા જાણે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *