સની દેઓલ અને ધર્મેન્દ્ર નો વિડિઓ થયો વાયરલ જેમાં જોઈ શકાય છે કે તે બંને…જુઓ તેમનો વિડિઓ…
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આપણું બોલીવુડ લોકો માં ઘણું લોકપ્રિય છે જેની લોકપ્રિયતા દેશ અને વિદેશ માં પણ ફેલાયેલ છે. લોકો બોલીવુડ ની ફિલ્મો ઉપરાંત બોલીવુડ ના કલાકારો ને પણ ઘણા પસંદ કરે છે. જેના કારણે પોતાના ચહિતા કલાકારો ના જીવન અંગે જાણવા માંગતા હોઈ છે.
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે માનવી ઘણો લાગણીશિલ છે જેના કારણે તે અનેક સંબંધો બાંધે છે. તે પૈકી પિતા અને પુત્ર નો સંબંધ એક છે. આપણે સૌ જાણીએ છિએ કે દરેક વ્યક્તિના જીવન માં પિતા નું મહત્વ ઘણું હોઈ છે. પિતા અને પુત્રનો સંબંધ ઘણો જ અનોખો છે. પિતા પોતાના સંતાન ને આગળ વધારવા માટે અનેક પ્રયત્ન કરે છે.
અને બાળકો માટે પણ પોતાના પિતા ઘણા મહત્વ ના છે. દરેક વ્યક્તિ ના જીવન માં પિતાનુ સ્થાન હીરો તરીકે નું હોઈ છે. આપણે અહીં એક એવાજ બોલીવુડ ના પિતા અને પુત્રની જોડી વિશે વાત કરવાની છે. કે જે લોકો વચ્ચે ઘણા ઘણા લોકપ્રિય છે. અને બંને વચ્ચે પણ ઘણો પ્રેમ છે. આપણે અહીં ધર્મેન્દ્ર અને સની દેઓલ વિશે વાત કરવાની છે. કે જેઓ હાલ સાથે ફરવા ગયા છે અને તેમનો એક વિડિઓ પણ વાયરલ થયો છે.
જો આ બાબત અંગે વિસ્તારથી વાત કરીએ તો આપણે સૌ જાણીએ છિએ કે ધર્મેન્દ્ર અને સની દેઓલ લોકો વચ્ચે ઘણા લોક પ્રિય છે અને તેમની ફિલ્મો પણ લોકોને જોવી ઘણી પસંદ કરે છે. જણાવી દઈએ કે ધર્મેન્દ્ર અને સની દેઓલ હાલ હિમાચલ પ્રદેશના પ્રવાસે ગયા છે. જ્યાં તેણે તેના પિતા સાથે ઘણો ક્વોલિટી ટાઈમ વિતાવ્યો, જેનો વીડિયો ધર્મેન્દ્રએ શેર કર્યો છે.
વિડીયો સાથે ધર્મેન્દ્રએ કેપ્શન લખ્યું છે કે, “મારો લાડલો દીકરો મને અમારા સુંદર હિમાચલની સફર પર લઈ આવ્યો. તમારી રજા સુંદર રહે.” જો વાત આ વિડીયો અંગે કરીએ તો વીડિયોમાં જોઈ શકાય છે કે ધર્મેન્દ્ર અને સની દેઓલ પહાડોના નજારા ઓ માણી રહ્યા છે. આ વીડિયોમાં ધર્મેન્દ્ર પુત્ર સની દેઓલને હિમાચલની યાત્રા પર લઈ જવા બદલ આભાર માનતા જોવા મળે છે. અને તેઓ કહે છે કે અદ્ભુત સ્થળની શાનદાર સફર. આ વીડિયો અત્યાર સુધીમાં હજારો લોકો જોઈ ચૂક્યા છે. અને આ વીડિયોમાં ધર્મેન્દ્ર અને સની દેઓલની ખાસ બોન્ડિંગ જોઈને ચાહકો ખૂબ જ પ્રભાવિત થયા છે.
My darling son , took me for a loving trip to our beautiful Himachal🍀🍀🍀🍀🍀🍀🍀A lovely holiday 🙏 pic.twitter.com/VsK7sKe3rz
— Dharmendra Deol (@aapkadharam) November 21, 2021