હાર્ટએટેક ના કારણે ગુજરાત ના ઘણા જ જાણીતા અને લોકપ્રિય કલાકાર પ્રભુધામ પહોચ્યા….

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આપણા સૌ ના જીવન માં મનોરંજન ઘણું મહત્વ નું છે તેમાં પણ આપણા દેશ માં અનેક ભાષા અને અનેક રાજ્ય ના લોકો વસવાટ કરે છે જેના કારણે મનોરંજન જગત માં અનેક લોકો જોડાયેલા જોવા મળે છે. વળી પછુ દરેક જગ્યાએ મનોરંજન માટેના પ્રકારો પણ ઘણા જુદા જુદા હોઈ છે.

તેમાં પણ જો વાત ગુજરાતી મનોરંજન અંગે કરીએ તો આપણે સૌ જાણીએ છિએ કે ગુજરાતી મનોરંજન સમગ્ર દુનિયામાં આગવું સ્થાન ધરાવે છે. લોકો ગુજરાતી ફિલ્મો ઉપરાંત સંગીત અને સંતવાણી, ડાયરા જેવા અનેક કાર્યક્રમ જોવા અને સાંભળવા પસંદ કરે છે. જોકે હમણાં થોડા સમયથી આપણા મનોરંજન જગત ને કોઈની નજર લાગી ગઈ હોઈ તેવું લાગે છે. કારણ કે એક પછી એક આપણે ઘણા સારા કલાકારો ખોઈ બેસ્યા છિએ.

આ યાદીમા હજી એક નામ જોડાઈ ગયું છે. જણાવી દઈએ કે ગુજરાતી મનોરંજન જગત ને એક મોટો ઝટકો મળ્યો છે કારણ કે ગુજરાત ના ઘણા જ લોકપ્રિય તબલાં વાદક એવા 38 વર્ષિય મોહમંદ હુસેન ફકીરમામદ કે લોકો જેમને હસિયા ઉસ્તાદ તરીકે ઓળખતા હતા તેમનું અવસાન થઈ ગયું છે.

તેઓ માંડવી તાલુકાના મોટા રતડીયા ગામના રહેવાસી હતા તેમને આ તબલાં વગાડવાની કળા તેમના પિતાજી પાસેથી મળી હતી. તેઓ ઘણા સમયથી અનેક સ્થળોએ સંતવાણીના કાર્યક્રમો કરતા હતા. જો વાત તેમના અવસાન અંગે કરીએ તો તેમનું અવસાન શુક્રવારે હાર્ટએટેક ના કારણે માંડવી ખાતે થયું હતુ.

જો વાત હસિયા ઉસ્તાદના પરિવાર અંગે કરીએ તો જણાવી દઈએ કે તેમના પરિવાર માં બે દીકરાઓ ઉપરાંત બે દીકરીઓ અને પત્ની છે. તેમને બે ભાઇઓ પણ છે. તેમના મૃત્યુ બાદ પરિવાર માં ઉદાસી નો માહોલ છે. જો વાત અવસાન પહેલાના સમય અંગે કરીએ તો તેઓ ગુરુવારના રોજ રાત્રે નાના રતાળિયા પાસે આવેલ રહેલ યક્ષદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે યોજવામા આવેલ સંતવાણી ના કાર્યક્રમ કરવા ગયા હતા.

તેઓ આ કાર્યક્રમ સવારે 4.30 વાગ્યે પૂરો કરીને પોતાના ઘરે પરત આવ્યા હતા. પરંતુ ઘરે પહોંચતા જ તેમને છાતીમાં દુખાવો શરૂ થઈ ગયો જો કે તેઓ ઘરગથ્થુ ઉપચાર કર્યા પછી મોટા ભાઇ સાથે માંડવીની પ્રાઇવેટ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. જયાં સારવાર બાદ તેમને સારુ થયુ. આ સારવાર પછી તેમને ફરિવખત છાતિમા દુખાવો થવા લાગ્યો પરંતુ આજ વખતે તેમને ઉપચાર પણ કામ લાગ્યો નહીં અને તેમનું નિધન થઇ ગયુ હતુ.

તેમના નિધન પર પ્રખ્યાત લોક કલાકાર માયાભાઇ આહીરે જણાવ્યું હતું કે , “ હસિયા ઉસ્તાદ પોતાની આગવી શૈલીથી પોતા નો અલગ જ કેડો પાડનાર હસિયા ઉસ્તાદ ની ખોટ હમેશા ગુજરાતી કલા જગતને રહેશે.” આ ઉપરાંત કીર્તિદાન ગઢવીએ પણ દુઃખ વ્યક્ત કરતાં લખ્યું છે કે,“ મોટા રતડીયા ગામના ગૌરવવંતા અને દેશ – વિદેશમાં જેમણે પોતાની તબલા ની આગવી કલાથી ભજન ની દુનિયા માં નાની ઉમર માં ખુબજ મોટી નામના મેળવી હતી એવા લોક લાડીલા હસિયા ઉસતાદ ની અણધારી વિદાય કાળજું કંપાવી ને ગઇ છે. ઓમ શાંતિ ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *