સેહવાગએ કર્યો એવો ખુલાસો જેને સાંભળીને સૌ કોઈ થઈ ગયા દંગ. જાણો આખી બાબત…

Spread the love

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બેટસમેન વીરેન્દ્ર સેહવાગએ ક્રિકેટના મેદાન પર પોતાની બેટિંગને લીધે તો પ્રખ્યાત છે જ તે પરંતુએ હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર પોતાની કોઈના કોઈ તસ્વીરો શેયર કરતા હોય છે. વીરેન્દ્ર સેહવાગની શ્રેષ્ઠ બેટસમેનમાં તેઓની ગણતરી કરવામાં આવતી હતી, એટલું જ નહી વીરેન્દ્ર સેહવાગએ ઘણી વખત પોતાના બેટિંગના દમ પર ભારતને મેચો જીતાડી છે.

હાલમાં એક ઇન્ટરવ્યુંમાં વીરેન્દ્ર સેહવાગએ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિહ ધોની અને વર્તમાન કેપ્ટન વિરાટ કોહલીને લઈને મોટો ખુલાસો કર્યો છે. વીરેન્દ્ર સેહવાગ જણાવે છે કે મારી અને મહેન્દ્ર સિંહ ધોનીને લીધે જ આજે વિરાટએ સફળ કેપ્ટન બની ચુક્યો છે. વિરાટ કોહલીની ગણતરી વિશ્વના સૌથી સફળ બેટસમેન તરીકે કરવામાં આવે છે. વિરાટએ હજી થોડા સમય પેહલા જ ભારતની ટી-૨૦ ટીમની કપ્તાની છોડી હતી.

બધા જ ખિલાડીઓના કરિયરમાં આવો ખરાબ સમય આવતો જ હોઈ છે, જયારે તેનું પ્રદર્શન સારું નથી થતું. આ સમયમાં ઘણી બધી આલોચનાઓનો સામનો પણ કરવો પડતો હોય છે. વીરેન્દ્ર સેહવાગનું કેહવું છે કે વિરાટના આંતરરાષ્ટ્રીય કરિયરમાં પણ આવો સમય પેહલા આવી ગયેલ છે ત્યારે મે અને ધોનીએ વિરાટનું સમર્થન કર્યું હતું. આ ખુલાસોએ વીરેન્દ્ર સેહવાગએ એક મેચની કોમેન્ટ્રી દરમિયાન આપ્યું હતું.

સહેવાગએ કહ્યું હતું કે ” ચયનકરતા ૨૦૧૨માં પર્થના મેદાન પર બેટિંગ માટે વિરાટ કોહલીના સ્થાને રોહિત શર્માને ઉતારવા માંગતા હતા , તે સમય હું વાઈસ કેપ્ટન હતો અને ધોનીએ કેપ્ટન હતો ત્યારે અમે વિરાટને સમર્થન આપ્યું હતું.” આ વાત સેહવાગએ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ૨૦૧૬માં રમાય રહેલ ટેસ્ટ સીરીઝ દરમિયાન કહી હતી.

હાલના સમયમાં વિરાટ કોહલીએ ખુબ મશહુર બેટસમેન બની ચુક્યા છે. ક્રિકેટના ત્રણેય ફોરમેટમાં વિરાટએ મહાન બેટસમેન બની ચુક્યા છે. વિરાટ કોહલીએ હાલના સમયમાં તો રજાઓ માણી રહ્યો છે. હાલમાં ન્યુઝીલેન્ડ સામે થયેલી ટી-૨૦ સીરીઝમાં તેઓને આરામ આપવામાં આવ્યો હતો, હવે તે મુંબઈમ રમાય રહેલ બીજી ટેસ્ટથી તે ટીમ સાથે જોડાવાનો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *