વિકી કૌશલ અને કેટરીના કેફ ના લગ્નને લાગી નજર ? શું નહીં જોડાઈ તેઓ લગ્ન ગ્રંથિથી ? વિકી કૌશલ ની બહેને કર્યો મોટો ખુલાસો જાણો…..

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આપણું બોલીવુડ લોકો માં ઘણું લોકપ્રિય છે જેની લોકપ્રિયતા દેશ અને વિદેશ માં પણ ફેલાયેલ છે. લોકો બોલીવુડ ની ફિલ્મો ઉપરાંત બોલીવુડ ના કલાકારો ને પણ ઘણા પસંદ કરે છે. જેના કારણે પોતાના ચહિતા કલાકારો ના જીવન અંગે જાણવા માંગતા હોઈ છે.

લોકોની એવી ઇચ્છા રહેલી હોઈ છે કે પોતે જે કલાકારો ને પસંદ કરે છે તે હંમેશા શું કરે છે તેની જાણકારી તેમને રાખવી ગમે છે. તેમાં પણ જો વાત આવા કલાકારો ના લગ્નને લાગતી હોઈ તો લોકોને તેમાં ઘણો રસ હોઈ છે. તેઓ ક્યાં ? ક્યારે ? કેવીરીતે ? અને કેટલા લોકો વચ્ચે લગ્ન કરવાના છે. આ તમામ બાબતો અંગે તેમને જાણવું ગમે છે.

આપણે સૌ જાણીએ છિએ કે હાલ આખા બોલીવુડ માં વિકી કૌશલ અને કેટરીના કેફ ના લગ્ન ઘણા ચર્ચામા છે અને તેને લઈને હાલ ઘણી વિગતો સામે આવી રહી છે. અત્યાર સુધી સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વિકી કૌશલ અને કેટરીના કેફ બંને લગ્ન કરવા માટે અનેક તૈયારીઓ માં જોડાયેલા માલુમ પડે છે. પરંતુ આ તમામ માહિતિઓ વચ્ચે હાલ એક ઘણી જ ચોકાવનારી માહિતી સામે આવી છે. આ માહિતી બંને કલાકારો ના ફેન્સ ને જટકો પહોચાડે તેમ છે.

જણાવી દઈએ કે વિકી કૌશલ ની બહેને એ આ બંને કલાકારો ના લગ્નની વાત ને ખરીજ કરી દીધી છે. અને તેને અફવા ગણાવી છે. તમને જાણીને નવાઈ લાગશે પણ મળતી માહિતી મુજબ વિકી કૌશલની પિતરાઈ બહેન કે જેમનું નામ ડૉ. ઉપાસના વોહરા છે તેમણે વિકી અને કેટરીના ના લગ્નનો સ્પષ્ટ ઇન્કાર કર્યો છે. અને તેમણે આ વાત ને મીડિયામાં ચાલી રહેલી અફવા ગણાવી છે.

તેમણે વધુ માં જણાવતા કહ્યું કે લગ્ન અંગે ની વાત એ ફક્ત મીડિયામાં ચાલી રહેલ એક અફવા છે. તેમણે કહ્યું કે વિકી કૌશલ અને કેટરીના કેફ ના લગ્ન નથી થવાના. તેમણે એ પણ જણાવ્યું કે બોલિવૂડમાં અવાર – નવાર અફવાઓ આવે છે અને પછી ખબર પડે છે કે તેની પાછળ નો મામલો કંઇક બીજો જ હોઈ છે. તેમણે આ લગ્નની વાત ને માત્ર કામચલાઉ રૂમર જણાવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *