પરિવાર માટે આ અભનેત્રીઓ એ દીધી છે પોતાના કરિયરની કુરબાની, જાણો કઈ કઈ અભનેત્રીઓનો આ યાદીમાં સમાવેશ થાય છે….
વર્તમાન સમયમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સાથો સાથ ટીવી ઇન્ડસ્ટ્રીને પણ દર્શકો ખુબ પસંદ કરી રહ્યા છે. હાલતો ટીવીમાં ઘણા બધા એવા સીરીયલ છે જેને લોકો ખુબ જોવે છે અને પસંદ કરે છે. આ સીરીયલના કલાકારોએ પણ દર્શકોના મનમાં પોતની એક અલગ ઓળખાણ ઉભી કરી દીધી છે. આજે અમે આ પોસ્ટના માધ્યમથી એવી અભિનેત્રીઓ વિશે જણાવા જઈ રહ્યા છીએ જેણે પોતાના પરિવાર માટે થઈને પોતાના કરિયરને કુરબાન કરી દીધું. આવો જાણીએ આ યાદીમાં કઈ કઈ અભિનેત્રીઓ શામેલ છે.
“તારક મેહતા કા…” ના દયા બેન વિશે કયો વ્યક્તિ અપરિચિત હશે, આપણે સૌ કોઈ દયાબેનને જાણીએ જ છીએ. દયાબેન એટલે દિશા વકાનીએ જ્યારથી તારક મેહતા શો શરુ થયો ત્યારથી દયાબેનનું કિરદાર નિભાવતા આવ્યા છે. હાલ પણ દિશા વકાનીને ઘરે ઘરે દયાબેન તરીકે જ ઓળખવામાં આવે છે. આ કીરદારના લોકો ખુબ વખાણ કરે છે એટલું જ નહી આ કિરદારને લીધે જ દિશા વકાનીનું કરિયર સફળ બન્યું છે. તમને જણાવી દઈએ કે ૨૦૧૫માં દિશાએ મયુર પાડીયા સાથે લગ્ન કર્યાં હતા અને તેના પછી તે પ્રેગ્નેન્સીને લીધે આ શોમાંથી મૈટરનીટી લીવ લીધી હતી, પરંતુ તે હજી સુધી શોમાં પરત ફર્યા નથી અને હવે તે શોમાં પાછા ફરે તેની કોઈ આશા પણ નથી દેખાઈ રહી. મીડિયા રીપોર્ટ અનુસાર મયુર પાડીયા નથી ઈચ્છતા કે દિશાએ પરિવાર છોડીને આ શોમાં ફરી પરત જાય.
ટીવી ઇન્ડસ્ટ્રીની મશહુર અભિનેત્રી મોહિની કુમાર સિંહ છેલ્લા ઘણા સમયથી ઘણા બધા ધારાવાહિકોમાં કાર્ય કરતી આવી છે અને પોતાની એક અલગ જ ઓળખાણ ઉભી કરી છે. મોહિનીનું પણ કરિયર ખુબ સારી રીતે ચાલી રહ્યું હતું. તેણે ઉત્તરાખંડના કેબીનેટ મંત્રી સતપાલ મહારાજન દીકરા સુયશ રાવત સાથે લગ્ન કરી લીધા અને તેણે લગ્ન પેહલા જ એલાન કરી દીધું કે તે લગ્ન બાદ અભિનય નહી કરે. મોહિની કુમાર સિંહએ ‘ યે રિશ્તા ક્યાં કેહલાતા હે’ માં કીર્તિ સિંઘાનિયાનું પાત્ર ભજવતી હતી.
અભિનેત્રી અદિતિ શીરવાઈકર પણ ટેલીવિઝનની જાણી માણી અભિનેત્રી છે જેને હાલમાં જ કોરોના લોકડાઉનમાં મોહિત મલિક સાથે લગ્ન કર્યાં હતા, તેણે ઘણા બધા ટીવી શોમાં શાનદાર એક્ટિંગ કરીને નામ ક્માવ્યું છે. હાલતો આ અભિનેત્રીએ ટીવી ઇન્ડસ્ટ્રીને હમેશા માટે અલવિદા કહી ચુકી છે અને તેના પતિ સાથે ખુશખુશાલ રીતે જીવન વિતાવી રહી છે.
આ યાદીમાં મીહિકા વર્માનો પણ સમાવેશ કરવામાં આવે છે, પરંતુ તે છેલ્લા ૫ વર્ષથી ટીવી ઇન્ડસ્ટ્રીથી દુર છે. તમને જણાવી દઈએ કે મીહિકાએ ‘ યે મોહબ્બતે’ માં દિવ્યાંકા ત્રિપાઠીનો રોલ અદા કર્યો હતો અને આ કિરદાર દ્વારા તેણે સારી એવી ઓળખાણ પણ પ્રાપ્ત થઈ હતી. વર્ષ ૨૦૧૬મ તેણે આનંદ કપાઈ સાથે લગ્ન કરી લીધા હતા અને તેણે ટીવી ઇન્ડસ્ટ્રીને હમેશા માટે અલવિદા કરી દીધું હતું, હાલ તે પોતાનું જીવન પોતાના પરિવાર સાથે વિતાવી રહી છે.