પિતાની ગોદમાં બેઠેલી આ બાળકીનું નામ વર્તમાન સમયમાં દેશની સફળ અભિનેત્રીઓની યાદીમાં આવે છે, જાણો આ તસ્વીરમાં રહેલ નાની બાળકી કોણ છે?
મિત્રો આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં કેટલી બધી એવી અભિનેત્રીઓ છે જેને પોતાની સુંદરતા અને અભિનયના દમ પર લોકોના દિલો પર રાજ કરતી હોય છે. આવી અભિનેત્રીમાં દીપિકા પાદુકોણ,અનુષ્કા શર્મા, કેટરીના કેફ જેવી ઘણી બધી અભિનેત્રીઓ છે જેને લોકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવતી હોય છે.
તમને જણાવી દઈએ કે આવી અભિનેત્રીઓએ પોતાના બાળપણની ઘણી બધી એવી તસ્વીરો પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી હોય છે જે આપણે કોઈએ જોયેલી હોતી નથી એવામાં આજે આ લેખના માધ્યમથી અમે આ શેર કરવામાં આવેલ તસ્વીરમાં બતાવેલ બાળકી વિશે જણાવા જઈ રહ્યા છીએ. શું તમે જાણો છો આ બાળકી કોણ છે? નહી, તો આ બાળકી બીજું કોઈ નહી પણ હાલના સમયની બોલીવુડની દિગ્ગજ અભિનેત્રી અનુષ્કા શર્મા છે.
અનુષ્કા શર્માએ પોતાના ફિલ્મી કરિયરમાં ઘણી એવી દમદાર ફિલ્મો કરી છે જેના લીધે તેની એક ઓળખ બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં બની છે, એટલું જ નહી તેણે સલમાન ખાન,શાહરુખ ખાન અને આમીર ખાન જેવા બોલીવુડના દિગ્ગજ અભિનેતાઓ સાથે કામ કરી ચુકી છે. આ અભિનેત્રીએ બોલીવુડ ઇન્ડસ્ટ્રીને ઘણી એવી સફળ ફિલ્મો આપી છે જેના લીધે આ અભિનેત્રી લોકપ્રિય બની ગઈ હતી.
તમને જણાવી દઈએ કે અનુષ્કા શર્માએ વિરાટ કોહલી સાથે લગ્ન કર્યાં હતા ત્યારબાદ તેઓ એક બાળકીના માતા પિતા બન્યા હતા જેનું નામ બંનેએ વામિકા રાખ્યું છે, હાલતો તેનો ચેહરો કોઈને બતાવામાં આવ્યો નથી, પણ થોડા સમયમાં જ તે તેનો ચેહરો બતાવશે તેવી અટકળો ચાહકો દ્વારા લગાવામાં આવી રહી છે.
શેર કરવામાં આ તસ્વીરની વાત કરવામાં આવે તો આ તસ્વીરએ અભિનેત્રીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી હતી જેમાં તેના પિતા તેની સાથે દેખાઈ રહ્યા છે. વાયરલ થઈ રહેલી આ તસ્વીર લોકોને ખુબ પસંદ આવી રહી છે. આપણે જાણીજ છીએ કે અનુષ્કા શર્માએ બોલીવુડના ખાન ત્રિપુટી સાથે કાર્ય કરી ચુકેલી છે. અનુષ્કા શર્માએ પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત ‘રબને બના દી જોડી’ ફિલ્મથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.