‘તારક મેહતા’ શોના કોમલ ભાભી હતા એટલા સુંદર અને પાતળા કે તેને તમે ઓળખી પણ નહી શકો, જુવો તસ્વીરો
ટેલીવિઝન ઇન્ડસ્ટ્રીમાં છેલ્લા એક દશકથી લોકોના દિલો પર રાજ કરતો શો ‘તારક મેહતા ક ઉલ્ટા ચશ્માં’ થી સૌ કોઈ પરિચિત જ છીએ. મિત્રો તમને જણાવી દઈએ કે આ શોના હાલના સમયમાં લાખો લોકો ફેંસ છે એટલું જ નહી આ શોએ ટીઆરપીના મામલામાં પણ ટોપમાં આવે છે. આ શોમાં મુખ્ય પાત્ર જેઠાલાલ એટલે કે દિલીપ જોશી ભજવે છે.
મિત્રો તમને જણાવી દઈએ કે આ શોમાં તમામ પાત્રોને એક સરખું જ મહત્વ આપવામાં આવે છે, આ શોના તમામ કલાકારોને લોકો દ્વારા ખુબ પ્રેમ આપવામાં આવે છે. આજે આ લેખના માધ્યમથી આજે અમે એક એવા પાત્ર વિશેની એક એવી વાત જણાવા જઈ રહ્યા છીએ જેના વિશે તમને જાણ નહી હોય. આ પાત્ર બીજું કોઈ નહી પણ કોમલ ભાભીનું પાત્ર ભજવનાર અંબિકા રંજકર વિશે જણાવા જઈ રહ્યા છીએ.
તમને જણાવી દઈએ કે કોમલ ભાભી એટલે કે અંબિકા રંજનકર શોમાં સૌને હેલ્ધી અને પોતાના આવા શરીર બધાને દીવાના બનાવતી આવી છે. આજે અમે આ અભિનેત્રીને અમુક એવી તસ્વીરો બતાવવાના છીએ જે તમે પેહલા કોઈ દિવસ નહી જોઈ હોય. અંબિકા રંજનકરને શોમાં ડોક્ટર હાથીની પત્ની કોમલ હાથીના નામથી પણ ઓળખવામાં આવે છે.
View this post on Instagram
આ અભિનેત્રી પોતાના કોલેજના દિવસોમાં ખુબ પાતળી અને હેલ્ધી રહી હતી પણ હવે એવું રહ્યું નથી. આ વાત ખુબ અભિનેત્રીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કર્યું હતું. આ શેર કરવામાં આવેલ તસ્વીરો દ્વારા કોમલ ભાભીને ઓળખવામાં ખુબ મુશ્કેલી થઈ હતી. અમુક લોકોને તો આ તસ્વીરો જોઇને આશ્ચર્ય પામ્યા હતા કે શું આ કોમલ ભાભી જ છે?
તે સમયે અંબિકાએ સલવાર કમીઝ પેહર્યું હતું જેમાં તે ખુબ સુંદર લાગી રહ્યા હતા. આ તસ્વીરની વાત કરવામાં આવે તો આ ફોટોએ હાલના સમયમાં સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે એટલું જ નહી લોકો દ્વારા આ તસ્વીરને ખુબ પ્રેમ આપવામાં આવી રહ્યો છે, એટલું જ નહી આ તસ્વીરમાં ચાહકો દ્વારા પોત પોતાની પ્રતિક્રિયા પણ આપવામાં આવી રહી છે.
આ તસ્વીરને શેર કરવાની સાથો સાથ અંબિકાએ એક સુંદર કેપ્શન પણ લખ્યું હતું જેમાં તેણે જણાવ્યું કે ‘ફ્લેશબેક, સીનોનીમ્સ, સ્મુતી અને ઘણી યાદો…જયારે હું મીઠાઈબાઈ કોલજમાં અભ્યાસ કરતી હતી ત્યારની મારી ઘણી બધી યાદો જોડાયલી છે જેમાં મસ્તી,ઈંટરકોલેજીએટ સ્પર્ધા, મિત્રો, રીહ્સ્લ,ઓડીશન, નોટીસ બોર્ડ… હું આ વાતથી ખુબ ખુશ છુ કે આજે આપણે સૌ કોઈ એક બીજા સાથે જોડાયેલા છીએ અને પોતાના જીવનમાં ઘણું બધું કરી રહ્યા છીએ.’