લગ્ન માં દુલહને એવી અનોખી એન્ટ્રી મારી કે વરરાજો પણ પોતાના હોશ ખોઈ બેઠો…. જુવો વિડિયો
ભારતમાં હાલમાં લગ્નની સીઝન ચાલી રહી છે ત્યારે અવાર નવાર લોકો પોતાના ડાન્સ વીડિયો શેર કરતા હોય છે.હાલમાં તો સોશિયલ મીડિયા નો જમાનો ચાલી રહ્યો છે ત્યારે લગ્નને લાગતા વીડિયો બહુ જ મોટા પ્રમાણ માં વાઇરલ થતાં હોય છે જેમાં વરરાજા અને દુલ્હન ની સાથે સાથે મહેમાનો પણ લગ્નની મોજ લઈ લેતા હોય છે.એવામાં વરરાજા અને દુલ્હન ની મંડપ માં થતી એન્ટ્રી દરેક લોકોના દિલને સ્પર્શી જતી હોય છે.હાલમાં જ ઘના એવા વીડિયો વાયરલ થયા હતા જેમાં એક વરરાજો પોતાના પાલતુ કૂતરા સાથે એન્ટ્રી મારી હતી અને એક દુલ્હન ની જાન પણ નીકળી હતી જે વીડિયો સોશીયલ મિડીયા પર બહુ જ ધૂમ મચાવી હતી.
ઘના વીડિયોમાં બંને પક્ષના લોકો ડાન્સ કરી લગ્નનને યાદગાર બનાવતા હોય છે ત્યારે હાલમાં કઈક આવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક દુલ્હન બહુ જ હટકે એન્ટ્રી મારતી નજર આવે છે.જેમાં દુલ્હન ના ભાઈઓ પોતાની બહેનની બહુંજ ધમાકેદાર એન્ટ્રી કરાવતા જોવા મળે છે.આજના વીડિયોમાં દુલ્હન ના ભાઈઓએ પોતાની લાડલી બહેનની એવી અજીબ રીતે એન્ટ્રી કરાવે છે કે જે જોઈ વરરાજો પણ દંગ રહી જાય છે.આપણે ઘણીવાર એરપોર્ટ પર ટ્રોલી પર સામાન લઈને જતા જોયા હશે પરંતુ શું તમે ક્યારેય કોઈ દુલ્હનને તેની ઉપર આવતી જોઈ છે? તમે પણ કહેશો કે આવું થોડી કોઈ એન્ટ્રી મારે?
પરંતુ આ સાચી વાત છે જેમાં તેના ભાઈઓ દુલ્હનને તેના રૂમમાંથી લગ્ન સ્થળ સુધી લઈ જવા માટે એક ટ્રોલી લાવ્યા અને દુલ્હન પણ ભારે લહેંગા પહેરીને તેના પર ઉભી હતી. નવી નવવધૂએ ઇન્સ્ટાગ્રામ પર તેના ભાઈઓનો સામાનની ટ્રોલી પર ઝડપભેર ભાગી જતા વીડિયો પોસ્ટ કર્યો હતો.જે જોઈ દરેક લોકો હક્કા બક્કા રહી ગયા હતા. આ વીડિયોને કેપશન માં લખ્યું હતું કે મારા ભાઈઓ મને હાઈ હિલ્સ અને લહેંગા સાથે મંડપ સુઘી ચાલીને હું થાકી જાવ તે જોવા માંગતા નહોતા.
અને આથી તેઓએ મને ટ્રોલી માં લઇ જવાનું નક્કી કર્યું.પરંતુ મને શું ખબર હતી કે તેઓ મને મંડપ સુઘી પહોચાડી જસે.આ અનુભવ બહુ જ ભયંકર હતો પરંતુ મને પડવા દીધી નહિ.અને મને સાચવી લીઘી હતી. આવી રીતે કોઈ દુલ્હન ની એન્ટ્રી મે કયારેય નહીં જોઈ.જેમાં મને એ વાતની ખુશી છે કે તેઓએ પોતાના મગજ નો ઉપયોગ કર્યો.આ વીડિયો માં દુલ્હન ગુલાબી લહેંગમાં સજ્જ થયેલી જોવા મળે છે.જે ટ્રોલી પર સવાર થઈને બહુ જ અનોખી રીતે એન્ટ્રી મારીને હાજર દરેક લોકોને હેરાન કરી દીધાં છે.
View this post on Instagram