ટીવીની આ 5 સુંદરીઓ ટૂંક સમયમાં અસલ જીવનમાં દુલ્હન બનવા જઈ રહી છે, જાણો ક્યારે કરશે લગ્ન…..
આ લગ્નના સમયગાળામાં મનોરંજન જગતના ઘણા બધા સ્ટારો તેના લગ્નને લઇને ખુબ ચર્ચામાં છે . હાલમાંજ બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં કેટરીના કેફ,વીકી કૌશલ, રાજકુમાર રાવ-પત્રલેખાના લગ્નએ હાલના સમયમાં ખુબ ચર્ચામાં છે. બીજી તરફ ટેલીવીઝનના સ્ટારસ પણ તેના લગ્ન માટે ખુબ ચર્ચામાં છે અને ઘણી અભિનેત્રીઓએ લગ્ન કરવા જઈ રહી છે. એવામાં હવે અમે તમને ટેલીવિઝન ઇન્ડસ્ટ્રીની એવી સુંદર અભિનેત્રી વિશે જણાવા જઈએ છીએ જે થોડા જ માસમાં લગ્નના સબંધમાં જોડાશે.
`ટેલીવિઝન ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી પુનમ પ્રીતનું નામ આ યાદીમાં શુમાર છે અને પુનમ પ્રીતિને લઇ ને જાણવામાં આવ્યું છે કે આ અભિનેત્રીએ આ વર્ષે ૨૬ નવેમ્બરમાં પોતાના બોયફ્રેન્ડ સંજય ગગાની સાથે લગ્નનાં સબંધ જોડાશે. તમને જણાવી દઈએ કે પુનમ અને સંજયએ ૧૮મી ફેબ્રુઆરી ૨૦૧૮મ સગાઈ કરી હતી અને હવે તેઓ બને લગ્નના સબંધમાં જોડાશે.
નાના પડદાની મશહુર અને સુંદર અભિનેત્રી અંકિતા લોખંડે આ જ લગ્ન સીઝનમાં જ લગ્ન કરવાની છે. માહિતી અનુસાર અંકિતાએ ડીસેમ્બર માસમાં પોતાના બોયફ્રેન્ડ વિક્કી જૈન સાથે લગ્નના સબંધમાં જોડાવાની છે જેની ચર્ચાએ ખુબ જોર શોર થી થઈ રહી છે. અંકિતા લોખંડે અને વિક્કી જૈનએ છેલ્લા ઘણા સમયથી ડેટ કરી રહ્યા છે અને તેઓ પોતાની સોશિયલ મીડિયા પ્રોફાઇલમાં તેઓ બંનેની તસ્વીરો શેયર કરી રહ્યા છે.
ટીવી ઇન્ડસ્ટ્રીની ખુબ મશહુર અને જાણી માણી અભિનેત્રી શ્રદ્ધા આર્યાને લઇને એવી ખબરો સામે આવી રહી છે કે શ્રદ્ધા આ વર્ષમાંજ લગ્નના સબંધ માં જોડવાની છે. મીડિયાના રીપોર્ટ મુજબ શ્રદ્ધાએ નેવીમાં કાર્યરત વ્યક્તિ સાથે સાત ફેરા લેવાની છે અને તે આની પેહલા આલમ સિંહ મક્કડની સાથે પ્રેમ સબંધમાં હતી.
નાના પડદાથી બોલીવુડ ઇન્ડસ્ટ્રી સુધી પોતાની સુંદરતાનો અને અભિનયનો જાદુ ચલાવનાર જાણી માણી અદાકાર મોની રોય પણ આ દિવસોમાં પોતાના લગ્નને લઇને ખુબ ચર્ચામાં રહી છે. અભિનેત્રી મોની રોયનું નામએ લાંબા સમય સુધી સુરજ નાંબિયાર સાથે જોડાયેલું રહે છે જે તેનો બોયફ્રેન્ડ છે. મીડિયા રીપોર્ટ અનુસાર સુરજ અને મોનીએ નવું વર્ષ એટલે કે ૨૦૨૨માં જાન્યુઆરી મહિનામાં લગ્ન કરવાના છે.
ટેલીવિઝન ઇન્ડસ્ટ્રીમાં ગોપી વહુના નામથી ઘર ઘરમાં પ્રખ્યાત એવી દેવોલીના ભટ્ટાચાર્યનું નામ પણ આ યાદીમાં શુમાર છે. દેવોલીના ભટ્ટાચાર્યએ પોતાના રિલેશન વિશે બીગબોસ સિસન ૧૪માં પોતાના રિલેશન વિશે ખુલાસો કરતા જણાવ્યું હતું કે તે ૨૦૨૨મ લગ્ન કરવાની છે. તે પોતાના બોયફ્રેન્ડ વિશે જણાવે છે કે તેનો બોયફ્રેન્ડ કોઈ ઇન્ડસ્ટ્રી સાથે કોઈ સબંધ ધરાવતો નથી અને તે સાદગી ભર્યું જીવન જીવવાનું પસંદ કરે છે.