કંગના રનૌત એક સમયે રસ્તાઓ પર રાત વિતાવી ચુકી છે, આજે છે તે કરોડોની સંપતીની માલિક, જુઓ તેની સફળતાની કહાની….
બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધા એવા અભિનેતા અને એવી અભિનેત્રી છે જે પોતે ખુબ મેહનત કરીને પોતાની છાપએ દર્શકોના મનમાં ઉભી કરી છે. કંગનાએ પોતાના સ્પષ્ટવક્તા નિવેદનો માટે થઈને ખુબ જ પ્રખ્યાત છે, કંગનાએ અત્યારે બોલીવુડની સોંથી મોંઘી અભિનેત્રીઓ માની એક છે.
કંગનાએ એવી અભિનેત્રી છે જે બધી બાબત પર ખુલ્લીને વાત કરવાનું પસંદ કરે છે. કંગનાએ થોડા સમય પેહલા જ તે પોતાના એક નિવેદનને લીધે વિવાદમાં આવી હતી. તે પોતાના વિચારએ ખુલ્લે આમ વ્યક્ત કરે છે તેણે કોઈનો ડર હોતો નથી, કંગનાના આવા અંદાજને કારણે જ બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં તેને ક્વીનનું બિરુદ આપવમાં આવ્યું છે.
તમને જણાવી દઈએ કે જયારે કંગનાએ અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો હતો ત્યારે તેની બોલીવુડ સાથે કોઈ સબંધ હતો નહી. તેમ છતાં પણ તે આજે બોલીવુડ પર રાજ કરે છે. તેણે પોતાની મેહનત અને એક્ટિંગને લીધે તેણે લાખો લોકો ના દિલ જીતી લીધા છે અને તેણે હિન્દી સિનેમાને ઘણી સુપરહિટ ફિલ્મો દીધી છે. હાલ કંગનાના ચાહકો એ લાખોમાં છે, તેના ચાહકો દ્વારા તેની બધી ફિલ્મોને ખુબ પ્રેમ આપવામાં આવે છે.
તમને જણાવી દઈએ કે કંગનાએ તેના ૧૫ વર્ષના કરિયરમાં ઘણા બધા રાષ્ટ્રીય પુરસ્કારો હાંસલ કર્યાં છે. હાલમાં જ તેને ભારત સરકાર દ્વારા પદ્મશ્રીના પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી. એક મીડિયા રીપોર્ટ અનુસાર લગભગ તેની સંપતી ૯૭ કરોડની હોવાની જાણવા મળ્યું છે. તે એક ફિલ્મ કરવા માટે ૧૦ થી ૧૧ કરોડ રૂપિયા ફી વસુલ કરે છે.