તારક મેહતા શોના “બાઘા” પેહલા ૪ હજારના પગારમાં બેંકમાં નોકરી કરતો , હવે તે શો દ્વારા લાખો રૂપિયા કમાઈ રહ્યો છે
હાલના સમયમાં ટેલીવિઝન પર ઘણા બધા શો પ્રસારિત કરવામાં આવી રહ્યા છે જેમાંથી તારક મેહતા કા ઉલ્ટા ચશ્માં શોએ આ દિવસોમાં દર્શકોનો ખુબ ચહિતો શો બની ચુક્યો છે આ શોની લોકપ્રિયતા ખુબ વધતી જઈ રહી છે. છેલ્લા ૧૩ વર્ષથી આ શોએ લોકોને મનરંજન પુરુ પાડી રહ્યો છે. તમને જણાવી દઈએ કે આ કોમેડી શોની સાથો સાથ લોકોએ તેમા કાર્ય કરતા બધા કીરદારોને પણ ખુબ પસંદ કરી રહ્યા છે,
તેમાંથી આજે અમે તમને તારક મેહતા કા ઉલ્ટા ચશ્માં શોના એવા મજેદાર કિરદાર વિશે જણાવા જઈ રહ્યા છીએ જેના વિશે તમે પેહલાથી નહી જાણતા હોવ. મિત્રો અમે જે કિરદાર વિશે જણાવા જઈ રહ્યા છીએ તેનું નામ ‘બાઘા’ છે, તે પોતાની અજીબો ગરીબ હરકતોને લીધે લોકોને ખુબ મનોરંજ આપે છે અને હસવી દે છે. બાઘાએ પોતાની ચાલવાની સ્ટાઈલ થી લઈને તેની ઉભા રેહવાની રીતએ લોકોને ખુબ પસંદ આવે છે,
એટલું જ નહી બાઘાએ જેઠાલાલને ઘણી બધી મુશ્કેલીઓ થી પણ બચાવે છે. હાલતો હવે નટુકાકાએ આ દુનિયામ નથી રહ્યા પરંતુ નટુકાકા અને બાઘાની જોડીને દર્શકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવતી હતી અને હજી પણ એટલી જ પસંદ કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે બાઘાનું વાસ્તવિક નામએ તન્મય વેકરીયા છે.
શોમાં તન્મયની એન્ટ્રીએ ખુબ નાના સામાન્ય રોલ દ્વારા થઈ હતી પરંતુ તેના એક્ટિંગનો અંદાજ અને તેની મેહનત જોઈને શોના મેકર્સએ તેને બાઘાનો ખુબ જ મહત્વનો રોલ આપ્યો હતો અને તન્મય વેકરીયાએ આ રોલને ખુબ સારી રીતે નિભાવ્યો પણ ખરી. હાલના સમયમાં આ રોલને ઘરે ઘરે મશહુર થઈ ચુક્યો છે અને આ શોના લીધે જ તે તન્મયએ આજે લાખો રૂપિયા કમાઈ રહ્યો છે.
તમને જો તન્મયના અંગત જીવન વિશે જણવીએ તો તેણે ટેલીવિઝન ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યાં પેહલા તે એક પ્રાઈવેટ બેંકમાં માર્કેટિંગ એક્જ્યુકેટીવ તરીકે કાર્ય કરતો હતો અને મીડિયા રીપોર્ટ અનુસાર તે સમયે તન્મયને મહિનાના ફક્ત ૪૦૦૦ રૂપિયા પગાર આપવામાં આવતો હતો. તન્મયને બાળપણથી જ એક્ટિંગ કરવાનો ખુબ શોખ હતો, એટલું જ નહી તેના પિતા અરવિંદ વેકરીયાએ ગુજરાતી સિનેમાના મશહુર અભિનેતા હતા. પોતાના પિતાનું એક્ટિંગ જગતમાં નામ કમાતું જોઈને તન્મયને પણ એક્ટિંગ કરવામાં ખુબ દિલચસ્પી જાગી હતી. હાલના સમયમાં તન્મયને એક એપિસોડના ૨૨ હજાર રૂપિયા આપવામાં આવી રહ્યા છે. એક સમય હતો જ્યારે તન્મયએ ફક્ત ૪ હજાર રૂપિયા કમાતો હતો પણ હવે તે લાખો રૂપિયા કમાઈ રહ્યા છે.