જો તમને વારંવાર શ્વાસ લેવામાં તકલીફ થાય છે તો આ સમસ્યાને હલકામાં ના લેવી, થઈ શકે છે જીવલેણ બીમારીઓ

Spread the love

આજના સમયમાં લોકોનું શેડ્યુલ એ ખુબ વધુ પડતું વ્યસ્ત થઈ ચુક્યાં છે આથી આપણને ઘણી બધી બીમારીઓ થવા પામે છે, આથી આપણે આપણા સ્વાસ્થ્યની જાળવણી કરવી ખુબ જરૂરી છે. ફક્ત વ્યસ્ત લોકો જ નહી પણ આજના સમયમાં નાની ઉમરના બાળકોને આવી સમસ્યાઓ જોવ મળતી હોય છે. આ સમયમાં ઘણા એવા બાળકો છે જે થોડો શર્રીરિક શ્રમ કરે તો તેને શ્વાસ ચડવા લાગે છે. આ વાતએ સાબિત કરે છે કે શ્વસન તંત્રમાં કઈક ખામી છે અને તમારા માં નબળાઈ આવતી રહી છે.

તમને જણાવી દઈએ કે જ્યારે તમે થોડુક શારીરિક શ્રમ કર્યાં બાદ જો તમને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે ત્યારે તમે તમારી શ્વાસ લેવાની પ્રક્રિયા ઝડપી બની જતી હોય છે, આવી સ્થિતએ કોઈ પણ વ્યક્તિ માટે ખુબ મુશ્કેલીઓ ઉભી કરતો હોય છે. અમુક લોકોને આવી તકલીફએ ખુબ ઓછા સમય માટે હોય છે જયારે અમુક લોકોને આવી તકલીફ લાંબા સમય સુધી રેહતી હોય છે, અમુક લોકોને શ્વાસ લેવા માટે ઘણા બધા પ્રયાસ કરવા પડતા હોય છે કારણ કે તેની છાતીમાં વાયુએ રોકાયેલ હોય છે આથી તે ઓક્સીજન લઈ શકતા નથી.

આપણે સૌ કોઈ મોઢા અને નાકથી શ્વાસ લેતા હોઈએ છીએ, જે વાયુમાર્ગ દ્વારા શરીરમાં પ્રવેશ કરતો હોય છે. આ વાયુએ લોહી સાથે મળીને આપણને જીવિત રાખવાનું કાર્ય કરે છે. વાયુમાર્ગ અને શ્વસનતંત્ર એક જટિલ સરચના ધરાવે છે. જો કોઈ કારણોને લીધે શ્વસનતંત્રમાં કોઈ બાધા આવે તો તેમાંથી શ્વાસ ફૂલવાની સમસ્યા ઉભી થતી હોય છે. શ્વાસ ફૂલવાને કારણે ટ્યુમર અને દિલની સમસ્યાઓ થતી હોય છે.

જો તમારે આ સમસ્યાથી દુર રેહવું હોય તો આ બાબતોનું તમારે ખાસ ધ્યાન રાખવું. સૌ પ્રથમતો તમારે પોતાની જીવન શૈલી સુધારવી એટલું જ નહી પણ નિયમિત રીતે યોગ પ્રાણાયમ કરવા જેનાથી શરીરની માસ પેશીઓ અને ફેફડાએ મજબુત બને છે, તમારે સ્વાદિષ્ટ અને સંતુલિત ખોરાક લેવો જેનાથી અંદરથી મજબુતી મળે અને શ્વસનતંત્ર પર સારું રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *