સુકમા CRPF ગોળીબાર : છઠ્ઠ પર આવવાની રાહ જોતા પરિવારને મળ્યા મોતના સમાચાર, ગામમાં શોકનો માહોલ
તમે વારંવાર જોયેલું હશે કે જવાનોએ પોતાનો જીવએ દુશમન સામે લડવામાં ગુમાવે છે. પરંતુ અહી એક અલગ જ ઘટના બની છે. આ ઘટનાએ છતીસગઢના સુકમામાં બનેલી છે. અહી CRPF કેમ્પમાં એક જવાને ગોળીબારી કરી જેમાં બિહારના ત્રણ વીર જવાનો શહીદ થયા. અહી રવિવારે એક જવાને મોડી રાત્રે એકે-૪૭ થી ફાયરીંગ કર્યું હતું જેમાં ત્રણ જવાનોનું મોત નીપજ્યું હતું.
આ ઘટનામાં શહીદ થયેલા જવાનનું નામ ધમેન્દ્ર સિંહ, નુંઆવ ક્ષેત્રના એવતી ગામના રેહવાસી મહેન્દ્ર સિંહના પુત્ર ધનજી અને રાજમણી કુમમાં યાદવ હતા. ધનજીએ ૧૧ નવેમ્બરએ પોતાની રજામાં આવવાના હતા જયારે ધર્મેન્દ્ર સિંહએ છઠ્ઠની રજામાં આવવાના હતા. તેના આવ્યા પેહલા જ ધર્મેન્દ્રની પત્ની અને તેનો બાળક ગામમાં પોહચી ગયા હતા પરંતુ ત્યાં ધર્મેન્દ્ર નહી પણ તેના મોતના સમાચાર પોહચ્યા.
ધર્મેન્દ્રના મોતની ખબર સાભળીને પુરા ગામમાં શોકનુ મોજું ફરી વળ્યું હતું. છઠ્ઠના તેહવારનો ઉત્સાહ એ માતમમાં બદલાય ગયો. સ્વભાવિક છે કે જયારે આપણે આપણું કોઈક મૂકીને જાય ત્યારે કેટલું દુઃખ થાય. ધર્મેન્દ્રની પત્ની,તેના બાળકો અને તેના પરિવાર જનો આ સમાચાર સાંભળીને રોય રોયને ખરાબ હાલત થય ગઈ હતી. ધર્મેન્દ્રના સગા સબંધીઓએ જણાવ્યું કે”ધર્મેન્દ્રની પત્ની સવિતાએ બે દીકરી અને એક દીકરાના અભ્યાસ માટે સાસારામમાં રેહતી હતી. સોમવાર સવારે જયારે તે ગામએ પોહચી ત્યારે CRPF કેમ્પથી મુર્ત્યુંની જાણ કરતો ફોન આવ્યો.
દશેરામાં ધર્મેન્દ્રએ ઘરે આવ્યોતો તેણે તેના બાળકોને છઠ્ઠ પર પાછુ આવવાનું પ્રોમિસ પણ કર્યું હતું. બાળકોએ બે દિવસથી ગામમાં જવા માટે ખુબ ઉત્સાહિત હતા તેઓને હતું કે તેમના પિતાએ આવી રહ્યા છે પણ કિસ્મતએ કઈક જુદુ જ કર્યું. તેઓમ પિતા નહી પણ તેના મોતની ખબર આવી.
આ કેમ્પમાં શહીદ થનાર બીજો વ્યક્તિએ ધનજી હતો. તે મૂળ કૈમુરના વતની હતા. તે ૧૧ તારીખે ઘર પોહચવાના હતા. તેઓના પરિવાર જનોને દુઃખ હતું કે તે છઠ્ઠમાં નથી આવી રહ્યા પણ તેણે તે વાતની ખુશ પણ હતા કે તેઓ છઠ્ઠ પછી ઘરે આવી રહ્યા છે. પણ હવે ધનજીના મૃત્યુની ખબર તેના પરિવારને ખબર પડી ગઈ હતી આથી તેઓની હાલત ખુબ ખરાબ થય હતી. ધનજી સિંહના લગ્ન ૨૦૧૪માં રૂપા નામની યુવતી સાથે થયા હતા. ધનજીને બે બાળકો પણ છે. આ ઘટના બાદ ધનજીની પત્ની અને તેના બાળકો રડી રડી ને ખરાબ હાલત બનાવી લીધી હતી.
તમને જણાવી દઈએ કે સુકમાના CRPF કેમ્પમાં એક જવાને અંધાધુંધ ફાયરીંગ ર્યું હતું. જેમાં ૪ જવાનો શહીદ થયા હતા અને ૩ જવાનોની હાલત ખુબ ગંભીર હતી. ફાયર કરવા વાળા જવાનનું નામ રીતેશ કુમાર હતું જે જહાનાબાદના વેના ગામના વતની હતા. રવિવાર રાત્રે કોઈ વિવાદને કારણે તેના સાથીયો પર જ ફાયરીંગ કર્યું હતું. રીતેશ વિશે કેહવામાં આવે છે કે ૨૦૧૨માં તેઓ એ નોકરી મુકીને ઘરે આવી ગયા હતા અને ૧૦ માસ સુધી તેઓ પાછા ગયા ન હતા. પરિવારના સદસ્યોની સમજાવટને બાદ તે પાછા ડ્યુટી પર પરત ફર્યા હતા.