“ટપ્પુ” નહિ પણ કોની કોની સાથે ડેટ પર જવા ઈચ્છે છે બબીતાજી , નામ સાંભળીને જેઠાલાલ થઈ જશે દંગ.
હાલમાં તારક મેહતા કા ઉલટા ચશ્માં એક મનોરંજન પૂરો પડતો શો છે . આ શો એ નાના બાળકો,જુવાન લોકો અને વડીલો પણ જોવાનું ખુબ પસંદ કરે છે. આ એક કોમેડી શો છે જે ૧૩ વર્ષથી દર્શકોને મનોરંજન પૂરું પાડે છે. અત્યારે આ શો એ દર્શકોની પેહલી પસંદ બની ચુકી છે. આ શો ના બધા કલાકારો પોતાની ખાસા ફેન ફોલોવિંગ માટે જાણીતા છે . આમ તો આ શો ના બધા કલાકારો લોકોને ખુબ પસંદ આવે છે પણ જ્યારે વાત બબિતાજીની કરવામાં આવેતો તેના વિશે તો શું જ કેહવું?
આ શો ની કલાકાર બબીતાજી એટલે કે મુનમુન દત્તા પોતાની એક્ટિંગ અને પોતાની ખુબસુરતી થી દર્શકોને આકર્ષે છે. તે ઘણી વાર પોતાની સુંદરતાને લીધે સોશિયલ મીડિયામાં ચર્ચા માં રેહતી હોય છે. ગયા થોડા દીવસમાં “ટપ્પુ” નું પાત્ર ભજવનાર રાજ અનાદકટ સાથે અફેર ની ખબરોને લઇને મુનમુન દત્તાએ સોશિયલ મીડિયામાં ખુબ ચર્ચામાં રહી હતી. આ વાતને લીધે રાજ અને મુનમુન દત્તાને સોશિયલ મીડિયામાં ખુબ ટ્રોલ પણ કરવામાં આવતા હતા. ત્યાં જ તે મુનમુન દત્તાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ ઝડપથી વાયરલ થય રહ્યો હતો જેમાં તે જણાવે છે કે તે એક નહિ પરંતુ ત્રણ ત્રણ વ્યક્તિ સાથે ડેટ પર જવાની ઈચ્છા ધરાવે છે તેવી વાત કરતી નજરે પડે છે.
મુનમુન દત્તાનો વાયરલ થય રહેલો આ વિડીયો એ તેના એક ફેન પેજ પર શેયર કરવામાં આવ્યો હતો. આ વિડીયોમાં જોઈ શકો છે કે આ વિડીયોએ એક ફંકશનનો છે. જેમાં તેની સાથે દયાબેન એટલે કે દિશા વકાની નજરે આવી રહ્યા છે. જયારે એક રીપોર્ટરે મુનમુન દત્તાને સવાલ પૂછ્યો કે તમે કોની સાથે ડેટ પર જવાનું પસંદ કરશો. ત્યારે મુનમુનએ હસતા હસતા જવાબ આપતા જણાવ્યું કે તે ત્રણ લોકો સાથે ડેટ પર જવાની ઈચ્છા ધરાવે છે. મુનમુનએ સિદ્ધાર્થ મલ્હોત્રા , વરુણ ધવન અને રણબીર કપૂર આ ત્રણ સુપરસ્ટાર સાથે મુનમુનએ ડેટ પર જવાની ઈચ્છા વ્યક્ત કરી. આ વિડીયોને સોશીયલ મીડિયામાં તેના ફેંસ દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે મુનમુનએ સોશિયલ મીડિયામાં ખુબ એક્ટીવ હોય છે. તે ચાલી રહેલા ટ્રેન્ડને ફોલો કરે છે અને તેના પર વિડીયો પણ બનાવે છે. મુનમુન દત્તાએ પોતાના instagram અકાઉન્ટ પર એક વિડીયો શેયર કર્યો હતો જેમાં તે તેના પાર્ટનર સાથે મુલાકાત કરાવે છે જે મુનમુન સાથે ખુબ આરામથી રેહતો હોઇય તેવું દેખાય આવે છે. આ વિડીયો એક ટ્રેન્ડીંગ રીલ્સ છે. વિડીયોમાં તમે જોઈ શકો છો કે એક લિલ્લા રંગનો માણસએ મુનમુનને પાછળ થી આવીને ગળે લગાવે છે તેવું વિડીયોમાં ધ્યાને પડે છે. આ વિડીયોમાં અમુક અમુક જગ્યાએ તો એની સાથે કમ્ફટેબલ રહે છે જયારે અમુક જગ્યાએ તે એનાથી પરેશાન હોય છે તેવું જોવા મળે છે. આ વિડીયો પોસ્ટ કરતી વખતે કેપ્શનમાં લખે છે કે ‘ અંતે મે આ ટ્રેન્ડ પોતાના પાર્ટનર સાથે કરી જ લીધો’. મુનમુન દત્તાના આ ફની વિડીયોએ તેના ફેંસ દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે.