દુલ્હાના મિત્રોએ તેની દુલ્હન સાથે કર્યું એવું કે જેને તમે જોઈને હસવું નહિ રોકી શકો. જુઓ વિડીયો…

Spread the love

હવે લગ્ન સીઝનની શરુઆત થવા પર છે ત્યારે સોશિયલ મીડિયામાં ઘણા બધા લગ્નને લગતા વિડીયોસ વાયરલ થઈ રહ્યા છે. જેને તમે જોઈને આશ્ચર્યચકિત થઈ. લગ્નના પ્રસંગમાં જ્યાં સુધી મજાક મસ્તી ન હોય ત્યાં સુધી લગ્નએ અધૂરા અધૂરા લાગે છે. લગ્નમાં મુખ્યત્વે આવા મજાક મસ્તીએ એ દુલ્હાના મિત્રો કે દુલ્હનની સખીઓ જ કરતી હોય છે. આજના દિવસોમાં સ્ટેજ પર જઈને દુલ્હા અને દુલ્હન સાથે મજાક મસ્તી કરવાનો એક ટ્રેન્ડ બની ગયો છે. અમુક વાર તો લોકો દુલ્હા-દુલ્હનને એવી ભેટ આપે છે કે જેને તમે જોઈને હસવું ના રોકી શકો. તમે ઘણા બધા આવા લગ્નને લગતા વિડીયો સોશિયલ મીડિયામાં જોયા હશે.

તો આજે પણ અમે તમને એક એવો જ વિડીયો બતાવા જઈ રહ્યા છીએ. હાલમાં સોશિયલ મીડિયા પર દુલ્હાના મસ્તીખોર મિત્રોનો એક વિડીયો ખુબ વાયરલ થય રહ્યો છે. જેમાં તમે જોઈ શકો છો કે દુલ્હો અને દુલ્હનએ સ્ટેજ પર ઉભા રહીને પોતાના લગ્નનો આંનદ માણી રહ્યા હોય છે. લગ્નમાં આવેલા મેહમાનો એક એક કરતા દુલ્હા-દુલ્હનને લગ્નની શુભેચ્છા પાઠવા જાય છે. પછી જ દુલ્હાના મિત્રોનો વારો આવે છે.

દુલ્હાના મિત્રો જ્યારે શુભેચ્છા પાઠવા જાય છે ત્યારે તેઓને એક મસ્તી સુજે છે તેઓ ગુલદસ્તો લઇ અને નાચતા નાચતા નાચતા સ્ટેજ પર પોહચે છે જે જોયને હાજર રહેલા મેહમાનો હસવાનું રોકી શકતા નથી. દુલ્હાના મિત્રોએ દુલ્હનને સરપ્રાઈઝ દેવા માંગતા હતા. તેઓની આવી હરકતો જોઈને દુલ્હાને ખબર પડે છે કે તેવો કાઇક સરપ્રાઈઝ આપવાના છે અને તે હસવા લાગે છે પણ હજી સુધી દુલ્હનને જરાય ખબર નથી હોતી કે તેવો શું કરવાના છે. તરત જ દુલ્હાના મિત્રોએ હાથમાં ગુલદસ્તો લઇને દુલ્હન સામે ઘુટને બેઠી જાઈ છે જે જોઈને દુલ્હન ખુબ હસે છે, હજી અહી સરપ્રાઈઝ પૂરું નથી થયું. વીડીયોમાં જોઈ શકાય છે કે દુલ્હાના મિત્રોએ દુલ્હનના પગ પાસે સુય જાય છે જેનાથી દુલ્હનને ગુસ્સો આવે છે પણ બાદમાં હસવા લાગે છે. પછી દુલ્હન તેઓ બધા ને ઊઠવાનું કહે છે.

દુલ્હાના મિત્રોનો આવી મસ્તીખોર વિડીયોએ સોશિયલ મીડયામાં ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે. જે પણ આ વિડીયો જુએ છે તેઓ તેમનું હસવાનું રોકી શકતા નથી. આ વાયરલ થઈ રહેલા વિડીયો પર સોશિયલ મીડિયા યુઝરોએ પોતાની પ્રતિક્રિયાઓ આપી. એક સોશિયલ મીડિયા યુઝર કોમેન્ટમાં લખે છે કે “આવ મિત્રો સાથે હોય તો જીંદગીએ ખુબ સરસ બની જતી હોય છે”.જયારે અન્ય એક યુઝર કહે છે કે ” દુલ્હને જેરીતે આ પરિસ્થિતિને પોહચીવળી તે વખાણને લાયક છે . તે નારાજ ના થય અને મિત્રોની મસ્તીમાં પૂરો સાથ આપ્યો.” આવી ઘણી બધી પ્રતિક્રિયાઓ સોશિયલ મીડ્યાના યુઝરો દ્વારા આપવામાં આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *