કરણ દેઓલ ના મહેંદી સેરેમની ની તસવીરો આવી સામે જ્યાં કરણ દેઓલ અને સની દેઓલ એ પોતાના હાથમાં કઈક આવી મહેંદી ડિઝાઇન કરાવી…. જુવો શું છે ખાસ
બોલિવૂડ એક્ટર સની દેઓલનો પુત્ર કરણ દેઓલ ટૂંક સમયમાં જ તેની મંગેતર દ્રિષા રોય સાથે લગ્ન કરવા તૈયાર છે. તેમના લગ્નની ઉજવણી શરૂ થઈ ગઈ છે અને 15મી જૂન 2023ના રોજ તેમની મહેંદી સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.કરણ દેઓલ અને દ્રિષા રોય ની મહેનદો સેરેમની ની સામે આવી રહેલ તસવીરોમાં આપણે થનાર વરરાજા ની એક જલ્ક જોવા મળી છે. જે યલ્લો કલર ના કુર્તા અને પાયજામા માં હેન્ડસમ લાગી રહ્યા છે. તેઓએ પોતાની કારની અંદર થી જ પેપરજી ને અભિવાદન કરતાં પોતાનો હાથ હલાવ્યો હતો.
આ દરમિયાન તેમના હાથ પરની મહેંદી ની જલક સામે આવી હતી. વાસ્તવમાં તેઓએ પોતાના હાથ પર લાગેલી મહેંદી માં પોતાની થનારી પત્ની દ્રિષા નું નામ લખાવ્યું હતું. ત્યાં જ મહેંદી સેરેમની ની સામે આવેલ તસવીરોમાં થનાર વરરાજા ના પિતા સની દેઓલ ની પણ એક જલક જોવા મળી હતી જેમાં તેઓ પેપરજી નું અભિવાદન કરતાં અને પોજ આપી રહ્યા હતા. આ દરમિયાન તેમના હાથમાં લાગેલ યુનિક મહેંદી ડિજાઈન તમે જોઈ શકો છો. તેમની આ મહેંદી માં ૐ, ઓમકાર , ચાંદ- તારા અને ક્રોસ ના ચીહ્ન બનેલ હતા.


જે દરેક ધર્મ ને પ્રતિ તેમનું સન્માન ને દર્શાવે છે. પહેલા ખબર આવી રહી હતી કે કરણ અને દ્રિષા રોય ના 16 જૂન ના 2023 ના રોજ લગ્ન કરવાના છે, જોકે હવે લેટેસ્ટ મીડિયા રિપોર્ટ અનુસાર કપલ 18 જૂન ના દિવસે લગ્ન ના બંધન માં બંધાશે અને રાત્રે રિસેપશન પાર્ટી હશે. ‘ હિન્દુસ્તાન ટાઈમ્સ ‘ ની એક રિપોર્ટ અનુસાર તમામ કાર્યો ‘તાજ લેન્ડ્સ એન્ડ’ ખાતે યોજવામાં આવશે, પરંતુ હલ્દી સમારોહ તેમના ઘરે યોજવામાં આવ્યો હતો કારણ કે તેઓ લગ્નના વાતાવરણ માટે ઘરે કેટલાક કાર્યો ઇચ્છતા હતા.
દરેક જણ આ દિવસની રાહ જોઈ રહ્યા હતા અને હવે તે આવી ગયો છે, તેઓ એ સુનિશ્ચિત કરવામાં વ્યસ્ત છે કે વ્યવસ્થા સારી રીતે કરવામાં આવી છે જેથી તેઓ તેનો આનંદ માણી શકે.પરિવારના નજીકના સૂત્રએ હિન્દુસ્તાન ટાઈમ્સને પુષ્ટિ આપી કે ધર્મેન્દ્ર તેમના પૌત્ર કરણના લગ્નમાં હાજરી આપશે. સૂત્રએ કહ્યું કે ધર્મેન્દ્ર જી તેમના પૌત્રના લગ્નને ચૂકશે નહીં. આખો દેઓલ પરિવાર ઘણા લાંબા સમય પછી લગ્ન કરી રહ્યો છે

અને આખો પરિવાર તેને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. તે લગ્નમાં દંપતીને આશીર્વાદ આપવા આવશે, પરંતુ તે સ્પષ્ટ નથી કે તે રિસેપ્શન પાર્ટીમાં હશે કે નહીં.તમને જાણકારી માટે જણાવી દઈએ કે દ્રિશા રોય પ્રખ્યાત દિવંગત ફિલ્મ નિર્માતા બિમલ રોયની પૌત્રી છે. તે દુબઈ સ્થિત ટ્રાવેલ એજન્સીમાં મેનેજર તરીકે કામ કરે છે. જ્યારે કરણે ફિલ્મ ‘પલ પલ દિલ કે પાસ’ થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો અને તે આગામી સમયમાં ‘અપને 2’ માં જોવા મળશે.
View this post on Instagram