ફિલ્મ ‘ ગદર ‘ માટે સની દેઓલ કે અમીષા પટેલ નહીં પરંતુ આ કલાકારો ને પહેલા પસંદ કરવામાં આવ્યા હતા….જુવો કોણ છે આ કલાકાર

Spread the love

આમ તો ગદર એક પ્રેમ કથા ફિલ્મ આવ્યા 22 વર્ષ થઈ ગ્યાં છે. આમ છતાં આ ફિલ્મના કલાકારો અને ફિલ્મ ના દરેક ગીતો આજે પણ લોકોના મુખ પર સાંભળવા મળી જતાં હોય છે. આ ફિલ્મને લઈને તે સમયે લોકોમાં એવી દિવાનગી જોવા મળી હતી કે જ્યારે સ્કૂલ માં ફિલ્મી ગીતો નો દૌર બહુ જ સામાન્ય  ગણાતો હતો ત્યારે બાળકો ગ્રૂપ ડાન્સ માં ‘ મે નિકલા ગડ્ડી લેકે’ ગીત પર ડાન્સ કરવામાં આવતો હતો. બર્થડે પાર્ટી થી લઈને તે જમાના ના લગ્ન માં પણ આ ગીત વાગતા જ જાનૈયા લોકો પૂરા જોશમાં આવીને ડાન્સ કરવા લાગી જતાં હતા.

gadar8 648afa22ea8e5

gadar5 648afa7bd17ab

ટ્રક થી લઈને રિક્ષા સુધીના વાહનોમાં આ ગીત વાગતું હતું. IMDb ના અનુસાર ‘ ગદર :એક પ્રેમ કથા ‘ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી ની સૌથી મોટી બ્લોકબસ્તર માની એક હતી. આ ફિલ્મ ની 10 કરોડ ટિકિટો વેચની હતી, દુનિયાભરમાં કોઈ ફિલ્મની આટલી ટિકિટો વેચાની નહોતી. ‘ ગદર ‘ પહેલા આ રેકોર્ડ ‘ શોલે ‘ ના નામે હતો. અમીષા પટેલ એ એક ઇન્ટરવ્યુ માં જણાવ્યુ હતું કે એક એક વ્યક્તિ 15-20 ટિકિટો લેતા હતા. 19 કરોડ ના બજેટવાળી આ ફિલ્મ માં ભારતે 76 કરોડ અને દુનિયાભરમાં 143 કરોડ ની કમાણી કરી હતી.

images 15 2

images 16 2

આ ફિલ્મ હિંદુસ્તાન ના થિયેટરો માં સૌથી વધારે વખત જોવામાં આવેલ ફિલ્મો મણિ એક હતી.તે સમયમાં 5 કરોડ થી વધારે લોકોએ આ ફિલ્મ જોઈ હતી આ ફિલ્મ ભારતમાં કુલ 350 સ્ક્રીન્સ પર રિલિજ કરવામાં આવી હતી. ‘ તારાસિંહ’ સની દેઓલ ના કરિયર ના સૌથી સારા કિરદારો માનો એક છે. એ જમાનામાં બહુ બધા લોકો આ નામથી જ ઓળખવા લાગ્યા હતા. તમને જાણકારી માટે જણાવી દઈએ કે અનિલ શર્મા એ ‘ તારા સિંહ’ ના રોલ માટે પહેલા ગોવિંદાને ઓફર કરી હતી પરંતુ ‘ મહારાજા ‘ ફ્લોપ થવાથી નિર્દેશક અનિલ શર્મા એ પોતાનો નિર્ણય બદલી નાખ્યો હતો.

images 19 1images 17 2

ગોવિંદાએ ઓક્ટોબર 1998 માં ફિલ્મ સાઇન કરી હતી બતાવામાં આવી રહ્યું છે કે તેના અને અનિલ શર્મા ની વચ્ચે ક્રિએટિવ ઇશ્યૂ હતા. અનિલ શર્મા અને દેઓલ્સ ની વચ્ચે સબંધ સારા હતા શર્મા એ ધર્મેન્દ્ર ને કહ્યું કે તેઓ સની દેઓલ ને ફિલ્મ ને લઈને વાત કરે. ‘સકીના’નું પાત્ર ભજવવા માટે અમીષા પટેલ પહેલા કાજોલને ઓફર કરવામાં આવ્યું હતું પરંતુ તેની પાસે તારીખો નહોતી. કાજોલે એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે ‘સકીના’નો રોલ તેના માટે નહોતો

images 15 2

gadar4 648afab469e41

અને તેથી તેણે તે કરવાનો ઇનકાર કરી દીધો હતો. સકીનાની માતા શબાનાનું પાત્ર અભિનેત્રી સોની રાઝદાનને ઓફર કરવામાં આવ્યું હતું. વ્યસ્ત શિડ્યુલને કારણે તેણે આ ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી. બાદમાં આ ફિલ્મ ‘લિલેટ દુબે’ દ્વારા કરવામાં આવી હતી.Zee5 પરના એક લેખ અનુસાર ‘ સકીના ‘ના રોલ માટે 500 અભિનેત્રીઓના ઓડિશન લેવામાં આવ્યા હતા, અંતે અમીષાને આ રોલ આપવામાં આવ્યો હતો. આ તેની બીજી ફિલ્મ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *