ન્યુલી વેડિંગ કપલ કરણ અને દ્રિષાની રિસેપ્શન પાર્ટી ની તસવીરો આવી સામે, જ્યાં બંને કપલ કઈક આવા લૂકમાં જોવા મળ્યા… જુવો તસ્વીરો

Spread the love

અભિનેતા સની દેઓલ ના દીકરા કરણ દેઓલ પોતાની લોન્ગ ટાઈમ ગર્લફ્રેન્ડ દ્રિષા આચાર્ય ની સાથે લગ્ન ના બંધનમાં બંધાઈને પોતાના જીવન ની નવી જર્ની શરુ કરવા જય રહયા છે. 18 જૂન 2023 ની સવારે કરણ અને દ્રિષા આચાર્ય એ એક પારંપરિક હિન્દૂ રીત રસમો મુજબ લગ્ન કરીને સાત ફેરા લીધા છે. જેના પછી તે સાંજે જ દેઓલ પરિવાર એ પોતાના મિત્રો અને પરિવાર ની માટે એક રિસેપશન પાર્ટી નું આયોજન કર્યું.

જેમાં બૉલીવુડ ના ઘણા દિગ્ગ્જ સિતારાઓ શામિલ થયા હતા. 18 જૂન 2023 ની સાંજે અમે કરણ દેઓલ અને તેમની પત્ની દ્રિષા આચાર્ય ના રિસેપશન ની પહેલી જલકો જોઈ હતી. જેમાં સામે આવેલ એક વિડીયો માં દ્રિષા આચાર્ય પોતાના પતિ કરણ દેઓલ ના હાથમાં હાથ નાખી સ્ટેજ તરફ જતી નજર આવી રહી હતી. ત્યાં જ તેમને પોતાના રિસેપશન સ્થળની બહાર ઉભા રહીને તસવીરો પણ ક્લિક કરાવી હતી.જો કપલ ના રિસેપશન લુકની વાત કરવામાં આવે તો કરણ એક બ્લેક કલર ના ટક્સીડો માં વ્હાઇટ શર્ટ અને એક ટાઈ ની સાથે હેન્ડસમ લાગી રહયા હતા.

બીજી બાજુ તેમની પત્ની દ્રિષા આચાર્ય બેજ કલર ના એમ્બેલિશડ લહેંગા ની સાથે કોર્સેટ ટોપ પહેર્યું હતું. અને એક મેચિંગ દુપટ્ટો પસંદ કર્યો હતો. તેમને પોતાના લુકને મિનિમલ મેકઅપ , એક ઓપન વેવી હેયરડું અને ડાયમંડ જવેલરી સાથે ખુબસુરત નજર આવી હતી. આ સાથે જ કરણ અને દ્રિષા ના રિસેપશન નો એક વિડીયો પણ સામે આવી રહ્યો છે જેમાં બંને સ્ટેજ પર ડાન્સ કરતા નજર આવી રહયા છે.

બંને એ સિંગર સોનુ નિગમ ના પરફોર્મન્સ સોન્ગ ‘ યે દોસ્તી હમ નહિ છોડેંગે ‘ પર ધમાલ મચાવી દીધો હતો. આ દરમિયાન મંચ પર સની દેઓલ, બોબી દેઓલ અને તેની પત્ની તાન્યા તથા દીકરા આર્યમન પણ નજર આવ્યા હતા. આ વીડિયોના અંતમાં કરણ તેમની પત્ની ને કિસ કરતા નજર આવી રહ્યા છે. લગ્ન ના દિવસે કરણ વ્હાઇટ બંધગળા સૂટ અને મેચિંગ પાંઘડી માં બહુ જ હેન્ડસમ લાગી રહયા હતા.

ત્યાં જ બીજી બાજુ તેમની પત્ની દ્રિષા આચાર્ય એ એક સુર્ખ લાલ રંગ ના સવ્યસાચી લહેંગા પહેર્યો હતો જેમાં ભારે ભરતકામવાળી પેનલવાળી સ્કર્ટ હતી. ડીપ વી આકાર ગળાના બ્લાઉઝ અને ડબલ દુપટ્ટા સાથે જોડી હતી એક તેના માથા પર પિન કરેલું હતું, જ્યારે બીજું તેના ખભા પર સમજદારીપૂર્વક લટકાવેલું હતું. તેણીએ ચોકર નેકપીસ, ઇયરિંગ્સ અને માંગ ટીક્કા સાથે તેનો દેખાવ પૂર્ણ કર્યો જો કે તેણે પંજાબી ચૂડા અને કલીરે પહેર્યા ન હતા.આમ છતાં દ્રિષા બહુ જ સુંદર લાગી રહી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *