મુકેશ અંબાણીનો પરિવારએ એન્ટીલિયાના 27 માં માળે જ કેમ રહે છે ? તેની પાછળ છે એક રસપ્રદ કારણ….

Spread the love

મુકેશ અંબાણીને ઓળખાણની કોઈ જરૂર નથી તેને ભારત જ નહી પરંતુ તેને પૂરી દુનિયા ઓળખે છે. મુકેશ અંબાણીએ એશિયાનો સોંથી વધુ સંપતી ધરાવતો વ્યક્તિ છે. તમે જાણતા જ હશો કે મુકેશ અંબાણીએ વિશ્વના સોંથી ધનિક વ્યક્તિઓમાં ટોપ ૧૦માં આવે છે. શું તમે જાણો છો તે તેના પરિવાર સાથે ક્યાં રહે છે? તેની કેટલી સંપતી છે? ચાલો આજે તમને એના વિશે જણાવીએ. મુકેશ અંબાણી અને તેનો પરિવારએ દક્ષીણ મુંબઈના અલ્ટ્રામાઊંટ રોડ પર આવેલ એન્ટીલિયા નામના એક આલીશાન મહેલ જેવા બંગલામાં રહે છે.

એન્ટીલિયામાં મુકેશ અંબાણીએ તેની પત્ની નીતા અંબાણી , તેનો દીકરો આકાશ અને તેની પત્ની શ્લોકા મેહતા અને નાનો દીકરો અનંત અંબાણીની સાથે રહે છે. આ બંગલોએ એટલો આલીશાન છે કે તમે જોઈને મંત્રમુગ્ધ થઈ જશો. વિશ્વમાં લંડનના બંકિધમ પેલેસ બાદ આ બંગલોએ બીજો સૌથી મોંઘો બંગલો છે. આ બંગલોની કિંમત અંદાજે દોઢ થી બે કરોડ આંકવામાં આવી છે. વિચારવા જેવી વાત એ છે કે આટલા આલીશાન બંગલામાં મુકેશ અંબાણી અને તેનો પરિવાર ૨૭માં માળે જ કેમ રહે છે ? આની પાછળ બોવ જ રસદાયક કારણ જણાવામાં આવે છે.

બિઝનેસ ઇનસાઇડરના એક એહવાલ મુજબ જયારે નીતા અંબાણીને જ્યારે આ સવાલ પૂછ્યો કે તમે ૨૭માં માળે જ શું કામ રહો છો ? ત્યારે નીતા અંબાણી જવાબમાં કહે છે કે ૨૭માં માળે રેહવા પાછળનું ફક્ત એક કારણ બતાવે છે , જે ” સૂર્યનો પ્રકાશ ” છે. નીતા અંબાણીની ઈચ્છા હતી કે તેના પરિવાર જનોના રૂમમાં સૂર્યએ પોતાનો સૂર્ય પ્રકાશ વિખેરે. આ કારણે નીતા અંબાણીએ ૨૭મ માળ પર રેહવાનું પસંદ કર્યું.

તમને જણાવી દઈએ કે આ ૨૭માં માળની સુરક્ષા ખૂબ રાખવામાં આવે છે. તે માળ પર ફક્ત તેના પરિવાર જનો ને જ જવાની સંમતી છે. અંબાણીનો પરિવાર એ સેલિબ્રિટીથી ઓછો નથી તેઓની સેવા માટે એન્ટીલિયામાં ૬૦૦ લોકો કામ કરે છે. તેઓ આલીશાન જિંદગી જીવી રહ્યા છે.

એન્ટીલિયામાં કામ કરતા બધા લોકોને વ્યાજબી પગાર આપવામાં આવે છે. અંબાણી મેન્શનમાં કામ કરતા લોકોના બાળકોએ અમેરિકામાં પોતાનો અભ્યાસ કરે છે , આ વાત પરથી તો ખબર પડી જ ગઈ હશે કે તેઓને કેટલો પગાર મળતો હશે. બિઝનસ ઇનસાઇડના એહવાલ મુજબ જયારે નીતા અંબાણીને તેના સ્ટાફના પગાર વિશે પૂછવામાં આવ્યું ત્યારે તે જણાવે છે કે અહિ બધા સ્ટાફને તેની કાર્યશમતા અનુસાર તેઓને પગાર આપવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *