આ ૭ બોલીવુડ સ્ટારો છે વાસ્તવિક જીવનમાં ટ્રેડ પાયલટ. જાણો…

Spread the love

બોલીવુડ એક એવી દુનિયા છે જ્યાં મહાન કલાકરો લોકો ના દિલો પર રાજ કરે છે. આવા કલાકરો એ ફક્ત કલાકારી જ નહિ પણ તેવો બીજા ઘણા ક્ષેત્રોમાં આગળ પડતા હોય છે. તેઓમાં ફક્ત એક્ટિંગ નહી પરંતુ ઘણી બધી ખૂબીઓ રહેલી હોય છે. આવી જ રીતે આપણે એ કલાકારો વિશે જાણીએ જે અસલ જીંદગીમાં પ્લેન ઉડાવાનો હુનર ધરાવે છે. તમને ખબર જ હશે કે પ્લેન ઉડાવવુંએ કોઈ સેહલી વાત નથી તે ઉડાવવા માટે ઘણી ટ્રેનીંગ કરવી પડે છે.

પ્લેન ઉડાવાની વાત કરવામાં આવે તો સૌ પ્રથમ સુશાંત સિંહ રાજપૂતનું નામ ધ્યાનમાં આવે છે. સુશાંત સિંહએ દુનિયાને અલવિદા કરી ચુક્યા છે. તેણે પોતાની એક વિડીયોમાં પોતાની પ્લેન ઉડાવવાની કલાને બતાવી હતી. જયારે તેઓ પોતાની ફિલ્મ “ચંદા મામા દુર કે” ની તૈયારી કરી રહ્યા હતા ત્યારે સુશાંતએ પ્લેન ઉડાવતા સીખ્યું હતું.

બોલીવુડના દિગ્ગજ અભિનેતામાના એક એવા શાહિદ કપૂર પણ પ્લેન ઉડાવવાનું હુનર ધરાવે છે. તમને જણાવી દઈએ કે ફિલ્મ મોસમ માટે શાહિદ કપૂરે ફ્લાઈટ કલાસીસ લીધા હતા અને પ્લેન ઉડાવતા શીખ્યા હતા. ફિલ્મ પછી શાહિદએ ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે એકલા પ્લેન ઉડાવી શકે છે.

બોલીવુડના મહાન અભિનેતા અમિતાભ બચ્ચનએ ખુબ જ ઉત્તમ અભિનેતા છે. તે કોઈ પણ ક્ષેત્રોમાં પાછા પડે એમ નથી તેને કોઈ ઓળખાણ ની પણ જરૂર જ નથી. તેને ભારત સહિત વિદેશમાં પણ તે ઓળખીતા છે. અમિતાભ બચ્ચનએ વાયુ સેના માં જવા ઈચ્છતા હતા આથી તેઓએ આ કૌશલ્ય સીખ્યું. તે જણાવે છે કે તેવો મુશ્કેલ પરિસ્થિતિમાં પણ પ્લેન ચલાવી શકે છે અને તેને સુરક્ષિત રીતે ઉતારી શકે છે.

બોલીવુડ અભીનેર્ત્રી અસીને ઇટલીમાં રજાઓ દરમિયાન સી પ્લેન દ્વારા પોતાના ફલાયિંગ નો હુનર બતાવ્યો હતો અને તેનો અનુભવ સોશિયલ મીડિયામાં શેયર પણ કર્યો હતો.

અભિનેત્રી ગુલ પનાગએ પોતાની એક્ટિંગથી બધાને ખુબ પ્રભાવિત કર્યાં છે અને ફરી એક વાર તેણે બધાને આશ્ચર્યચકિત કર્યાં છે. તે હાલમાં એક પેશેવર પાયલટ બની છે. તમને જણાવી દઈએ કે ગુલએ નાનપણથી જ તે પાયલટ બનવાની ઈચ્છા ધરાવતી હતી અને તેણે પોતાના આ સપનાને સાકાર પણ કર્યું.

બોલીવુડના મશહુર અભિનેતા વિવેક ઓબ્રોય પણ પ્લેન ઉડાવવાનું હુનર ધરાવે છે. ફિલ્મ “ક્રીશ ૩” માં તેણે સુપર વિલનની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ માટે તેણે પ્લેન ઉડાવવાનું શીખ્યું હતું. વિવેક ઓબ્રોયને આ કૌશલ આટલુ ગમ્યું કે તે પાયલટ લાયસન્સ પ્રાપ્ત કરવાની યોજના બનાવતા હતા. વિવેકે સેસના વિમાન ઉડાવવાનું શીખ્યું જે ફક્ત બે સીટો વાળું હોય છે.

તમને જણાવી દઈએ કે સોઉથના સુપરસ્ટાર અજીત કુમાર પણ પ્લેનને ઉડાવવાનું જાણે છે. તેને તેના ફેંસએ પ્રેમથી થાલા અજીત નામથી બોલાવે છે. અજીત એક પ્રશિક્ષિત પાયલટ છે. તે હેમેશાં થી એક પાયલટ બનવાની ઈચ્છા ધરાવતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *