માતાના આ મંદિરમાં થયો ચમત્કાર, અચાનક જ મંદીરમાં ઉભરવા લાગ્યા પગના નિશાન, દર્શન માટે થઈ ભક્તોની ભીડ….

Spread the love

ભારત દેશએ એક ધાર્મિકતાથી ભરેલો દેશ છે. અહી ઘણા બધા મંદિરો, સ્થળો છે કે જ્યાંથી તમે દર્શન કરી શકો. ભારતમાં જુદા જુદા સ્થળે જુદા જુદા મંદિરો આવેલા છે જે પોતાની કઈક ને કઈક વિશેષતાને લીધે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. આ મંદિરો પ્રતિ લોકોની ખુબ આસ્થા જોડાયેલી હોય છે. એવા ઘણા બધા મંદિરો છે જ્યાં દર્શન કરવાવાળા વ્યક્તિની ઈચ્છાએ અને મુશ્કેલીઓ પૂર્ણ થઈ જતી હોય છે . આ કારણે દુર દુર થી લોકોએ પોતાની મનોકામના લઇને મંદિરે જાય છે અને તેઓની મનોકામના પૂર્ણ પણ થાય છે.

આમ તો દેશભરમાં નાના થી લઇ ને મોટા સુધી ઘણા બધા મંદિરો બનાવમાં આવ્યા છે. આપણે જોઈ શકીએ છીએ કે અત્યારના સમયમાં ગલ્લી ગલ્લીએ મંદિરો જોવા મળે છે જ્યાં લોકો જઈને ભગવાનની આરાધના અને દર્શન કરે છે .દેશના અમુક મંદિરોમાં એવો ચમત્કાર જોવા મળે છે જેના પર લોકો વિશ્વાસ કરી શકતા નથી. એવા જ એક ચમત્કાર વિશે આજે અમે તમને જણાવા જઈ રહ્યા છીએ .

આજે અમે તમને જે મંદિર વિશે જણાવા જઈ રહ્યા છે તે શાજાપુર જીલ્લાના કાલાપીપળ ક્ષ્રેત્રના કમાલપુર ગામની વાત છે. જ્યાં માતાના આ મદિરમાં ચમત્કાર જોવા મળ્યો હતો. આ મંદિરમાં અચાનક રીતે જ તે લાલ રંગના પગના નિશાનો ઉભરી આવ્યા, તે જાણીને ભક્તોએ દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા.

આ મંદિરનું નામ બીજાસન માતાનું મંદિર છે, જ્યાં લાલ રંગના પગના નિશાનોએ એક ચર્ચાનો વિષય બની ગયો હતો. તમે ઈચ્છોતો આને આસ્થા પણ કહી શકો ક્યાં તો અંધવિશ્વાસ પણ કહી શકો. આના દર્શન કરવા માટે ગામના લોકોએ ઉમટી પડ્યા હતા. ઘણા લોકો છે જે આ વાતને ચમત્કાર બતાવે છે જયારે અમુક લોકોએ આ વાત પર પોતાની કોઈ પ્રતિક્રિયા આપી નથી.

તમને જણાવી દઈએ કે કમલાપુર ગામના હનુમાન મંદિરની પાસે જ બીજાસન માતા નું મંદિર સ્થિત છે, જ્યાં લાલ પગના નિશાન દેખાવાની ઘટના સામે આવી હતી. આ લાલ રંગના પગના નિશાનોએ રવિવારે જોવામાં આવ્યા હતા. ગ્રામજનો નું માનવું છે કે આ નિશાનએ માતા ના છે તેઓ જણાવે છે કે રોજ પુજારીએ પૂજા-આરતી કરી ને સાંજે મદિરમાં તાળું લગાવી દે છે. શનિવાર રાત્રે પણ એવું જ કર્યું પછી પુજારી અતુલ ઉપાધ્યાયે બીજા દિવસે સવારે આવીને તાળું ખોલ્યું તો તેને આ લાલ રંગના પગના નિશાન નજરે પડ્યા પુજારીએ તરત જ ગ્રામજનોને જાણ કરી હતી પછી આ જોવા માટે લોકોની ખુબ મોટી ભીડ એકઠી થઈ હતી.

ગ્રામજનોએ આ નિશાનોને માતાની આસ્થા માને છે પણ હજી સુધી તેની વાસ્તવિકતા શું છે તેની જાણ થય નથી. અમુક ગ્રામજનોનું માનવું છે કે આ નિશાન અચનાક કઈ રીતે આવી શકે આ એક પ્રકારની માતા ની આસ્થા છે જયારે અમુક લોકોએ આ ઘટના વિશે પોતાના કોઈ મંતવ્ય રજુ કર્યાં નથી. પુજારી અતુલ ઉપાધાયનું કેહવું છે કે મંદિરના ગર્ભ ગૃહમાં સવારે આ નિશાનો જોવા મળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *