શું વિક્કી -કેટરીના લગ્નમાં નહી હાજર રહે સલમાન ખાનની બહેન અર્પિતા? , કરવામાં આવ્યો આ મોટો ખુલાસો

Spread the love

બોલીવુડ કપલ વિક્કી કૌશલ અને કેટરીના કેફએ હાલ પોતાના લગ્નને લઈને ખુબ ચર્ચામાં છે. રોજ બરોજ તેઓના લગ્નને લગતી કોઈને કોઈ બાબતો સામે આવતી જ રહે છે પરંતુ હજી તેઓના લગ્ન ક્યારે છે તે વિશે કાઈ જાણ થઈ નથી. હાલમાં જ તેઓના લગ્નમાં ઉપસ્થિત રેહનાર મેહમાનોની એક યાદી તૈયાર કરવામાં આવી છે જેમાં સલમાન ખાનની બહેન અર્પિતા ખાનનું પણ નામ શામેલ છે, હવે અર્પિતા ખાનએ આવી અફવાઓને ધ્યાન માં રાખીને એક મોટો ખુલાસો કર્યો છે, ચાલો અમે તમને એના વિશે જણાવીએ.

એક મીડિયા રીપોર્ટ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે કેટરીના કેફ અને વિક્કી કૌશલના લગ્નએ મુંબઈમાં થવાના છે, જેમાં તેઓ બંનેના પરિવારની ઉપસ્થિતમાં લગ્ન જીવનમાં જોડાશે, એવામાં સલમાન ખાન અને તેના પરિવારને પણ આમત્રણ આપવાની ખબરો આવી રહી છે. હાલતો સલમાન ખાનએ કેટરીનાના સારા એવા મિત્ર છે, તેણે ઇન્ડિયા ટુડેના ઈન્ટરવ્યુંમાં જણાવ્યું કે ,’અમને લગ્ન માટે કોઈ પ્રકારે આમંત્રિત કરવામાં આવ્યા નથી.’

ઘણા બધા મીડિયા રીપોર્ટ દ્વારા જાણવામાં આવ્યું છે કે કેટરીના કેફ અને વિક્કી કૌશલએ કોર્ટ મેરેજ કર્યાં બાદ તુરંત જ રાજસ્થાન માટે નીકળી પડશે જ્યાં તેના લગ્નનો ઉત્સવએ સવાઈ માધોપુરમાં સેંસ ફોર્ટ બરવાર નામના એક શાહી મહેલમાં થવાનો છે, એટલું જ નહી આ જોડીએ પોતાના લગ્ન માટે સવ્યસાચી દ્વારા ડીઝાઇન કરેલ આઉટફિટમાં નજરે પડવાના છે.

કેટરીના અને વિક્કીના લગ્નમાં બોલીવુડના મહાન કલાકરો અને એકટરો પણ પોતાની હાજરી આપવાના છે જેમાં કરણ જોહર, અલી અબ્બાસ ઝફર, કબીર ખાન, મીની મિથુન, રોહિત શેટ્ટી, સિદ્ધાર્થ મલ્હોત્રા અને કીયારા અડવાણી જેવા દિગ્ગજ કલાકરો ઉપસ્થિત રેહવાના છે. આ બંનેના ચાહકોએ તેઓના લગ્નને લઈને ખુબ ઉત્સુખ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *