પુનીત પાઠક અને નિધિ સિંહના લગ્નમાં મન ભરીને નાચી કોમેડિયન ભારતી સિંહ , જુઓ આ વાયરલ વિડીયો
આપણે સૌ કોઈ જાણીએ છીએ કે હાલ તો લગ્નની સીઝન ચાલી રહી છે આથી બોલીવુડ અને ટેલીવિઝન ઇન્ડસ્ટ્રીમાં લગ્નનો સમયગાળો ચાલી રહ્યો છે. એવામાં બોલીવુડના કોરિયોગ્રાફર અને એક્ટર પુનીત પાઠકએ શુક્રવારે નિધિ સિંહ સાથે લોનાવાલામાં લગ્ન કર્યાં હતા. આ લગ્નમાં ઘણા મોટા મોટા ટીવી ઇન્ડસ્ટ્રીના સુપ્રસિદ્ધ કલાકરો અને બોલીવુડના ઘણા બધા કલાકરોએ તેની હાજરી આપી હતી. એવામાં કોમેડિયન ભારતી સિંહએ તેના લગ્નમાં ખુબ મન ભરીને નાચી હતી તેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે.
હાલના સમયમાં ભરતી સિંહ નો આ વિડીયોએ સોશિયલ મીડીયા પર ધૂમ મચાવી રહ્યો છે, આ વિડીયોમાં ભારતી અને તેનો પતિ હર્ષએ પુનીતની પત્ની નિધિ સાથે ખુબ મન ભરીને નાચે છે. તમને જણાવી દઈએ કે આ વિડીયોએ પુનીતની સંગીત સેરમેનીનો છે. આ વિડીયોમાં ભારતી અને હર્ષએ લિલ્લા રંગના કપડા પેહર્યા હતા જેમાં તેની જોડી ખુબ સુંદર લાગી રહી હતી, એટલું જ નહી ભારતી અને હર્ષએ ઢોલના તાલ પર ખુબ નાચ્યા હતા.
તમને જણાવી દઈએ કે પુનીત અને નિધિ પોતાના લગ્નમાં ગુલાબી રંગના કપડા પેહર્યા હતા જેમાં નિધિએ આછા ગુલાબી રંગનો લેંઘો પેહર્યો હતો જ્યારે પુનીતએ ગુલાબી રંગની શેરવાની પેહરી હતી. બને પોતાના લગ્નથી કેટલા ખુશ છે તે આપણે તેનો ચેહરો જોઈને જ જાણી શકીએ છીએ. આ જોડીએ ખુબ સુંદર લાગી રહી છે, આ બંનેના લગ્નની તસ્વીરો ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહી છે.
View this post on Instagram
પુનીત પાઠકની વાત કરવામાં આવે તો પુનીતએ ડાન્સ રીયાલીટ શો ડાન્સ ઇન્ડિયા ડાન્સમાં સેકન્ડ રનર્સ-અપ રહ્યા બાદ ખુબ ચર્ચામાં રહ્યા હતા, એટલું જ નહી આ શોમાં તે કોરિયોગ્રાફર તરીકેની ભૂમિકા પણ અદા કરી લીધેલી છે. આ શોની સિવાય તે ડાન્સ પ્લસ, ડાન્સ ચેમ્પિયંસ અને ઇન્ડિયાસ નેક્સ્ટ સુપર સ્ટાર્સ સહિતના ડાન્સ રીયાલીટી શોમાં ભાગ લઈચુકેલા છે. હજી ગયા જ વર્ષે તે ખતરો કે ખિલાડી શોના વિજેતા રહ્યા હતા.