અરે આ શું? કોમેડી કિંગ ગણાતા કપિલ શર્મા આજે એવું કામ કરવા મજબૂર છે કે વીડિયો જોઈને આંખો પર વિશ્ર્વાસ નહિ આવે….જુવો વીડિયો
જાણીતા મશહૂર કોમેડિયણ કપિલ શર્મા ની ફેન ફોલોવિંગ માત્ર ભારત દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ એટલી જ જોવા મળી જાય છે. કોમેડી શો થી કપિલ શર્મા દરેક અઠવાડિયામાં પોતાના દર્શકો ને હસાવતા રહેતા હોય છે. આ વચ્ચે કપિલ એ પોતાના એક નવા કામનો શરૂઆત કરી છે. હવે તેઓએ ઇન્ફ્યુએંસર ની દુનિયામાં પગ મૂક્યો છે. અને વ્લોગર બની ગ્યાં છે. કપિલ શર્માએ પોતાની દિનચર્યા થી લઈને શો ના સેટ ને પણ બતાવ્યો છે.
તેમણે આ વિડીયો વિક્કી કૌશલ એને સારા અલી ખાન ના એપિસોડ ના દિવસે શુટ કર્યો હતો. બંને ફિલ્મ ‘ જરા હટકે જરા બચકે ‘ ના પ્રમોશન માટે અહી પહોચ્યા હતા. થોડા જ કલાકો માં તેમના આ વિડિયોને 10 લાખ થી વધારે વ્યુહ મળી ગ્યાં હતા. વિડિયોમાં જોઈ શકો છો કે કપિલ શર્મા પોતાના દિવસ ની શરૂઆત કરે છે અને તેઓ ઘરમાં છે તેઓ સ્ટાફ ને મેળવી રહ્યા છે તેમની શૂટિંગ નો સમય સાંજ ના 7 વાગ્યાનો હોય છે અને આથી તેઓ ઘરેથી બપોરે 2 વાગે નીકળી જાય છે,
રસ્તામાં તેઓ જિમ જાય છે કપિલ એક ટ્રક ની પાછળ લખેલા કેપશન ને દેખાડે છે જેમાં 5 વયક્તિઓ ના નામ લખેલા હોય છે. કપિલ બોલે છે કે આખો દિવસ ટ્રક ચલાવે છે અને 5 બાળકો છે, સાથે જ લખે છે કે મેરા ભારત મહાન. આ વ્યક્તિ પોતે જ મહાન છે. પોતાનો વર્કઆઉટ પૂરો કર્યા બાદ તે ફિલ્મસિટી જવા માટે જવાના થઈ જાય છે.તેઓ થોડી સિરિયલ ના સેટ બતાવે છે અને ત્યારપછી પોતાના સેટ પર પહોચી જાય છે.
ત્યાર પછી તેઓ સૌથી પહેલા નિર્દેશક ને મલાવે છે પછી સુત પર લઈ જાય છે. તેઓ જણાવે છે કે તેમની શુટ મોડી થઈ ગઈ છે. કેમકે જે મહેમાન આવાના છે તે રસ્તામાં ફસાઈ ગ્યાં છે. ત્યાર પછી ફરી તેઓ ફિલ્મસિટી દેખાડવા માટે લઈ જાય છે. કપિલ એ જગ્યા પણ બતાવે છે કે જ્યાં કોમેડી નાઇટ્સ ની શૂટિંગ કરવામાં આવતી હતી. જે સેટ બળી ગયો હતો અને બીજી જગ્યાએ શિફ્ટ થવું પડ્યું હતું.
રસ્તામાં બિગ બોસ નો સેટ આવે છે , તેઓ કહે છે કે ફિલ્મસિટી એક નાનું શહેર છે આ મુંબઈ જેવુ નથી લાગતું. માત્ર તે લોકો હોય છે અને સુટ કરવા આવે છે. આમ ફિલ્મસિટી દેખાડયા પછી તે ફરી સેટ પર પાછા ફરે છે. ત્યાર પછી કપિલ શર્મા દરેક લોકો સાથે મુલાકાત કરાવે છે. સુમોના ચક્રવતી પણ ત્યાં હાજર હોય છે. ત્યાર પછી થોડીવારમાં વિક્કી કૌશલ અને સારા અલી ખાન ની એન્ટ્રી થાય છે.
View this post on Instagram