પોતાના મિત્રના લગ્નમાં આલિયા ભટ્ટે કર્યો આવો અભિનય જેને જોઈને તેના ચાહકો પ્રસ્સન થયા

Spread the love

હાલતો બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાંપણ લગ્નની સીઝન ચાલી રહી છે, એવામાં ઘણા બધા બોલીવુડના અભિનેતા અભિનેત્રીઓએ લગ્ન સબંધમાં જોડાઈ રહ્યા છે. એવામાં આલિયા ભટ્ટની સારી એવી મિત્ર અનુષ્કા રંજન એ તેના બોયફ્રેન્ડ આદિત્ય સીલ સાથે લગ્નના સબંધમાં જોડાઈ ચુકી છે. અનુશ્કાના લગ્નમાં બોલીવુડના તમામ નામી હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. સંગીતથી લઈને લગ્ન સુધીના આલિયાના વિડીયો અને તસ્વીરોએ હાલ સોશિયલ મીડિયા પર ખુબ ધૂમ મચાવી રહ્યા છે.

અનુષ્કા રંજનની સંગીત વિધિમાં આલિયા ભટ્ટનો એક ડાન્સનો વિડીયોએ ખુબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં આલિયાએ સાથીયા ફિલ્મના ‘ છલકા… છલકા રે’ પર અભિનય કરતી નજરે પડી હતી. પોતાની ખાસ મિત્રના લગ્નમાં આલિયાનો ડાન્સએ તેના ચાહકોને ખુબ પસંદ આવ્યો હતો પરંતુ અમુક સોશિયલ મીડિયા યુઝર્સએ આ વિડીયો જોઈને નિરાશા વ્યક્ત કરી હતી અને આલિયાને ટ્રોલ કરવાનું શરુ કરી દીધું હતું.

આ વાયરલ થઈ રહેલો ડાન્સના વિડીયો પર લોકો દ્વારા અલગ અલગ રિએકશનો આપવામાં આવી રહ્યા છે. અમુક લોકો આલિયાને ટ્રોલ કરતા કહે છે કે ‘ આની કરતા સારો અભિનયતો instagram રીલ્સ બનાવા વાળી છોકરીઓ કરી બતાવે છે.’ જયારે બીજો એક યુઝર જણાવે છે કે ‘ યુટ્યુબ પર આનાથી સારું પ્રદર્શન જોઈ લેત’

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

તમને જણાવી દઈએ કે અનુષ્કા રંજની સંગીત વિધિમાં આલિયાએ જે ચોળી પેહર્યા છે તે ઘણા બધા લોકોને પસંદ આવ્યા ન હતા, તેના બ્લાઉઝની ડીઝાઇન પર અભિનેત્રીને ખુબ ટ્રોલ કરવામાં આવી હતી. તેના બેકલેસ બ્લાઉઝની આગળની ક્રોસ નેક્લાઈન ચાહકોને પસંદ આવી હતી નહી અને યુઝરોએ અભિનેત્રીના આઉટફીટ પર ખરું ખોટું સંભળાવ્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *