ધન્ય છે આ માતા ! મંદિરની બાજુમાં આ કોઇ મહીલા નથી પરંતુ તેની મૂર્તિ છે જેને દીકરો રોજ સવારે….જાણો વિગતે

Spread the love

માતે માં બીજા વગડા ના વા ‘ આ કહેવાત તો દરેક લોકોએ સાંભળી જ હશે. અને સાચે જ કહેવાય છે કે માની તોલે આજ સુધીમાં કોઈ આવી શકતું નથી, અને આથી જ તો ભગવાને પણ માતા નું સર્જન કર્યું છે જેનાથી જો ભગવાન દરેક સ્થળ પર ના પહોચી શકે તો એક માતા તો હમેસા પોતાના સંતાનો ની સાથે જ હોય છે. અને આથી જ તો કહેવાય છે ને કે ભગવાન એ પણ માતાનો પ્રેમ પામવા માટે પૃથ્વી પર જન્મ લઈને આવ્યું પડ્યું હતું. આજે દરેક લોકોને જ્યારે પણ સુખ કે દુખ ની ઘડી આવે તો સૌથી પહેલા પોતાની માતા નું નામ જ યાદ આવતું હોય છે .

ઘણા લોકો પોતાની માતાને એટલો બધો પ્રેમ કરતાં હોય છે કે તેમની માતાના અવસાન બાદ તેઓ પોતાની માતાની યાદગારી કઈક એવી અનોખી ઋ થી કરતાં હોય છે કે જાણે તે સાક્ષાત તેમની સાથે જ હોય. ત્યારે એક આવો જ અલગ કિસ્સો મધ્યપ્રદેશ ના કટની થી એક દીકરા ના પોતાની માતા પ્રત્યેના અતૂટ પ્રેમની અનોખી દાસ્તાન રજુ કરી રહ્યો છે.માતા ના આ દુનિયા છોડી જવા પર દીકરાએ તેમની કમી પૂરી કરવા માટે એક અનોખી મિસાઇલ કાયમ કરી છે.દીકરા એ બેંગલુરુ ના પ્રસિધ્ધ સિલિકોન મૂર્તિકાર શ્રીધર પાસેથી માતાની મુર્તિ તૈયાર કરાવી ને તેને પૂજા ઘરમાં રાખી છે. પૂરા પરિવાર ના લોકો ભગવાન ની સાથે સાથે સિલિકોન થી બનેલી આ મુર્તિ ની પણ પૂજા કરે છે.

માહિતી માટે જણાવી દઈએ કે કટની ના આચાર્ય વિનોવા ભાવે વાર્ડ રાહુલ બાગ ના રહેવાસી સોની પરિવાર માં 2 મે 2021 ના રોજ એક કાળ આવી પહોચ્યો હતો જેમાં મહામારી દરમિયાન જ્વેલર્સ વ્યવસાયી સુરેશ કુમાર સોની ની ધર્મ પત્ની સાવિત્રી સોની ની અચાનક તબિયત ખરાબ થઈ ગઈ હતી અને તેમનું અવસાન થઈ ગયું હતું. અને આથી પરિવારના લોકો પર દુખનો પહાડ તૂઈ પડ્યો હતો. માતાનું આમ અચાનક અવસાન થવાથી ત્રણેય બાળકો ડો. ગગન સોની, આશિષ સોની, અભિષેક સોની અને દીકરી રશ્મિ સોની નો હાલ બેહાલ થઈ ગયો હતો.

ઘણા સમય સુધી તેઓ ઊંડા સદમાં માં જોવા મળ્યા હતા. આ દુખથી દરેક લોકો પાછા પોતાના રૂટિન જીવન માં પાછા ફરી ગ્યાં પરંતુ તેમનો નાનો દીકરો અભિષેક પોતાની માતાની સાથે બહુ જ જોડાયેલ હતો. માતાને ગુમાવ્યા બાદ તે પોતાની સુધ બુધ ખોઈ બેઠો હતો અને ડિપ્રેશનમાં જવા લાગ્યો હતો. સુરેશ સોનીએ અજનવયુ કે તેમની માતાની યાદમાં નાનો ભાઈ એ આ મુર્તિ નું નિર્માણ બેંગલોર થી કરાવ્યુ, તેને અમારા લોકોની જાણકારી વગર જ આ કામ કર્યું. આ વસ્તુ અમે જીવનમાં ક્યારેય નહીં ભૂલીએ.

ત્યાં જ અભિસેક ની પત્ની મોનિકા નું કહેવું છે કે માતા ના ના રહેવા પર તે રાત રાત સુધી અગાશીમાં જઈને રડતાં હતા. ત્યાર બાદ જ્યારે ઘરમાં માતાની મુર્તિ આવી તો અમે દરેક લોકો ચકિત થઈ ગ્યાં હતા. તેમની આ મુર્તિ જોતાં જ એવી ફિલિંગ આવી કે તેને શબ્દોમાં પણ બયાન કરી શકાય નહીં. અભિસેક એ જણાવ્યુ કે તે હમેસા માતાની યાદમાં ખોવાયેલ રહેતો હતો. કેમકે માતાના પ્રતિ પોતાનો અતૂટ પ્રેમ હતો. લાગતું હતું કે માતા ક્યાક થી અવાજ આપી રહી છે. ક્યાક તો નજર આવી જ જશે. એવું વિચારીને ડિપ્રેશનમાં જવા લાગ્યો હતો.

પછી સોશિયલ મીડિયા પર જોયું તો બેંગલુર ના એક કલાકાર શ્રીધર મુર્તિ હૂબહૂ લોકોના સ્ટેચ્યું બનાવી આપે છે. તેમની પાસે સંપર્ક કર્યો તો તેમણે માતાનું સ્ટેચ્યું બનવાની ના કહી દીધી. પરંતુ આમ છતાં ઘણા આગ્રહ કર્યા. આ પછી, તેણે એક વર્ષનો સમય લીધો અને છ મહિના પહેલા તેની માતાની સિલિકોન પ્રતિમા બનાવી. માતાની પ્રતિમા ઘરે પહોંચી ત્યારે પિતા સુરેશ સહિત સમગ્ર પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી. બધાની આંખમાં ખુશીના આંસુ આવી ગયા. અભિષેકે વધુમાં જણાવ્યું કે અમે ઘરના મંદિરની બાજુમાં માતાની મૂર્તિ સ્થાપિત કરી છે. તેમના પહેરવેશ અને ઘરેણાં પણ બદલાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *