કરણ દેઓલ ની રિસેપ્શન પાર્ટીમાં રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ એ એવો જબરદસ્ત ડાન્સ કર્યો કે ઇન્ટરનેટ પર ધૂમ થઈ ગઈ…. જૂવો વિડીયો

Spread the love

બૉલીવુડ અભિનેતા સની દેઓલ ના મોટા દીકરા કરણ દેઓલ એ 18 જૂન 2023 ના રોજ પોતાની લોંગ ટાઈમ ગર્લફ્રેંડ દ્રિષા આચાર્ય સાથે લગ્ન કરી લીધા છે. લગ્ન બાદ આ કપલ એ એક ભવ્ય રિસેપ્શન પાર્ટી પણ હોસ્ટ કરી હતી. જેમાં ઘણા સિતારાઓ ઉપસ્થિત થયા  હતા. જોકે આ રિસેપ્શન પાર્ટી માં દરેક લોકોની નજર દિપીકા પાદુકોણ અને રણવીર સિંહ પર જોવા મળી હતી. આ પાર્ટી ના ઘણા વિડીયો સામે આવ્યા છે.

જેમાં દિપીકા પાદુકોણ અને રણવીર સિંહ એક બીજાના હાથમાં હાથ નાખીને આ પાર્ટી માં એન્ટ્રી કરી હતી. આ દરમિયાન બંને ટ્રેડિશનલ આઉટફિટમાં બહુ જ સુંદર લાગી રહ્યા હતા. જ્યાં રણવીર ઓલ વ્હાઇટ આઉટફિટ માં નજર આવ્યા હતા તો ત્યાં જ દિપીકા પાદુકોણ સંપૂર્ણ બ્લેક આઉટફિટ માં દેખાઈ હતી. આના પછી બંને પોતાની જાતને સ્ટેજ પર જતાં રોકી શક્યા નહોતા. અને રણવીર – દિપીકા એ આ પાર્ટીમાં જબરદસ્ત ડાન્સ દ્વારા ધૂમ મચાવી દીધી હતી.

આ રિસેપ્શન પાર્ટી માં રણવીર – દિપીકા ના ઘણા વિડીયો વાઇરલ થઈ રહ્યા છે. જેમાં બંને ન્યૂલી વેડ કપલ ની સાથે ‘ ૐ શાંતિ ૐ’ ગીત પર લાજવાબ ઠુમકા લગાવી રહ્યા હતા. આ વિડિયોની ખાસ વાત એ છે કે આમાં રણવીર સિંહ ડાન્સ કરતાં કરતાં દિપીકા પાદુકોણ ના ગાલ પર કિસ કરતાં નજર આવી રહ્યા છે. હવે ફેંસ ને રણવીર- દિપીકા ના આ અંદાજ ને આભૂ જ પસંદ કરી રહ્યા છે. અને વિડીયો જોઈને તેમના વખાણ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by BollywoodNow (@bollywoodnow)

આના સિવાય પણ એક વિડીયો સામે આવ્યો છે કે જેમાં રણવીર, બોબી દેઓલ ની સાથે સ્ટેજ પર તેમના ગીત ‘ નાઇયો- નાઇયો ‘ પર પરફોર્મ કર્તાનાજર આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે કરણ અને દ્રિષા ની આ ભવ્ય રિસેપ્શન પાર્ટીમાં રણવીર- દિપીકા ની સિવાય સલમાન ખાન, આમિર ખાન, જેકી શ્રોફ, કપિલ શર્મા સહિત ના ઘણા કલાકારો ઉપસ્થિત થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *