અભિનેત્રી અનન્યા પાંડે ગુરુદ્વારા બંગલા સાહિબ માં દર્શન કરવા માટે કઈક આવા અંદાજમાં પહોંચી….. જુવો તસવીરો
બૉલીવુડ અભિનેત્રી અનન્યા પાંડે હાલમાં પોતાની આવનારી ફિલ્મ ‘ ડ્રિમ ગર્લ 2 ‘ ને લઈને બહુ જ ચર્ચામાં જોવા મળી રહી છે. આયુષ્યમાન ખુરાના અને અનન્યા પાંડે સ્ટારર આ ફિલ્મ 25 ઓગસ્ટ ના રોજ બોક્સ ઓફિસ પાર રિલીઝ થશે. હાલમાં તો અનન્યા પાંડે દિલ્લી માં આ ફિલ્મ નું શૂટિંગ કરી રહી છે. શૂટિંગ માંથી સમય મળતા જ અનન્યા પાંડે ગુરુદ્વારા બંગલા સાહિબ માં દર્શન કરવા માટે પહોંચી ગઈ હતી, જ્યાથી આ તેમની તસ્વીર ઇન્ટરનેટ પાર વાઇરલ થઇ રહી છે.
આ ફોટોઝ માં જોઈ શકાય છે કે અનન્યા પાંડે સફેદ કલર ના સૂટ માં દર્શન કરવા માટે પહોંચી છે. આ તસવીરો માં અનન્યા પાંડે એ પોતાના ઈનસ્ટરાગ્રામ પર શેર કરી છે. આ તસ્વીરો માં ક્યારેક અનન્યા પાંડે કુંડ ની પાસે બેસી ને પોઝ આપી રહી છે તો ક્યારેક હાથ જોડીને વાહેગુરૂ આ આશીર્વાદ લઇ રહી છે. આની સાથે જ અનન્યા પાંડે એ પ્રસાદ ની એક તસ્વીર પણ શેર કરીછે.
આ ફોટોઝ શેર કરતા અભિનેત્રી એ કેપશન માં લખ્યું છે કે વાહેગુરૂ જી કા ખાલસા વાહેગુરૂ જી કી ફતહ . સબ્ર, શુક્ર,સિમરન. અન્નનયા પાંડે ની આ તસવીર પર લોકો બહુ જ કમેન્ટ કરી રહ્યા છે. અને પોતાની પ્રતિક્રિયા આપી રહયા છે. જેમાં એક યુઝરે લખ્યું કે અમને તો રમીશન નથી બંગલા સાહિબ માં ફોટો પડાવાની. તમને કેમ છે ? ત્યાં જ બીજા એ અનન્યા પાંડે ને સવાલ કરતા પૂછ્યું કે બંગલા સાહેબ માં તો ફોટા પાડવા પ્રતિબંધ છે?
તમને એ જણાવી દઈએ કે અનન્યા પાંડે સોશિયલ મીડિયા પર બહુ જ એક્ટિવ રહે છે અને તેમની દરેક પોસ્ટ ને લાખો ફેન્સ લાઇક્સ કરતા હોય છે. અનન્યા ની આ પોસ્ટ ને પણ સદા ત્રણ લાખ કરતા વધારે લાઇક્સ મળી ચુકી છે.જો કામની વાત કરવામાં આવે તો અભિનેત્રી અનન્યા પાંડે વર્ષ 2019 માં રિલીઝ થયેલ ફિલ્મ આયુષ્યમાન ખુરાના અને નુસરત ભરૂચાની ફિલ્મ ‘ ડ્રિમ ગર્લ ‘ ના સિક્વન્સ ભાગમાં નજર આવશે. આ ફિલ્મ ને રાજ શાંડિલ્ય એ ડાયરેક્ટ કરી છે તો ત્યાં જ એકતા કપૂર અને શોભા કપૂર એ આ ફિલ્મ ને પ્રોડ્યુસ કરી છે આ ફિલ્મ 25 ઓગસ્ટ ના રોજ રિલીઝ થશે.
View this post on Instagram