સૈફ અલી ખાન અને અમૃતા સિંહના છુટાછેડા થવાનું આ છે કારણ, જાણો પૂરી બાબત

Spread the love

વર્તમાન સમયમાં બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધા એવા અભિનેતા અભિનેત્રીઓ છે જેણે એક બીજાથી છુટાછેડા લીધા છે, એવામાં જ મહાન કલાકારમાંથી એક એવા સૈફ અલી ખાન અને અમૃતા સિંહએ પોતાના લગ્નના થોડા સમય પછી જ તેના ઝગડાની વાત મીડિયા પર વાયરલ થવા લાગી હતી. તમને જણાવી દઈએ કે સૈફ અલી ખાન અન અમૃતા સિંહના લગ્ન ફક્ત ૧૩વર્ષ સુધી જ ટકી શક્યા હતા. આ જોડીના છુટાછેડાના વિડીયો દ્વારા અલગ અલગ કારણો કાઢવામાં આવી રહ્યા હતા.

અમુક લોકોનું કેહવું છે કે આ બંને વચ્ચેના તલાકનું કારણએ બંને વચ્ચે ચાલી રહેલ ઝગડો છે જયારે અમુક લોકો જણાવે છે કે સૈફ અલી ખાનના બીજી અભિનેત્રી સાથે સબંધને લીધે તલાક થયો હતો. લોકોનું કહેવું છે કે અમૃતા સિંહએ અભિનેતાને કામ ન મળવાને કારણે ટોન્ટ માર્યા કરતી હતી આથી સૈફ અલી ખાનએ દુખી થતા હતા અને અંતે તેઓએ તેનાથી અલગ થવાનો નિર્ણય કર્યો. જાણવા પણ મળ્યું છે કે આ એક્ટ્રેસએ અભિનેતાની માં અને બહેન સાથે ખુબ ઝગડો કરતી હતી આથી સૈફ અલી ખાન ખુબ તંગ આવી ચુક્યા હતા. હવે આ વાતમાં કેટલું સાચ્ચાપણું છે અને કેટલું ખોટું તે તો ફક્ત સેફ અલી ખાનને જ ખબર છે. 

પરંતુ અમૃતા સિંહએ પણ પોતાના બાળકો માટે ઘણું બધું કર્યું છે, છુટાછેડા બાદ અમૃતાએ પોતાના બંને બળકોનો જાતે જ ઉછેર કર્યો એટલું જ નહી તેણે તેના બાળકો માટે બીજા લગ્ન પણ ન કર્યાં અને એકલી માં થઈને તેણે તેના બંને બાળકોમાં સારા સંસકારોનું સિંચન કર્યું. હવે વાત સૈફ અલી ખાનની કરવામાં આવે તો સૈફ અલી ખાને તો મશહુર એક્ટ્રેસ કરીના કપૂર સાથે પોતાના બીજા લગ્ન પણ કરી લીધા છે, આ બીજા લગ્ન બાદ પણ તેને બે બાળકો થયા જેમાં એકનું નામ તૈમુર અને એક નું નામ જહાંગીર છે.

હવે તેઓ પોતાના બીજા પરિવાર સાથે ખુબ સારી રીતે જીવન વ્યતીત કરી રહ્યા છે.જો આ અભિનેતાની એક્ટિંગની વાત કરવામાં આવે તો હજી થોડા સમય પેહલા જ તે ભૂત પોલીસ ફિલ્મમાં મહત્વનું કિરદાર નિભાવતા નજરે પડ્યા હતા, એટલું જ નહી આ ફિલ્મએ બોક્સઓફિસ પર હીટ ગઈ હતી અને લોકોએ આ ફિલ્મને ખુબ પ્રેમ આપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *