“ગુમ હૈ કિસી કે પ્યાર મે” શોના ફેમ નીલ ભટ્ટ અને એશ્વર્યા શર્મા લગ્ન કરવા જઈ રહ્યા છે, મેહંદી સેરેમની તસ્વીરો સામે આવી

Spread the love

વર્તમાન સમયમાં ટીવી ઇન્ડસ્ટ્રી અને બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં લગ્નની સીઝન ચાલી રહી છે, એટલું જ નહી આ સીઝનમાં ઘણા બધા ફિલ્મસ્ટારો અને કલાકારોએ લગ્નના પવિત્ર સબંધમાં જોડાણા હતા. એવામાં ટીવી પર આવતો એક મશહુર સીરીયલ “ગુમ હે કિસી કે પ્યાર મેં” આ શોએ પોતાના કીરદારોથી લોકોના દિલ જીતવામાં સફળ થયો છે. તમને જણાવી દઈએ કે આ શોમાં કાર્ય કરતા નીલ ભટ્ટ અને એશ્વર્યા શર્માએ લગ્ન કરવા જઈ રહ્યા છે. હાલતો આ શોમાં તોએ બંને દેવર અને ભાભી તરીકેનું પાત્ર ભજવે છે.

તમને જણાવી દઈએ કે નીલ ભટ્ટ અને એશ્વર્યા શર્માએ ઘણા સમયથી એક બીજા ને ડેટ કરી રહ્યા હતા અને અંતેએ બંનેએ નિર્ણય કર્યો કે હવે તેઓ લગ્ન કરી લેશે, હવે આ જોડીએ પોતાના જીવનની નવી શરુઆત કરવા જઈ રહ્યું છે. એવું કેહવામાં આવી રહ્યું છે કે તેઓની લગ્નની રસમોએ ઉજ્જેનમાં શરુ થઈ છે જેમાં પરિવાર જનો સાથે મળીને ધૂમધામથી લગ્ન કરી રહ્યા છે.

ગયા દિવસોમાં જ તે નીલ ભટ્ટ અને એશ્વર્યા શર્માએ હલ્દીની રસમ પૂરી કરી હતી જેમાં તેના મિત્રોએ અને પરિવારના સદસ્યોએ તેઓને ખુબ હલ્દી લગાવી હતી, જેની તસ્વીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરરલ થઈ રહી છે. આ તસવીરોમાં જોઈ શકાય છે કે નીલ ભટ્ટ અને એશ્વર્યા શર્માના ચેહરા પર ખુબ વધુ હલ્દી લાગી હોય તેવું નજરે પડે છે.

આ તસ્વીરો હાલ સોશિયલ મીડિયા ખુબ વાયરલ થઈ રહી છે, પોતાની મેહંદીની રસમની તસ્વીરોએ એશ્વર્યાએ પોતાના instagram એકાઉન્ટ પર શેયર કરી હતી, આ તસ્વીરમાં જોઈ જ શકાય છે કે આ તસ્વીરમાં એશ્વર્યાને મેહંદી લગાવામાં આવી હોય તેવું નજરે પડે છે. એશ્વર્યાએ પોતાની મેહંદી સેરેમનીમાં લિલ્લા રંગનો સુંદર પ્લાઝો અને કુર્તું પેહ્ર્યું છે જેમાં સિલ્વર રંગનું સુંદર વર્ક પણ કરવામાં આવ્યું છે.

જણાવા મળ્યું છે કે નીલ ભટ્ટ અને એશ્વર્યા શર્માએ સગાઈ બાદ તરત જ લગ્ન કરવા ઈચ્છતા હતા પરંતુ આપણે સૌ જાણીએ જ છીએ કે દેશ પર કોરોનાનું ગ્રહણ લાગતા લોકોના નોકરી વ્યવસાય સાથે લગ્નમાં પણ બંધી લાગી ગઈ, આથી નીલ ભટ્ટ અને એશ્વર્યાના લગ્ન થઈ શક્ય હતા નહી.તેઓના લગ્ન હજી કાલે જ પૂર્ણ થયા જેમાં ઘણા બધા ફિલ્મી સિતારાઓ અને પરિવારના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *