શ્વેતા તિવારીએ દીકરી પલક સાથે કર્યો ડાન્સ, ‘બીજલી બીજલી’ ગીત પર કર્યો ડાન્સ…..જુઓ વિડીયો
ભારતમાં ટેલીવીઝનને ખુબ પસંદ કરવામાં આવે છે. આ ટેલીવીઝનમાં કાર્ય કરતી અભિનેત્રીઓ પોતાની એક્ટિંગ,અભિનય અને સુંદરતાથી દર્શકોનું દિલ જીતી લીધું છે. તેઓ માંથી એક અભનેત્રી શ્વેતા તિવારીનું પણ નામ ધ્યાન માં આવે છે. શ્વેતા તિવારીએ પોતાની સુંદરતાથી અને અભિનય દ્વારા દર્શકોને પોતાની તરફ આકર્ષે છે. શ્વેતાએ ૪૧ વર્ષની હોવા છતાં તેની સુંદરતામાં થોડો પણ ઘટાડો થયો નથી. શ્વેતા તિવારીને જોઇને સ્વીકારવુ મુશ્કેલ છે કે તે આટલી મોટી દીકરી અને દીકરા ની મા હશે.
શ્વેતા તિવારીએ પોતાની ફિટનેસનો પૂરો ખ્યાલ રાખે છે અને તેની આટલી ઉમર થય હોવા છતાં તેણે તેના શરીરને મેન્ટેન રાખ્યું છે જેના જેટલા પણ વખાણ કરો તેટલા ઓછા છે. શ્વેતાએ સોશિયલ મીડિયામાં ખુબ સક્રિય હોય છે તે રોજબરોજ પોતાની કોઈ તસ્વીર કે વિડીયો પોતાના સોશિયલ મીડિયાની પ્રોફાઇલ પર શેયર કરતી રહે છે. તેના ચાહકો તેની તસ્વીરો અને વિડીયોને પસંદ પણ કરે છે. એવા માં જ શ્વેતા તિવારીએ પોતની દીકરી પલક તિવારી સાથે ડાન્સ કરતી હોય તેવો વિડીયો શેયર કર્યો છે, જે તેના ચાહકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે.
નાના પડદાની મશહુર અભિનેત્રી શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી પણ તેની માં ની જેમ જ અભિનેત્રી બનવા ઈચ્છે છે. તેની પેહલી ફિલ્મની ચર્ચા પણ ખુબ થય રહી છે. હાલ તો અત્યારે તેનું એક મ્યુઝીક આલ્બમ ‘બીજલી બીજલી’ રીલીઝ થયું છે જે અત્યારે ટ્રેન્ડીંગમાં છે. આજ ગીત પર શ્વેતા તિવારી તેની દીકરી સાથે અભિનય કરતી નજરે આવે છે. આ વિડીયોએ સોશિયલ મીડિયામાં ખુબ ઝડપથી વાયરલ થય રહ્યો છે.
અભીનેર્ત્રી દ્વારા શેયર કરવામાં આવેલ વિડીયોમાં ચાહકોએ પોતાના મંતવ્યોએ કોમેન્ટમ રજુ કરે છે. એક યુઝર કોમેન્ટ કરતા કહે છે કે”એક સુંદર માતા પુત્રીની જોડી, શ્વેતા તિવારી ખરેખર એક યોદ્ધા છે.” બીજા અન્ય યુઝર કોમેન્ટમાં લખે છે કે “શું આ તમારી બેહેન છે?” જયારે અન્ય ઝર લખે છે કે “માં દીકરી કરતા વધુ સુંદર લાગે છે.” આ વિડીયો પર સતત રીતે ચાહકોની કોમેન્ટ આવતી રહે છે.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે હાલમાં જ પલક તિવારીનું પ્રથમ ડેબ્યુ ગીત રીલીઝ થયું છે જેમાં તે મશહુર પંજાબી સિંગર હાર્ડી સંધુ સાથે જોવા મળી હતી. આ ગીતને લોકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહ્યું છે.એવી ખબર સામે આવી રહી છે કે પલક તિવારીએ આવનાર થોડા સમયમાં જ ફિલ્મી જગતમાં પ્રવેશ કરવાની છે. પલકએ નિદર્શક વિશાલ મિશ્રાની આવનારી ફિલ્મ “રોજી:ધ સેફરન ચેપ્ટર” માં જોવા મળશે. આ ફિલ્મએ એક સચ્ચી ઘટનાને આધારિત છે. આ ફિલ્માંમાં તેની સાથે અરબાઝ ખાન , મલ્લિકા શેરાવત અને વિવેક ઓબ્રોય ભૂમિકા ભજવશે.