શું તમે જાણો છો દુનિયાની સૌથી રહસ્યમય ગુફા વિશે? આ ગુફામાં છે…

Spread the love

આપણે સૌ કોઈ જાણીએ છીએ કે દેશ અને દુનિયામાં એવા લાખો સ્થળો છે જેના ઘણા બધા રહસ્યો છે જેના વિશે આપણે માહિતગાર નથી આથી, માણસએ આવા રહસ્યો જાણવા માટેની ઈચ્છા ધરાવતો હોય છે. હાલતો પૂરી દુનિયામ કેટલા બધા ધર્મો છે પણ જો વાત હિન્દુ ધર્મની કરવામાં આવે તો હિન્દુ ધર્મને લગતા એવા ઘણા અવશેષો મળ્યા છે જેના પરથી સાબિત થાય છે કે ભગવાનએ પણ ધરતી પર જન્મ લધેલ હતો અને રાક્ષસોનો વિનાશ કર્યો હતો. ભારતમાં ઘણા બધા એવા મંદિરો છે.

જેમાં નવા નવા ચમત્કારો જોવા મળે છે જેને જોઈને કોઈ પણ માણસ આશ્ચર્યચકિત થઈ જશે. આ પોસ્ટ દ્વારા અમે તમને એક એવા સ્થળ વિશે જણાવા જઈ રહ્યા છીએ જે સ્થળ વિશે જાણીને તમે નવાઈ પામશો. ભગવાન શ્રી રામ અને રાવણનો ઉલ્લેખ ઈતિહાસના સોનેરી પન્નામાં લખવામાં આવ્યું હતું. પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન શ્રી રામના પત્ની સીતાને રાવણએ કુટીયામાંથી સાધુના વેશમાં અપહરણ કર્યું હતું, ત્યારબાદ રામ ભક્ત હનુમાનએ પૂરી લંકાને પોતાની પૂછડીથી આગ લગાવી દીધી હતી. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે જયારે ભગવાન શ્રી રામએ રાવણનું વધ કર્યું તે દિવસને દશેરા તરીકે ઓળખવામાં આવે છે, અ ખાસ દિવસને મીઠું મોઢું કરીને મનાવામાં આવે છે.

એક રીસર્ચ અનુસાર આ વાત સાબિત થઈ છે કે લગભગ ૫૦ સ્થળો એવા છે જે રામાયણની વાર્તા સાથે સબંધ ધરાવે છે, આ રિસર્ચમાં સૌથી પેહલા એક ગુફાનું નામ આવે છે, જે હાલતો શ્રીલંકાના એક ઘેરા જંગલની વચ્ચે છે. રાવણને મર્યા એને ૧૦ હજારથી પણ વધુ વર્ષ થઈ ચુક્યા છે. એવામાં આ ગુફામાં રાવણનું શબ હોવુંએ ખુબ નવાઈ લાગે તેવી વાત છે.

કેહવામાં આવે છે કે આ ગુફામાં રાવણના શબને મમ્મી બનાવીને તાબૂતમાં રાખવામાં આવ્યો છે. શ્રીલંકામાં આવેલ આ ગુફામાં રાવણનું શબ રાખવામાં આવ્યું છે જે રેંગલા જંગલથી ૮ હજાર ફૂટ ઉચાઈ પર આવેલ છે. આ શબને સુરક્ષિત રાખવા માટે એક ખાસ પ્રકારનું લેપ લગાડવામાં આવ્યું હતું જેથી આ શબએ વર્ષો સુધી તેવું ને તેવું જ રેહશે.

પૌરાણિક કથાઓ અનુસાર માનવામાં આવે છે કે જયારે શ્રી રામએ રાવણનું વધ કર્યું પછી તેણે તેના અંતિમ સંસ્કારની જવાબદારી વિભીષણને આપી હતી, પરંતુ રાજ ગદ્દી પર બેઠવા માટે તે ખુબ ઉતાવળો હતો આથી તે રાવણના શબનું અંતિમ સંસ્કાર કરવાનું ભૂલી ગયો હતો,ત્યારબાદ નાગકુળના લોકોએ આ શબને પોતાની સાથે લઈ ગયા. તેઓની કેહવું હતું કે રાવણનું શબએ ફરી વખત જીવતું થઈ શકે છે એટલા માટે તે શબનું મમ્મી બનાવી દીધું હતું. આજે પણ આ શબને જોવા માટે હજારો લોકો જતા હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *