હવે બનાવો ગોળ વાળી ચા અને રહો આટલા રોગો માંથી સ્વસ્થ જાણો કઇ રીતે…
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલનો સમય એ ઘણો જ ફાસ્ટ સમય થઈ ગયો છે જેના કારણે હાલ લોકો ના કામ અને ખાવા પીવા અંગેના કોઈ ઠેકાણા રહેતા નથી આ કારણે વ્યક્તિના શરીર માં અનેક પ્રકાર ના રોગો પ્રવેશે છે. જોકે આવા રોગો સામે આપણે સારી રીતે રક્ષણ મેળવી શકીએ છિએ એ તે માટે આપણા આયુર્વેદ માં અનેક ઉપાયો દર્શાવવામાં આવ્યા છે. જેના કારણે યોગ્ય વસ્તુના સેવન ના કારણે આપણે સ્વસ્થ રહી શકીએ છિએ આપણે અહીં એવીજ એક બાબત વિશે વાત કરવાની છે તો ચાલો આ બાબત અંગે વધુ માહિતી મેળવીએ.
આપણે અહીં ચા વિશે વાત કરવાની છે. આપણે સૌ જાણીએ છિએ કે લોકો ચાના ઘણા શોખીન હોઈ છે. વળી તેમાંથી અમુક લોકો એવા હોઈ છે કે જેમને ખાંડવાળી ચા પીવી ગમે છે જ્યારે અમુક ને ગોળવાળી. તમને જણાવી દઈએ કે ગોળની ચા ખાંડ કરતાં ફાયદાકારક ગણાય છે. આજે આપણે ગોળની ચાના ફાયદા વિશે વાત કરવાની છે.
તમને જણાવી દઈએ કે ગોળની ચાના કારણે અનેક બીમારીઓ દૂર રહે છે. જો તમે માઈગ્રેન અથવા માથાનો દુખાવો ની બીમારીથી પીડાઇ રહ્યા હોવ તો તમારે ગાયના દૂધમાં ગોળ નાખી અને આ બનાવેલ ચા પીવી જેના કારણે તમને રાહત મળશે.
આપણે સૌ જાણીએ છિએ કે ગોળ ગરમ હોઈ છે. ગોળ ના કારણે શરીર પણ ગરમ રહે છે. આ ઉપરાંત ગોળ એ આપણા શરીર માં રોગ પ્રતિકારક શક્તિ વધારવા પણ મદદરૂપ છે. આપણે સૌ જાણીએ છિએ કે હાલ શિયાળો ચાલી રહ્યો છે જેના કારણે ઠંડી નું પ્રમાણ વધુ જોવા મળે છે આ સમય ગાળા માં ગોળની ચા પીવાથી શરદી અને કફ સામે લાડવા માં મદદરૂપ સાબિત થાય છે. જે માટે ચામાં આદુ ઉપરાંત કાળા મરી સાથે તુલસીના પાન ઉમેરીને ગોળની ચા પીવી.
જણાવી દઈએ કે ગોળમાં ઘણા પોષક તત્વો હોઈ છે. ગોળ માં વિટામિન આ સાથે વિટામિન B અને ફોસ્ફરસ ઉપરાંત પોટેશિયમ, ઝિંક અને સુક્રોઝ સાથે ગ્લુકોઝ અને આયર્ન સહિત અન્ય વિટામિનો જેવા કે કેલ્શિયમ, મેગ્નેશિયમ પણ જોવા મળે છે. આ પોષક તત્વો શરીર માટે ઉપયોગી છે.
આ તમામ ફાયદાઓ સાથે આ ગોળ વાળી ચા ના અન્ય આ પણ ફાયદાઓ છે. નિયમિત રીતે ગોળની ચા પીવાથી શરીર માં ચરબી ઘટે છે, આમ આ ચા વજન ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે. આ ઉપરાંત આ ચા ના સેવનથી શરીર માં ઓક્સિજન પહોંચાડવામા મદદરૂપ થાય છે.
ગોળ વાળી બ્લડપ્રેશર નિયંત્રણમાં રાખવા માં પણ મદદરૂપ સાબિત થાય છે. આ ઉપરાંત તે મહિલાઓ ને પીરિયડ્સ માં દુખાવો ઓછો કરવામાં મદદ કરે છે. વળી તે પેટને સાફ રાખવામાં પણ મદદ કરે છે. ગોળની ચાથી હાડકાં મજબૂત થાય છે.