શું તમે ગળાની કાળાશથી છુટકારો મેળવા ઈચ્છો છો ?, તો અજમાવો આ ઘરેલું ઉપાય

Spread the love

આજના સમયમાં બધા વ્યક્તિઓને પોતાનો ચેહરાની સુંદરતા બનાવી રાખવા માટે ઘણા બધા ઉપાયોનો ઉપયોગ કરે છે. ચાલો તમે જ વિચારો કે જો તમારો ચેહરો ચમકદાર હોય અને ગળું કાળું હોય તો જોવા વાળા વ્યક્તિને કેવું લાગશે ? આપણે ઘણી વખત જોયું છે કે ઘણા લોકોન ચેહરો તો સાફ હોય છે પરંતુ ગળું કાળું હોય છે. લોકોએ પોતાના ચેહરાને ચમકાવી લે છે પરંતુ ગળા પર ધ્યાન જતું નથી આથી ગળા પર ગંદકી જામતી રહે છે અને ગળાની ચામડી કાળી પડતી જાય છે.

જો તમે પણ આવી સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો આ લેખના માધ્યમથી અમે તમને એવા પ્રાકૃતિક ઉપાયો વિશે જણાવા જઈ રહ્યા છીએ જેથી આ સમસ્યાનો હલ થોડા સમયમાં જ આવશે. જો તમે ગળાના કાળાપણાથી છુટકારો મેળવા માંગો છો તો લીંબુનો રસએ ખુબ અસરકારક થાય છે. તમે લીંબુના ઉપયોગથી ગળાનું કાળાપણું દુર કરી શકો છો. જો તમે રોજ નાહ્યા પેહલા લીંબુનો રસ કાઢીને ગળા પર લગાવી દેશો અને પછી તેને સારી રીતે પાણીથી સાફ કરી લેશોતો તમને થોડા જ સમયમાં ગળાના કાળાપણાથી છુટકારો મળશે.

બીજો ઉપાય એ છે કે એક મોટી ચમચીમાં પીસેલી બદામ સાથે સરખી રીતે મેળવી લેવું પછી આ મિશ્રણમાં અડધી ચમચી લીંબુનો રસ નાખીને ગળા પર લગાવી લેવું અને જ્યારે તે સુકાય જાય ત્યારે તેને પાણીથી ધોય નાખવું. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે તમે મેંદો, હળદળ અને દહીંનો ઉપયોગ કરી શકો છો. સૌ પ્રથમ એક મોટી ચમચી મેંદાની લેવી અને એમાં થોડીક હળદળ નાખીને તેને સારી રીતે મેળવી લેવું અને જ્યારે આ મિશ્રણએ સારી રીતે તૈયાર થઈ.

જાય ત્યારે આ મિશ્રણને તરત જ ગળા પર લગાવી લેવું પછી તેને ૨૦ મિનીટ માટે સુકાવા દેવું. આ મિશ્રણને તમારે ૩ વખત ઉપયોગ કરવો પડશે આથી તમને ખુબ ફાયદો જોવા મળશે. એક એવી પણ ઔષધી છે જેનાથી તમે ગળાનું કાળાપણું અને ચામડી પર થયેલ કરચલીથી પણ છુટકારો મેળવી શકો છો. આ તૈયાર કરવા માટે એલોવીરા, એક મોટી ચમચી મધ, ઈંડાનો સફેદ ભાગ અને અજમા લેવા. સૌથી પેહલા એલોવીરા લઈને તેમાં બધી સામગ્રીને સારી રીતે મેળવી લેવી અને પછી તેને સારી રીતે પીસીને મિશ્રણ બનાવી લેવું પછી આ મિશ્રણને ગળાના ભાગ પર લગાવી દેવું અને ૨૦ મિનીટ માટે સુકાવા દેવું આ સુકાયા પછી આને પાણીની મદદથી ધોય લેવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *