તમાલપત્રનો ઉકાળો બચાવી શકે છે આ બીમારીઓથી, જાણો બનાવાની રીત

Spread the love

હાલતો શીયાળાની ઋતુ ચાલી રહી છે આથી એવી ઘણી બીમારી છે જે આપણને થતી હોય છે જેમ શરદી, ઉધરસ, તાવ, ગળું બળવું જેવી તકલીફો થતી હોય છે આના ઉપચાર માટે આપણે રસોઈમાં વપરાતા એક એવા મસાલાનો ઉપયોગ કરી શકીએ છીએ જે આપણને આ બધી બીમારીઓથી દુર રાખે છે. તમાલપત્રમાં ઘણા બધા એવા ઔષધીય ગુણો હોય છે જે આપણને રોગપ્રતિકારક શક્તિ આપે છે.

તમને જણાવી દઈએ કે તમાલપત્રથી કેન્સર, બ્લડ કોટિંગ અને હદય સાથે જોડાયેલ મોટી સમસ્યાઓનું નિવારણ થાય છે. તમાલપત્રમાં કોપર, કેલ્શ્યમ, મેગ્નેશિયમ, સેલેનીયમ અને આયર્ન હોય છે આથી તેનો ઉકાળો કરીને પીવાથી આપણા શરીર માટે ખુબ ફાયદાકારક હોય છે. આજે અમે આ લેખના માધ્યમથી તમે તમાલપત્રનો ઉપયોગથી કેવી રીતે પોતાના શરીરને સ્વસ્થ રાખી શકો છો તે વિશે જણાવા જઈ રહ્યા છીએ.

જો કોઈ વ્યક્તિના કમરમાં દુખાવો હોય તો તે વ્યક્તિએ રોજ તમાલપત્રનો ઉકાળો પિવો જોઈએ અને સાથો સાથ તમાલપત્રના તેલથી કમર પર માલીશ કરવામાં આવે તો દુખાવો પણ બંધ થઈ જાય છે, તમે જાતે પણ આવું તેલ બનાવી શકો છો. એટલું જ નહી આપણે ઘણી વખત જોયું છે કે ઘણા બધા લોકોને માથાનો દુખાવાની સમસ્યા હોય છે, આ સમસ્યાનો ઉપાય તરીકે તમાલપત્રનો ઉકાળો જ પિવો જોઈએ, આવું કરવાથી માથાનો દુખાવાની સમસ્યા તરત દુર થાય છે.જો કોઈ કારણોને લીધે પગમાં મોચ આવી ગઈ હોય તો એવી સ્થિતિમાં આ ઉકાળો પિવો ખુબ ફાયદાકારક છે અને આ મોચ આવેલ જગ્યાએ આ તેલનું માલીશ પણ કરવું જોઈએ આથી આ દર્દથી તુરંત છુટકારો મળે છે.

ઘણા બધા એવા વ્યક્તિઓ હશે જે આ તમાલપત્રનો ઉકાળો કેવી રીતે બનાવો તે નહી જાણતા હોય તો ચાલો તમને પૂરે પૂરી બનવાની રીત જણાવી દઈએ. આ ઉકાળો બનાવા માટે સૌ પ્રથમ ૧૦ ગ્રામ તમાલપત્રના લેવા અને ૧૦ ગ્રામ અજમા લેવા આ બંનેને એક સાથે પીસીને એમાં એક લીટર પાણી નાખીને ઉકાળી લેવું, આ ઉકાળેળ પાણીએ ઠંડું થઈ જાય પછી તેને તમે આ ઉકાળાને પીય શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *