શું કામ શિવલિંગ પર ચડેલ પ્રસાદ ના ખાવો જોઈએ?, જાણો આ વાતનું પૂરું રહસ્યમય કારણ

Spread the love

ભારત એક ધાર્મિક દેશ છે, આપણા દેશમાં ભગવાની પૂજાને ખુબ મહત્વ આપવામાં આવ છે, આપણે જોઈ જ શકીએ છીએ કે હાલના સમયમાં ઠેર ઠેર મંદિરો બાંધવામાં આવ્યા છે જ્યાં આપણે જઈને ભગવાનની પૂજા કરી શકીએ છીએ. આવી પૂજા કરતી વખતે આપણે ઘણી એવી ખાસ વાતનું ધ્યાન રાખવું જોઈએ જેથી આપણને કોઈ સમસ્યા ન આવે, આજ અમે એક એવી જ વાત તમને જણાવા જઈ રહ્યા છીએ જે હજી સુધી ઘણા લોકોને ખબર નહી હોય.

તમે એ વાત જોઈ હશે કે આપણે જે પ્રસાદ ભગવાનને ચડાવ્યો છે તે પ્રસાદને મંદિરનો પંડિતએ ભગવાનનું આશીર્વાદ માનીને લોકો વચ્ચે વેહચી દેતો હોય છે અને લોકો તેને ગ્રહણ પણ કરી લેતા હોય છે, પરંતુ ઘણા ઓછા લોકો આ વાતને જાણતા હશે કે ભગવાન શિવની શિવલિંગને ચડાવેલ પ્રસાદને ખાવો જોઈએ નહી. શા માટે આ પ્રસાદને ના ખાવો જોઈએ તેનું એક પૌરાણિક કારણ છે જે આજે અમે તમને જણાવશું.

એક પૌરાણિક માન્યતા અનુસાર માનવામાં આવે છે કે ભગવાન શિવના મુખ થી ચંડેશ્વર નામનો એક ગણ પ્રગટ થયો હતો, તમને જણાવી દઈએ કે આ ચંડેશ્વરએ ભૂત-પ્રેતોનો મુખ્યા માનવામાં આવતો હતો, એટલા માટે જો શિવલિંગ પર ચડાવેલ પ્રસાદને ગ્રહણ કરવામાં આવે તો તમે સાક્ષાત ભૂત-પ્રેતના અંશને ગ્રહણ કરો છો તેવું માનવામાં આવે છે, આજ કારણને લીધે શિવલિંગ પર ચડાવેલ કોઈ પણ પ્રસાદને આપણે ગ્રહણ કરવો જોઈએ નહી.

તમને હવે મનમાં સવાલ હશે કે બધા જ પ્રકારની શિવલિંગ પર ચડેલ પ્રસાદ ગ્રહણ ન કરવો જોઈએ, તો તમને જણાવી દઈએ કે એવું નથી હોતું. બધી જ શિવલિંગ પર ચડેલ પ્રસાદએ ચંડેશ્વરનો ભાગ નથી હોતો, જે શિવલિંગની બનાવટ સદા પથ્થર, માટી અને ચિનાઈ માટી થી બનેલી હોય છે તેવી શિવલિંગ પર ચડેલ પ્રસાદ ગ્રહણ કરવોએ નિષેધ માનવામાં આવે છે. જો આવી રીતે શિવલિંગ પર પ્રસાદ ચડવામાં આવ્યો છે તો આ પ્રસાદને નદી કે જળાશયમાં પધરાવી દેવો જોઈએ.

જો કોઈ ધાતુથી શિવલિંગ બનાવામાં આવી હોય અને તેના પર પ્રસાદ ચડાવામાં આવ્યો હોય તો તે ચંડેશ્વરનો અંશ માનવામાં આવતો નથી તેને મહાદેવનો એક ભાગ માનીને ગ્રહણ કરી શકાય છે, આનાથી કોઈ પણ પ્રકારનો દોષ લાગતો નથી. તમને જણાવી દઈએ કે શિવ પુરાણમાં પણ ખુલાસો કરવામાં આવ્યો છે કે ભગવાન શિવનો પ્રસાદએ બધા પ્રકારના પાપોનું સર્વનાશ કરે છે, એટલું જ નહી પણ ફક્ત આપણે શિવજીના પ્રસાદના દર્શન કરી લીધા હોય તો પણ અસંખ્ય પાપો નષ્ટ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *