શું વિક્કી કૌશલ અને કેટરીના કેફએ પોતાના લગ્નની તસ્વીરો વેહચીને કમાશે પૈસા? જાણો પૂરી વાસ્તવિકતા

Spread the love

વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા પર એક સામાન્ય ચર્ચાનો વિષય બની ગયો હોય તો તે છે વિક્કી કૌશલ અને કેટરીના કેફના લગ્ન. આ બાબતને લઈ ને સોશિયલ મીડિયા પર રોજબરોજ નવી નવી અફવો અને ખુલાસોઓ કરવામાં આવે છે જેની વાસ્તવિકતા શું છે કોઈને ખબર નથી. હવે આ જોડી આવનાર થોડા જ સમયમાં લગ્ન જીવનમાં જોડવા જઈ રહી છે, એટલું જ નહી આ બંનેના ચાહકો પણ આ લગ્નને લઈને ખુબ ઉત્સુખ છે.

રીપોર્ટ અનુસાર એવું કેહવામાં આવી રહ્યું છે કે કેટરીના અને વિક્કીએ આવનારી ૯ ડીસેમ્બરના રોજ વિવાહિત થશે. આ વિવાહને લઈને બધી તૈયારી પૂર્ણ થઈ ચુકી છે પરંતુ આ વાતનો ખુલાસો હજી બે માંથી એક પણએ કર્યો નથી છતાં પણ આ બનેના લગ્નને લઈને ઘણી બધી અટકળો કાઢવામાં આવી રહી  છે.

હવે તમને જણાવી દઈએ કે એક ખુબ તાજા રીપોર્ટ દ્વારા જાણવા મળ્યું છે કે વિક્કી કૌશલ અને કેટરીના કેફએ પોતાની લગ્નની તસ્વીરો ઇન્ટરનેશનલ કંપનીને  વેહચી દીધી છે, તેણે પોતાની તસ્વીરો શા માટે વેહચી દીધી તેનું કારણ જણાવીએ. આવું જ તે પેહલા પ્રિયંકા ચોપડા અને નીકએ કર્યું હતું. તેઓએ  પોતાના લગ્નની તસ્વીરો ઇન્ટરનેશનલ મેગેઝીનને વેહચી દીધી હતી અને હવે માનવામાં આવે છે કે વિક્કી કૌશલ અને કેટરીના પણ એવું જ રવા જઈ રહ્યા છે.

કેટરીના અને વિક્કીએ  પોતાની તસ્વીરોની અને વિડીયોના રાઈટ્સ એક મોટી કંપનીને વેહચી દીધા છે, તેવી હાલ અટકળો લગાડવામાં આવી રહી છે, તમને જણાવી દઈએ કે વિક્કી અને કેટરીનાએ પોતાના વિડીયો અને તસ્વીરો સોશિયલ મીડિયા પર અપલોડ કરવા ઈચ્છતા નથી. આ જોડીએ ૯ ડીસેમ્બરના રોજ રાજસ્થાનના રણથમ્બોરમાં સાત ફેરા લેવાના છે. એક ખાસ રીપોર્ટ દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે વિક્કીએ પોતાના લગ્નમાં પોલીસ રાખવાના છે તેવી હાલ ચર્ચા કરવામાં આવી રહી છે, આ કપલએ લગ્નમાં આવેલ મેહમાનો સાથે NDA (નોન ડીસ્કલોજર એગ્રીમેન્ટ) કરાર  સાઈન કરાવ્યો છે આથી ઉપસ્થિત રહેલ તમામ મેહમાનોએ આ લગ્નને લગતી કોઈ તસ્વીરો સોશિયલ મીડિયા પર શેયર કરી શકે નહી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *