માતાએ પોતાના દીકરાને તિલક કરીને સરહદ પર મેકલ્યો હતો , ૨૨ વર્ષની ઉમરે તિરંગામાં લપેટાયને પરત ફર્યો આ જવાન

Spread the love

આપણે સૌ કોઇ જાણીએ છીએ કે હાલના સમયમાં દેશની સરહદો પર ખુબ યુદ્ધો ચાલતા હોય છે જેમાં અંધાધુંધ ગોળીબારી કરવામાં આવતી હોય છે, એવામાં બંને પક્ષે સમાન નુકશાન થતું હોય છે. આ યુદ્ધમાં આપણા દેશના ઘણા બધા એવા વીર જવાનો હોય છે જે પોતાના દેશ માટે પોતાનો જીવ દાવ પર લગાવી દેતા હોય છે અને કેટલાક જવાનોતો પોતાનો જીવ પણ ગુમાવી દેતા હોય છે, આવી જ એક ઘટનાએ મધ્યપ્રદેશના રતલામ ગામના એક પરિવાર સાથે થઈ હતી જેમાં તેઓ પોતાના એક દીકરાને ગુમાવાનું દુઃખ વેઠવું પડ્યું હતું.

આ જવાનનું નામ લોકેશ કુમાવત છે. જાણવા મળ્યું છે કે ઈંફાલમાં થયેલ ઉગ્રવાદીઓ સાથે થઈ રહેલ ગોળીબારીમાં લોકેશએ દેશ માટે શહીદી વહોરી હતી. લોકેશના મૃત્યુની જાણ મેજરેએ આપી હતી અને શુક્રવારના રોજ લોકેશનો દેહએ ગામમાં પોહચ્યો હતો. આ દેહ જોઇને ગામના લોકોની આંખ ભીની થઈ હતી અને પુરા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. રીપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે લોકેશ કુમાવતએ વર્ષ ૨૦૧૯મા સેનામાં શામેલ થયા હતા, તેઓએ હેદરાબાદમાં પોતાની ટ્રેનીંગ પૂરી કર્યાં બાદ તેને મણીપુરમાં પેહલું પોસ્ટીંગ થયું હતું.

કેહવામાં આવી રહ્યું છે કે લોકેશએ થોડા મહિના પેહલા જ તે ગામમાં રજાઓ પર આવ્યા હતા ત્યારે તેનું ગામના લોકોએ ખુબ ધૂમધામ થી સ્વાગત કર્યું હતું જેની અમુક તસ્વીરો અને વિડીયોએ વાયરલ પણ થયા હતા. તમને જણાવી દઈએ કે લોકેશ કુમાવતની શહીદી પર મધ્યપ્રદેશના રાજ્યપાલએ લોકેશને શ્રધાંજલિ આપતા કહ્યું હતું કે ,” હું ઈશ્વરને પ્રાથના કરું છુ કે આ વીર સપુતની આત્માને શાંતિ મળે અને તેના પરિવારના લોકોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. ઓમ શાંતિ!”

લોકેશના પરિવારજનો એ લોકેશના દેહને લેવા માટે ઇન્દોર એરપોર્ટ પોચ્યા હતા. લોકેશના પરિવારમાં તેના માતા પિતા સહિત તેનો નાનો ભાઈ વિશાલ પણ તેની સાથે રહે છે, લોકેશના માતા પિતાએ ખેતી કામ કરે છે, હાલતો કેહવામાં આવી રહ્યું છે કે લોકેશની માતા ખુબ બીમાર છે આથી તેઓને લોકેશની અંતિમ વિદાઈના પણ સમચાર આપવામાં આવ્યા નથી. શહીદના ઘર પાસે લોકોની ખુબ ભીડ ભેગી થઈ હતી અને લોકોએ લોકેશને દેશ ભક્તિના નારા સાથે તેને અંતિમ વિદાઈ આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *