એક સમયે મિસ વર્લ્ડ બનેલી આ અભિનેત્રી સાથે પતિ કરતો હતો આ ગંદુ કામ, હવે વિસ્મૃતિનું જીવન જીવી રહ્યો છે.

Spread the love

બોલીવુડ એ એવી ઇન્ડસ્ટ્રી છે જેમાં સુંદર અભિનેત્રીઓની કમી જોવા મળતી નથી, આ ઇન્ડસ્ટ્રીમાં એક થી એક સુંદર અભિનેત્રીઓ છે, જે પોતની સુંદરતા અને પોતાના અભિનય દ્વારા લાખો લોકોના દિલો પર રાજ કરતી હોય છે. હાલના સમયમાં એવી ઘણી બધી અભિનેત્રીઓ છે જે મોડલિંગની દુનિયામાં પોતાના સારા પ્રદર્શનને લીધે બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં પ્રેવશ મેળવે છે અને આજે એવી અભિનેત્રીઓએ બોલીવુડ ઇન્ડસ્ટ્રીનો જાણીતો ચેહરો બની ચુક્યો છે. આમાં એશ્વર્યા રાય બચ્ચન થી લઈને સુષ્મિતા સેન સુધીના નામો સમાવામાં આવ્યા છે.

બોલીવુડની ઉત્તમ અને સુંદર અભિનેત્રી એશ્વર્યાએ વર્ષ ૧૯૯૪માં મિસ વર્લ્ડનો ખિતાબ પોતાના નામે કર્યો હતો અને ૧૯૯૪માં સુષ્મિતા સેનએ મિસ યુનિવર્સનો પુરસ્કાર મેળવ્યો હતો. ફિલ્મી ઇન્ડસ્ટ્રીની એવી ઘણી બધી એવી અભીનીત્રી છે, જેણે વિશ્વ સુંદરીનો પુરસ્કાર પ્રાપ્ત કર્યો હોય અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સારી ઓળખાણ પ્રાપ્ત કરી હોય પણ આજે તે વિસ્મૃતિનું જીવન જીવી રહી છે. એવી ઘણી બધી અભિનેત્રીના નામ ધ્યાનમાં આવે છે જેણે મોડલીંગની દુનિયામાં પોતાના રેંપ વોક દ્વારા હર કોઈને આશ્ચર્યચકિત કરી દીધા હતા અને પછી તેણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમ પ્રવેશ લીધો. 

હવે તમે વિચારી રહ્યા હશો કે અમે કઈ અભિનેત્રી વિશે વાત કરી રહ્યા છીએ, આ અભિનેત્રી બીજી કોઈ નહી પરંતુ મિસ વર્લ્ડનું પુરસ્કાર મેળવનાર યુક્તા મુખી છે. તેણે આ પુરસ્કાર મેળવ્યા બાદ બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ મેળવ્યો હતો અને તેણે તેના જીવનામાં ઘણું બધું હાંસલ કર્યું પરંતુ વર્તમાન જીવનમાં તે ગુમનામી ભર્યું જીવન જીવવા મજબુર છે. યુક્તા મુખીનો જન્મએ ૧૯૭૯માં સિંધી પરિવારમાં થયો હતો, પરંતુ તેની પરવરીશએ દુબઈમાં થઈ હતી, જ્યારે યુક્તાની ઉમર ઓછી હતી ત્યારે તે પોતના પરિવાર સાથે ફરી મુંબઈ આવી ગઈ હતી અને અહી થી જ પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો.

યુકતા મુખીનું એ સપનું હતું કે તે એક મોડલ બને અને આ સપનું સાકાર કરવા માટે તે ખુબ જ મેહનત કરી અને અંતે તેણે પોતાનું આ સપનું પૂર્ણ કર્યું. તેણે ૧૯૯૯મા મિસ ઇન્ડિયાનો પુરસ્કાર પ્રાપ્ત કર્યું હતું અને તેજ વર્ષમાં તે મિસ વર્લ્ડ પણ બની હતી. યુક્તા મુખીએ મોડલિંગની દુનિયામાં સારી એવી સફળતા પ્રાપ્ત કરી લીધી હતી, પછી તેણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ મેળવ્યો હતો. તમિલ ફિલ્મ “પૂવેલમ ઉન વસમ” થી યુક્તા મુખીએ પોતાના અભિનય કરિયરની શરુઆત કરી હતી ત્યારપછી ૨૦૦૨માં “પ્યાસા” ફિલ્મમાં જોવા મળી હતી. આ ફિલ્મ બાદ યુક્તા મુખીએ અન્ય ઘણી ફિલ્મોમાં નજર આવી હતી જેમાં કઠપુતલી અને લવ ઇન જાપાન જેવી ફિલ્મો શામેલ છે.

જો યુક્તા મુખીની અંગત જીવન વિશે વાત કરવામાં આવે તો યુક્તા મુખીએ ૨૦૦૮માં ન્યુયોર્કના સફળ બિઝનેસમેન પ્રિન્સ તુલી સાથે લગ્ન સબંધમ જોડાઈ હતી. લગ્ન બાદ તેનું જીવનએ સરી રીતે ચાલી રહ્યું હતું , પરંતુ તેના લગ્નનો સબંધએ બોવ લાંબા સમય સુધી ન રહ્યો અને લગ્નના ૫ વર્ષ પછી યુક્ત મુખીએ તેના પતિ પર ફરિયાદ નોંધાવી. તેણે તેના પતિ વિરુધ્ધ દહેજ લેવાની અને અપ્રાકૃતિક સબંધ બાંધવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો અને આ મામલોએ કોર્ટ સુધી પોહચી ગયો હતો. ત્યાર બાદ બંનેએ એક બીજાની સહમતીથી વર્ષ ૨૦૧૪માં છુટા છેડા લીધા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *