લોકપ્રિય કાર્યક્રમ કુંડલી ભાગ્ય માં પૃથ્વી નું પાત્ર ભજવનાર સંજય ગગનાની એ કર્યા લગ્ન અને તેમાં…..
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આપણું બોલીવુડ લોકો માં ઘણું લોકપ્રિય છે જેની લોકપ્રિયતા દેશ અને વિદેશ માં પણ ફેલાયેલ છે. લોકો બોલીવુડ ની ફિલ્મો ઉપરાંત બોલીવુડ ના કલાકારો ને પણ ઘણા પસંદ કરે છે. જેના કારણે પોતાના ચહિતા કલાકારો ના જીવન અંગે જાણવા માંગતા હોઈ છે.
લોકોની એવી ઇચ્છા રહેલી હોઈ છે કે પોતે જે કલાકારો ને પસંદ કરે છે તે હંમેશા શું કરે છે તેની જાણકારી તેમને રાખવી ગમે છે. તેમાં પણ જો વાત આવા કલાકારો ના લગ્નને લાગતી હોઈ તો લોકોને તેમાં ઘણો રસ હોઈ છે. તેઓ ક્યાં ? ક્યારે ? કેવીરીતે ? અને કેટલા લોકો વચ્ચે લગ્ન કરવાના છે. આ તમામ બાબતો અંગે તેમને જાણવું ગમે છે.
તેમાં પણ આપણે સૌ જાણીએ છિએ કે હાલ લગ્ન નો સમયગાળો શરૂ છે અને ઘણા લોકો આ સમયગાળા દરમિયાન એક બીજા સાથે પવિત્ર સંબંધ માં જોડાઈ જાય છે. તેમાં પણ આપણા મનોરંજન જગત ના અનેક કલાકારો હાલ લગ્ન ગ્રંથિ થી જોડાયેલા માલુમ પડે છે. તેમાં હાલ વધુ એક નામ જોડાઈ ગયું છે.
આજે આપણે અહીં એક એવા જ લોકપ્રિય કલાકાર અંગે વાત કરવાની છે કે જેના હાલ માં લગ્ન થયા છે. આજે આપણે અહીં લોકપ્રિય શો કુંડળી ભાગ્યમા પૃથ્વી નું પાત્ર ભજવનાર સંજય ગગનાની વિશે વાત કરવાની છે. જણાવી દઈએ કે તેમણે હાલમાં જ પોતાની ગર્લફ્રેન્ડ પૂનમ પ્રીત સાથે લગ્ન કર્યા છે જે હાલ સોશ્યલ મીડિયા પર ઘણા વાયરલ છે.
જો વાત પૂનમ પ્રીતિ અંગે કરીએ તો જણાવી દઈએ કે તેઓ ઘણા જ ફેમસ શો ”નામકરણમાં” કામ કર્યું છે. આ બંને કલાકારો ઘણા સમયથી એકબીજા સાથે રિલેશનશિપમાં હતા. અને હવે બંનેએ દિલ્હીના એક રિસોર્ટમાં લગ્ન કર્યા છે. અને બંને કલાકારોએ પોતાના લગ્ન ના ફોટાઓ ફેન્સ વચ્ચે શેર કર્યા છે અને જણાવી દઈએ કે આ ફોટાઓ લોકોને ઘણા જ પસંદ આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ દંપતિએ ગુરુદ્વારામાં આનંદ કારજ વિધિથી લગ્ન કર્યા હતા. જો વાત આવનારા મહેમાનો અંગે કરીએ તો તેમના લગ્નમાં કુંડળી ભાગ્ય સીરિયલના ઘણા સ્ટાર્સે હાજર રહ્યા હતા.
તેમના લગ્નને લઈને એક્ટર અંજુમ ફકીહે કે જેઓ કુંડલી ભાગ્ય શો માં સૃષ્ટિનો રોલ કરે છે તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા આ લગ્ન ના અમુક ફોટો શેર કર્યા છે જેમાં સંજય ગગનાની અને પૂનમ પ્રીત પોઝ કરતા જોવા મળે છે. આ ફોટાઓ શેર કરતા તેમણે ઘણું જ સુંદર કેપ્શન પણ લખ્યું છે. જેમાં તેમણે લખ્યું કે, ‘તમારા બંનેને લગ્ન માટે ખૂબ-ખૂબ અભિનંદન, આખી જિંદગી અને કોઈપણ ફિલ્ટર વિના આ રીતે રમતા રહો, પ્રેમની ઘણી શુભેચ્છાઓ અને ઘણા બધા પ્રેમ.’
જો વાત આ બંને કલાકારો ના પહેરવેશ અંગે કરીએ તો જણાવી દઈએ કે સંજય એ લગ્ન માં ગોલ્ડન કલરની શેરવાની પહેરી હતી અને સાથે ગળામાં સફેદ અને સોનેરી મોતીની માળા પહેરી હતી. જ્યારે વાત દુલ્હન અંગે કરીએ તો જણાવી દઈએ કે દુલ્હન પૂનમે મરૂન કલર ના કપડાં પહેર્યા હતા. અને તેની સાથે મેચિંગ દુપટ્ટો અને તેના કપાળ પર માંગ ટીકો પણ હતો. જે તેની સુંદરતામાં વધુ વધારો કરી રહી હતી.