૫૨ વર્ષની ઉમર હોવા છતાં આ અભિનેત્રી લાગે છે આટલી યુવાન, રોમેન્ટિક અંદાજમાં પોતાના પતિ સાથે ડાન્સ કરતી જોવા મળી, જુઓ વાયરલ વિડીયો
બોક્સઓફિસ પર ધૂમ મચાવી દેનાર ફિલ્મ ‘મેને પ્યાર કિયા’ સૌ કોઈએ જોઈ જ હશે. આ ફિલ્મમાં અભિનેતા સલમાન ખાન હતા જયારે હિરોઈનનું પાત્ર ભાગ્યશ્રીએ ભજવ્યું હતું. તમને જણાવી દઈએ કે આ ફિલ્મએ આ બંને કલાકારોનું જીવન બદલી નાખ્યું હતું એટલું જ નહી આ ફિલ્મે લોકોને ખુબ મનોરંજન આપ્યું હતું અને બોક્સઓફિસ પર સુપરહિટ રહી હતી.
આજના આ લેખમાં અમે ભાગ્યશ્રી વિશે જણાવા જઈ રહ્યા છીએ. તમને જણાવી દઈએ કે ભાગ્યશ્રી ૫૨ વર્ષની ઉમરે પણ તે પેહલા જેટલી જ સુંદર લાગી રહી છે. આ અભિનેત્રીએ પોતાની ફિટનેસ અને સુંદરતામાં ખુબ ધ્યાન આપ્યું છે. તમને જણાવી દઈએ કે આ અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે અને રોજબરોજ નવા નવા વિડીયો અને તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરતી હોય છે.
હાલતો આ અભિનેત્રીએ ફિલ્મી ઇન્ડસ્ટ્રીથી દુર રહે છે અને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફિટનેસના વિડીયો શેર કરતી હોય છે. એવામાં વર્તમાન સમયમાં આ અભિનેત્રી એક વિડીયોને લઈને ખુબ ચર્ચામાં આવી રહી છે જેમાં તે પોતાના પતિ સાથે ડાન્સ કરતી હોય છે. આ વિડીયોની સાથો સાથ તેની સાથે ઘણી બધી તસ્વીરો પણ શેર કરી હતી જેમાં તે કેમેરા તરફ પોઝ કરતી નજરે પડી હતી.
ભાગ્યશ્રી લગભગ પોતાનું અડધું જીવન પૂર્ણ કરી લીધું છે તેમ પણ કહી શકીએ છીએ પરંતુ ભાગ્યશ્રી ૫૨ વર્ષની ઉમરે પણ એટલી સુંદર લાગી રહી છે કે તે કોઈ યુવાન અભિનેત્રીને પણ ટક્કર આપી શકે છે. હાલતો આ અભિનેત્રીએ ફિલ્મી દુનિયાથી દુરી બનાવી લીધી છે પરંતુ પોતાના કાતિલાના અંદાજથી આજે પણ આ અભિનેત્રી ખુબ લોકપ્રિય રહી છે અને લોકોના દિલો પર રાજ કરી રહી છે.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે આ અભિનેત્રીના instagram એકાઉન્ટ પર લાખો ફોલોવર્સ છે અને જ્યારે તે કોઈ વિડીયો પોતાના instagram એકાઉન્ટ પર શેર કરે છે તે તરત જ વાયરલ થઈ જાય છે. તેના ચાહકો આજે પણ એટલો જ પ્રેમ આપી રહ્યા છે જેટલો તેને પેહલા મળતો હતો. ‘મેને પ્યાર કિયા’ માં દમદાર એક્ટિંગ કરીને આ અભિનેત્રીએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દુરી બનાવી લીધી હતી.