લગ્નના ફક્ત બે દિવસ પછી જ આ અભિનેતા અને અભિનેત્રીએ પોતાની તસ્વીરો શેયર કરી, જુઓ આ તસ્વીરો
ટેલીવિઝન સૌથી લોકપ્રિય ટીવી શો ‘ગુમ હે કિસી કે પ્યાર મેં’ ના એક મશહુર અભિનેતા નીલ ભટ્ટ અને એશ્વર્યા શર્માએ હાલમાં જ લગ્ન જીવનમાં જોડાઈ ગયા છે. આ જોડીએ ઓનસ્ક્રીનએ દેવર ભાભીના કિરદારમાં નજરે પડે છે પણ હવે આ જોડીએ વાસ્તવિક જીવનમાં એકબીજાના જીવન સાથી બની ગયા છે.
નીલ ભટ્ટ અને એશ્વર્યાએ મુંબઈમાં ગ્રાન્ડ વેડિંગ રિસેપ્શન આપ્યું હતું જેમાં ઘણા બધા મોટા દિગ્ગજ અભિનેતાઓએ પોતાની હાજરી આપી હતી, આ લગ્નમાં બોલીવુડ ઇન્ડસ્ટ્રીની રેખાએ પણ હાજર રહી હતી. નીલ ભટ્ટ અને એશ્વર્યાના રિસેપ્શનમાં રેખાની હાજરીથી આ પ્રસંગમાં ચાર ચાંદ લાગી ગયા હતા. એવામાં એશ્વર્યાએ પોતાના લગ્નના ફક્ત બે દિવસો પછી જ પોતાની એક તસ્વીરએ સોશિયલ મડિયા પર શેયર કરી હતી જે તેના બેડરૂમની છે, આ તસ્વીરએ ખુબ વાયરલ થઈ રહી છે. આ તસ્વીરમાં તમે સ્પષ્ટ પણે જોઈ શકો છો કે નીલ અને એશ્વર્યાએ રોમાન્ટિક અંદાજમાં નજરે પડે છે.
નીલ અને એશ્વર્યાની આ તસ્વીરોને લોકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહી છે અને લોકો તેને લગ્નની શુભેચ્છાઓ પણ પાઠવી રહ્યા છે. તસ્વીરમાં તમે જોઈ શકો છો કે નીલ અને એશ્વર્યાએ એક બીજા સાથે ખુબ ખુશ જોવા મળે છે, આ તસ્વીરમાં જોઈ શકાઈ છે કે એશ્વર્યાએ મરુણ રંગનું સ્વેટર પેહર્યું છે જયારે નીલએ વાઈટ રંગનું સ્વેટર પેહર્યું છે.
તમારી જાણકારી માટે કહી દઈએ કે આ તસ્વીરોએ સુહાગરાતની નહી પણ નીલ અને એશ્વર્યા દ્વારા કરવામાં આવેલ પ્રિ-વેડિંગ ફોટો શુટની છે. આ તસ્વીરોને જોઇને એવી અટકળો લગાડવામાં આવી રહી છે કે આ તસ્વીરો સુહાગ રાતના બીજા દિવસ કે ત્રીજા દિવસની છે, પરંતુ એવું કઈ જ નથી. તેઓએ આ તસ્વીરના કેપ્શનમાં લખ્યું કે ‘ આ અમારું પ્રિ-વેડિંગ ફોટો શૂટની છે.’
View this post on Instagram
તમને જણાવી દઈએ કે આ જોડીએ ૩૦ નવેમ્બરના રોજ ઉજ્જેનમાં પોતાના પરિવારની ઉપસ્થિતમાં લગ્ન કર્યાં હતા, ત્યારબાદ ૨ નવેમ્બરના રોજ આ કપલએ મુંબઈમાં પોતાના મિત્રો અને ટીવી સાથે જોડાયેલ લોકો માટે રીસેપ્શન રાખ્યું હતું. રેખા સિવાયના આ રીસેપ્શનમાં ‘ગુમ હે કિસી કે પ્યાર મે’ સીરીયલની ટીમએ પણ હાજરી આપી હતી.