છોકરીએ ખાધી ‘ફાયર પાણીપુરી’ પછી થયું એવું કે જેને જોઈને સૌ કોઈ નવાઈ પામ્યા, જુઓ વિડીયો

Spread the love

આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ભારતમાં લોકો ખાવાના શોખીનો હોય છે, એટલું જ નહી ભારતના રાજા મહારાજાઓ પણ નવી નવી વાનગીઓ ખાવાનું પસંદ કરતા હતા. એવી જ આજના સમયમાં લોકો પોતાનો આ શોખ પૂરો કરવા માટે નવો નવો સ્વાદ લેતા હોય છે. ભારતની ઘણી એવી વાનગી છે જેમાં તેની રેસીપી સાથે નવા નવા પ્રોયોગો કરવામાં આવે છે, આ પ્રયોગએ કોઈક વાર સફળ થતો હોય છે જયારે અમુક વાર પૂરી વાનગીનો સ્વાદ ખરાબ કરી દેતો હોય છે.

હાલતો સોશિયલ મીડિયા પર ફૂડ બ્લોગીંગની રીતે ઘણા બધા એવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે જે લોકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવતા હોય છે પરંતુ અમુક એવા પણ વિડીયો હોય છે જેને જોઈને કોઈ પણ વ્યક્તિ આશ્ચર્ય પામતો હોય છે. આપણે સૌ કોઈ ‘ફાયર પાન’ નું નામ સાંભળ્યું જ હશે, આ ‘ફાયર પાન’ નો વિડીયોએ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો હતો, તેવી જ રીતે હાલ એક વિડીયોએ ખુબ વાયરલ થઈ રહ્યો છે જેમાં ‘ફાયર પાણીપુરી’ નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, આ વિડીયો જોઇને કોઈ પણ વ્યક્તિ આશ્ચર્ય પામે છે.

વર્તમાન સમયમાં એવી પરિસ્થિતિ ઉભી થઈ છે કે પાણીપૂરીનું નામ સાંભળીને જ લોકોના મોઢામાં પાણી આવી જતું હોય છે, એટલું જ નહી પાણી પૂરીને ગોલગપ્પા, પાની બતાશે, પુચકા જેવા ઘણા નામોથી ઓળખવામાં આવે છે. અમુક લોકોને મીઠા પાણી વાળી પૂરી પસંદ હોય છે જયારે અમુક લોકોને તીખી પૂરી પસંદ હોય છે. પણ શું તમે ફાયર પાણીપુરીનું નામ સાંભળ્યું છે? સામાન્ય વાત છે કે નહી જ સાંભળ્યું હોય તો ચાલો તમને આના વિશે વિગતમાં જણાવી દઈએ.

સોશિયલ મીડિયા પર એક ફાયર પાણીપુરીનો વિડીયોએ ખુબ વાયરલ થઈ રહ્યો છે, એટલું જ નહી આ વિડીયોએ બધા લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષી લીધું છે. આ વિડીયોમાં સ્પષ્ટ પને જોઈ શકાય છે કે રોડના કિનારે એક દુકાન વાળોએ છોકરીને ફાયર પાણીપુરી વડાવતો નજરે પડી રહ્યો છે. આ વિડીયોમાં દુકાનદાર લાઈટરની મદદથી ગોલગપ્પાને આગ લગાવીને અને આ પાણીપુરીને દુકાનદારએ સીધું છોકરીના મોઢામાં નાખી દીધો હતો. આ પાણીપુરીમાં સેવ, બટેટાનો મસાલો અને કપૂર છે જેની સહાયતાથી તેમાં આગ લગાવામાં આવી છે.

આ વિડીયોએ સોશિયલ મીડિયા પર foodiekru પ્રોફાઇલ દ્વારા શેયર કરવામાં આવ્યો હતો. ‘ફાયર ગોલગપ્પા’ નો વિડીયો લોકોને આટલો બધો પસંદ આવ્યો કે લોકોએ આ વિડીયોને વારંવાર જોઈ રહ્યા છે. આ વિડીયો સાથે આ યુઝર લખે છે કે ” આવજો! અમદાવાદની ફાયર પાણીપૂરી.” આ વિડીયોને લાખો લોકો જોઈ ચુક્યા છે અને આ વિડીયો પર હજારો લાઈક્સ પણ છે, આ વિડીયો પર ઘણા બધા લોકોએ પોતાની પ્રતિક્રિયાઓ આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *