કેટરીના અને વિક્કી કૌશલ બનાવ્યું પોતાના લગ્નના મેહમાનોનું લીસ્ટ, જાણો તેમ કોણ છે પ્રથમ
બોલીવુડમાં હાલ લગ્નની સીઝન ચાલી રહી છે. અભિનેતા રાજકુમાર રાવે ગઈ કાલે રાત્રે પત્રલેખા સાથે સગાઈ કરી લીધી. તે જ સમયે, વિકી કૌશલ અને કેટરીના કૈફ ટૂંક સમયમાં લગ્ન કરવાના અહેવાલો પણ છે. સોશિયલ મીડિયા પર તેમના લગ્નને લઈને જ ચર્ચાઓ થઈ રહી છે. હવે તેમના લગ્નમાં હાજરી આપનાર સ્ટાર્સની યાદી પણ આવી ગઈ છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમના લગ્નનું પહેલું આમંત્રણ સુપરસ્ટાર સલમાન ખાનને મોકલવામાં આવ્યું છે. જો કે, સાથે જ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે દબંગ ખાન પોતાના વ્યસ્ત શેડ્યૂલને કારણે વિકી અને કેટરીનાના લગ્નમાં હાજરી આપી શકશે નહીં. જો કે આ અહેવાલોમાં કેટલું સત્ય છે તે તો સમય આવતા જ ખબર પડશે.
સલમાન ઉપરાંત, કેટરિના અને વિકીના લગ્ન માટે આમંત્રિત સેલિબ્રિટીઓની યાદીમાં ફિલ્મ નિર્માતા કબીર ખાન, કરણ જોહર, અલી અબ્બાસ ઝફર, મીની માથુર, સિદ્ધાર્થ મલ્હોત્રા, કિયારા અડવાણી, વરુણ, ધવન અને રોહિત શેટ્ટીના નામ પણ સામે આવ્યા છે.
તમે આ લેખ ‘દેશી ગુજરાતી’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.