જાણો આજના સોના અને ચાંદી ના ભાવોનો ફેરફાર આજે આટલા રૂપિયા છે ભાવ….

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલ લગ્ન નો સમય ચાલી રહ્યો છે જેના કારણે ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં સોના અને ચાંદી ની માંગ માં વધારો જોવા મળ્યો છે. વળી આજના સમય માં આપણે સૌ જાણીએ છિએ કે આ ધાતુઓ ઘણી જ મુલ્યવાન છે. જેના કારણે સૌ કોઈ આ ધાતુઓ માં નાણાં રોકવા ઇચ્છતા હોઈ છે. જો તમારો પણ વિચાર આ ધાતુ મા નાણાં રોકવાનો હોઈ તો આ અહેવાલ તમારાં માટે છે.

 

જણાવી દઈએ કે આજના અઠવાડીયા ના છેલ્લા ટ્રેડિંગ દિવસે સોનાની કિંમતમા કે જે પાછલા અમુક સમયથી ઓછિ હતી તેમાં વધારો જોવા મળ્યો છે. જો કે સોના કરતા ચાંદી ની કિંમત માં આજે ઘટાડો જોવા મળ્યો છે. તમને જણાવી દઈએ કે MCX પર સોનાના ભાવ માં 0.61 ટકાનો વધારો જોવા મળ્યો છે. જયારે ચાંદીની કિંમત માં 0.05 ટકાના ઘટાડો જોવા મળ્યો છે.

 

આપણે સૌ જાણીએ છિએ કે હાલ લગ્નનો સમયગાળો શરૂ છે. જેના કારણે હાલ સોના અને ચાંદીની માંગમા પણ વધારો જોવા મળ્યો છે જેના કારણે આ બંને ધાતુ ના ભાવ વધરને ટેકો મળિયો છે. આ સમય ગાળા દરમિયાન પીળી ધાતુ 50,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની કિંમત તરફ આગળ વધી રહ્યું છે.

 

તમને જણાવી દઈએ કે સોના ના ભાવ માં થયેલ 0.61 ટકાના વધારા ના કારણે હાલ સોનાની કિંમત વધીને રૂ. 47,710 પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે વાત બીજી અમુલ ધાતુ ચાંદી અંગે કરીએ તો તેના ભાવોમા થયેલ 0.05 ટકાના ઘટાડા ના કારણે આજે 1 કિલો ચાંદીની કિંમત 63,117 રૂપિયા છે.

 

તમે સોનાની શુદ્ધતા ચેક કરવા ઈચ્છો છો તો આ માટે સરકારની તરફથી એક એપ બનાવવામાં આવી છે. ‘BIS Care app’ થી ગ્રાહક સોનાની શુદ્ધતા જાણી શકે છે. આ એપની મદદથી સોનાની શુદ્ધતા ચેક કરવાની સાથે તેને લઈને ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાયસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહક તેની ફરિયાદ કરી શકે છે. આ એપની મદદથી ગ્રાહકને ફરિયાદ નોંધવાની જાણકારી મળી રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *