શું તમે જાણો છો ૨૮૦ થી વધુ વખત મુંડન કરાવ્યું છે ” તારક મેહતા કા ઉલ્ટા ચશ્માં” ના આ અભિનેતાએ , તેને હતી આ ગંભીર બીમારી

Spread the love

નાના પડદા પર એવા ઘણા બધા શો છે જેણે દર્શકોના દિલ જીતી લીધા છે અને લોકો વચ્ચે ઘણા લોકપ્રિય બની ચુક્યા છે, એવો જ એક ટીવી શો ” તારક મેહતા કા ઉલ્ટા ચશ્માં” એ છેલ્લા ૧૩ વર્ષથી લોકોને મનોરંજ પૂરો પડતો આવ્યો છે. એટલું જ નહી આ શોને બાળકોથી લઈને વડીલ વ્યક્તિઓ પણ ખુબ પસંદ કરે છે. આ શોને ટેલીવિઝનનો સૌથી હીટ શો તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ શોએ ટીઆરપીની બાબતે પણ સૌથી આગળ પડતો રહ્યો છે.

આ શોનાકીરદારોનું પણ એક અલગ પ્રકારનું મહત્વ છે, આમાં કાર્ય કરતા બધા કલાકરોએ દર્શકોના મનમાં પોતાની એક અલગ ઓળખાણ ઉભી કરી છે. આ શો માં કાર્ય કરતા બાઘાથી માંડીને અબ્દુલ સુધીના બધા કલાકરોને એક સરખું મહત્વ આપવામાં આવે છે. આવા કલાકરોને લીધે જ તે આ શોએ હાલના સમયમાં હીટ શો બની શક્યો છે. તેમાંથી જ એક કલાકાર એવા બાપુજી વિશે અમે તમને જણાવા જઈ રહ્યા છીએ જેનાથી તમે જાણકાર નહી હોવ.

તમને જણાવી દઈએ કે બાપુજીનું કિરદાર નિભાવનાર અમિત ભટ્ટને લોકો હાલ ઘરે ઘરે ઓળખે છે, આવી ઓળખાણ બનાવા માટે અમિત ભટ્ટે ખુબ પરિશ્રમ અને ઘણી મુશ્કેલીઓનો સામનો પણ કર્યો છે. તમે આ વાતથી અજાણ હશો કે અમિત ભટ્ટે બાપુજીના કિરદારમાં ઉતરવા માટે ઘણી વખત પોતાનું મુંડન કરાવ્યું હતું, એટલું જ નહી તેઓને એક ગંભીર બીમારી પણ થઈ હતી, તો ચાલો તમને આ પૂરી બાબત જણાવીએ.

તારક મેહતા શોમાં જેઠાલાલના પિતાનું પાત્ર ભજવનાર અમિત ભટ્ટએ વાસ્તવિકમાં જુવાન વ્યક્તિ છે, તેણે આ બાપુજીના કિરદારમાં જવા માટે શું શું નથી કર્યું. તેણે લગભગ ૨૮૦ વખત પોતાના વાળનું મુંડન કરાવ્યું હતું આથી તેના માથા પર એક ઇન્ફેકશન પણ થયું હતું. જો તમે પેહલાથી આ શો જોતા હશોતો  તમને ખબર હશે કે અમિત ભટ્ટએ પેહલા ગાંધી ટોપી નોતા પેહરતા અને જુના એપિસોડના વિડીયો માં નજર આવે છે કે અમિત ભટ્ટએ ગંજા માથા સાથે નજર આવ્યા હતા.

આ શોના  નિર્માતાએ અમિત ભટ્ટને વીટ પેહરવાની પણ સલાહ આપી હતી પરંતુ તેઓ પ્રકૃતિક રૂપે પોતે ગંજા દેખાડવા માટે મુંડન કરવનો નિર્ણય લીધો હતો. વારંવાર મુંડન કરાવાને લીધે અમિત ભટ્ટને માથા પર સ્કીનની બીમારી થઈ હતી. અમિત ભટ્ટએ આ વાતનો ખુલસો ‘ ધ મોઈ બ્લોગ યુટ્યુબ ચેનલ’ સાથે વાતચીર દરમિયાન કર્યો હતો, તે જણાવે છે કે તે શુટિંગ માટે દર બે-ત્રણ દિવસે પોતાના વાળનું મુંડન કરતા હતા. દુર્ભાગ્યથી વધુ વખત બ્લેડના ઉપયોગ કરવાથી તેને ચામડીના રોગ થયો હતો, ડોક્ટર દ્વારા પણ તેને સલાહ આપવામાં આવી હતી કે તેઓ હવે વાળનું મુંડન ના કરાવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *