સારા અલી ખાને પરિવાર સાથે જોઈ તેમની નવી ફિલ્મ ! તસવીરો શેર કરી કહ્યું…જુઓ આ ખાસ તસવીરો

Spread the love

બૉલીવુડ જગતની વાત કરવામાં આવે તો તમે બધા લોકો સારા અલી ખાનને ઓળખતાજ હશો જે સેફ અલી ખાનની દીકરી છે. અને યંગ એક્ટ્રેસ તરીકે  હાલ એક સારી નામના મેળવી છે. તેમજ તેઓની હાલમાંજ રિલીઝ થયેલી ફિલ્મ ઝરા હટકે ઝર બચકે લોકોને ખુબજ પસંદ આવી રહી છે. આમ આ ફિલ્મમાં તેમની સાથે વિકિ કૌશલ લીડ રોલ તરીકે જોવા મળી રહ્યા છે.

આમ સ્ક્રીન પરની આ જોડી લોકોને પણ ખુબજ પસંદ આવી રહી છે. તો વળી આ ફિલ્મે તેમના 3 દિવસના ઓફિસ કલેક્શન માંથી ફિલ્મની અડધી કિંમત એકત્ર કરી લીધી છે. તો વળી પહેલાજ દિવસે આ ફિલ્મને જોવા મટે ભારે ભીડ જામી હતી. તેમજ બીજી બાજુ રવિવારે સારા અલી ખાન તેમની માતા અમૃતા સિંહ અને ભાઈ ઈબ્રાહીમ અલી ખાન સાથે તેની ફિલ્મ જોવા માટે સિનેમા હોલ પહોંચી હતી.

સારા અલીખાને તેમના પરિવાર તેમજ ચાહકો સાથે આ ફિલ્મ જોઈ હતી. જેની તસવીરો હાલ સોશિયલ મીડિયા ઉપર ખુબજ વાયરલ થઇ રહી છે. આમ સારા અલી ખાને પોતાના પરિવાર સાથે તસવીરો શેર કરતા લખ્યું કે ” આ રવિવાર પરિવાર સાથે સિનેમાહોલમાં વિતાવ્યો” આમ સારા અલી ખાને વિકી કૌશલ સાથે મળીને આ રોમેન્ટિક ડ્રામાં ફિલ્મમાં ખુબજ મહેનત કરી છે.

તો વળી આ સાથે જણાવીએ તો આ ફિલ્મના પ્રમોશન માટે સારા અલી ખાન તેમજ વિકી કૌશલે કોપી પણ કસર છોડી નથી. નોંધપાત્ર રીતે, લક્ષ્મણ ઉતેકર દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘ઝરા હટકે જરા બચકે’ એ પ્રથમ દિવસે 5.49 કરોડ રૂપિયાનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતું. બીજા દિવસે ફિલ્મે 7.20 કરોડની કમાણી કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શરૂઆતના આંકડા અનુસાર ફિલ્મે ત્રીજા દિવસે 8.50 કરોડનો બિઝનેસ કર્યો છે. જો કે, આ આંકડાઓમાં અપ-ડાઉન થઈ શકે છે. ફિલ્મ ‘જરા હટકે જરા બચકે’એ ત્રણ દિવસમાં 21.19 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *