સાક્ષીએ ધોની સાથે પોતાનો જન્મદિવસની આવી રીતે ઉજવણી કરી, જુવો તસ્વીરો

Spread the love

હાલના સમયમાં ક્રિકેટએ એ વિશ્વની સૌથી વધુ લોકપ્રિય અને જોવાતી રમત બની ગઈ છે. જો વાત ભારતની કરવામાં આવે તો તમને ખબર જ હશે કે ભારતમાં ક્રિકેટએ કેટલી બધી લોકપ્રિય રમત બની ગઈ છે. છેલ્લા એક દસકાથી બધા જ ક્રિકેટના ખિલાડીઓ માંથી મહેન્દ્ર સિંહ ધોનીને ભારત સહિત પૂરી દુનિયા માંથી સૌથી વધુ પ્રેમ પ્રાપ્ત થયો છે. ધોનીના ચાહકોની સંખ્યા લાખોમાં છે.

એટલું જ નહી ધોનીને સૌથી સફળ કેપ્ટન માનવામાં આવે છે. તમને ખબર જ હશે કે ધોનીએ ક્રિકેટ જગતમાં ભારતને કેટલી બધી સિદ્ધિઓ અપાવી છે. તમને જણાવી દઈએ કે ટી-૨૦ વર્લ્ડ કપમાં ભારતીય ટીમ સાથે મેન્ટર તરીકે જોડાયેલ પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ રાંચી પરત આવી ગયા છે. “કેપ્ટન કુલ” ના નામથી ઓળખીતા મહેન્દ્ર સિંહ ધોનીએ ફક્ત એક લેજન્ડરી ક્રિકેટર જ નહી પરંતુ એક જવાબદાર પિતા પણ છે.

હાલમાં જ ધોનીએ તેની પત્ની સાક્ષીના જન્મદિવસની ઉજવણી કરી હતી. સાક્ષીનો જન્મ ૧૯ નવેમ્બર ૧૯૮૮ના રોજ ગુવાહાટીમાં થયો હતો. સાક્ષી સિંહ ધોનીની વાત કરવામાં આવેતો તે સોશિયલ મીડિયામાં ખુબ સક્રિય રહે છે , એટલું જ નહી તેના લાખોની સંખ્યામાં ફોલોવર્સ છે. તે રોજ બરોજ નવા નવા વિડીયો કે તસ્વીરો શેયર કરતી રહે છે, જેને તેના ચાહકો ખુબ પસંદ કરે છે.

શાક્ષીના જન્મદિવસ પર ઘણા બધા લોકોએ તેને જન્મદિનની શુભેચ્છાઓ પાઠવી હતી. મહેન્દ્ર સિંહ ધોની જેમ જ તેની પત્ની ચર્ચિત ભારતીય હસ્તીઓ માંથી એક છે. આં કપલની પ્રેમ કહાનીએ ખુબ મશહુર છે જે તમે ધોની પર બનેલી બાયોપિકમાં જોઈ હશે. મેહન્દ્ર સિંહ ધોની અને સાક્ષીના લગ્નએ ૨૦૧૦માં થયા હતા. તેઓ બંનેએ ઉત્તરાખંડમાં સાવ સામાન્ય રીતે પરિવાર વચ્ચે લગ્ન કર્યાં હતા. ૬ ફેબ્રુઆરી ૨૦૧૫ના રોજ મહેન્દ્ર સિંહએ  પિતા બન્યા હતા અને તેઓએ પોતાની દીકરીનું નામ ઝીવા રાખ્યું હતું. ધોનીના ચાહકોએ તેના પુરા પરિવારને ખુબ પ્રેમ આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *